________________
એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી !
૪૧૧
૪૧૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ટાઈમ તો બગાડોને ? કોલેજમાં ભણતા પચ્ચીસ-પચ્ચીસ વર્ષ ટાઈમ બગાડે છે. તે આને માટે કંઈક ક્વૉલિફિકેશન જોઈએને ?
પ્રશ્નકર્તા: એટલે દાદા, એવું થાય કે મોક્ષ મળવામાં વિલંબ થાય ? બે અવતારના બદલે ચાર અવતાર થાય એવું થાય ?
દાદાશ્રી : એ થાય, તો વાંધો શું છે પણ ? પ્રશ્નકર્તા : પણ જલદી જવું છે. વચ્ચે ક્યાંક ભરાઈ પડીએ તો ?
દાદાશ્રી : એક સંત પુરુષને તો નારદે કહ્યું, પેલો કહે છે, “નારદજી, પૂછી આયા ભગવાનને કે મારો મોક્ષ થશે ?” ત્યારે નારદજીએ કહ્યું, ‘હા, ભગવાને કહ્યું મોક્ષ થશે. આ જે આંબલી નીચે બેઠા છો, એના પાંદડા છે એટલા અવતાર થશે પછી તમારો મોક્ષ થશે.” “થશે ખરો, કહ્યું છેને, તે બહુ થઈ ગયું.’ તે મોક્ષ થવાનો એના આનંદમાં બહુ નાચ્યા પછી, ખૂબ નાચ્યા. એટલે મોક્ષ થશે જ. એની મહત્વતા છે. ક્યારે થશે એ પછી દેખ લેંગે.
કરે. એ સહુ સહુના લોભની વાત છે. બહુ લોભિયો હોય ને, તે જતાં જતાં કહેશે, ‘હવે ફરી આવવાનું નથી, તે પૂરાં કરી લો, થોડાક દહાડા કાઢીશું. ફરી જઈશું. ઉતાવળ શી છે ?” એમ કરીને. પણ એને મોક્ષે ગયે જ છૂટકો છે.
પ્રશ્નકર્તા: દાદા, સંસારના લોભની વાત કરો છો ?
દાદાશ્રી : ત્યારે બીજો કયો લોભ છે ? લોભ તો સંસારમાં જ હોયને ! પેલામાં તો લોભ હોય નહીંને ! લોભ તો રોગ છે, એ રોગ ક્યાં સુધી હોય ? જ્યાં સુધી મહીં પડી રહ્યો હોય ત્યાં સુધી.
પ્રશ્નકર્તા : એક અવતાર બાકી હોય એ કેટલા વર્ષનો ગણાય ?
દાદાશ્રી : એ તો મનુષ્યનો અવતાર હોય તો તે સો વર્ષનો હોય, બાસી વર્ષનો ય હોય. જે આવે એ બરોબર. આ દેવલોકોનો અવતાર હોય, તે લાખ-બે લાખ વર્ષનો હોય.
રખડી કોણ પડે ? પ્રશ્નકર્તા : બધા મહાત્માઓ કહે છે અમે મહાવિદેહ ક્ષેત્રમાં જવાનાને ?
દાદાશ્રી : કેટલાકને અહીં આવીને પછી જવાનું હોય એકાદ અવતાર કરીને. મહીં કંઈ હિસાબ બાંધેલો હોય તે આપી દેવો પડેને ! પણ જવાના ત્યાં. હિસાબ તો ચૂકવવો જ પડે. વચ્ચે આ જ્ઞાન લેતાં પહેલાં કંઈક એવું ખરાબ કર્મ બાંધી દીધું હોય એકાદ. એટલે એનો દંડ થયેલો હોય, તે દંડ તો ભોગવવો જ પડેને ! અને ભોગવી લે એ છૂટો. અવતાર એટલે દંડ.
પ્રશ્નકર્તા: એટલે જ્ઞાન લીધા પછી કોઈ રખડી પડે ખરો ? કાયમ માટે રખડી પડે જ્ઞાન લીધા પછી કોઈ ?
દાદાશ્રી : રખડી પડે ! જ્ઞાન પરિણામ પામે નહીં, પછી અર્થ ના રહ્યોને ! અવળું ચાલ્યું, અવળું જ. બધાનું અવળું જ બોલ બોલ કરે તો ?
પ્રશ્નકર્તા : પણ પગથિયાં ઊતરી પડીએ તો વધારે અવતાર થઈ જાયને ?
દાદાશ્રી : “દાદા, દાદા’ કરતાં આગળ ચાલ્યા જવું. કશાનો ભય રાખવાનો નહીં કે આમ થશે તો શું થશે ?
પ્રશ્નકર્તા : દરેક અવતારમાં મોક્ષનું લક્ષ તો રહે જ ને ?
દાદાશ્રી : હવે બહુ ક્યાં થવાના ? લક્ષ તો જોડે રહેવાનુંને ! મોક્ષ સ્વરૂપ જ રહેવાનું.
લોભિયો કેવો, મોક્ષ માટે ? બાકી અહીં જ મોક્ષ થઈ જવો જોઈએ. આ તો અક્રમ વિજ્ઞાન છે, એકાવનારી વિજ્ઞાન છે. પછી એક જ અવતાર બાકી રહે. કો'કને બે અવતાર થાય, કો'કને ત્રણ અવતાર થાય. જેટલો લોભ હોય એટલા વધારે અવતાર કાઢ્યા વગર છૂટકો જ નથી. પણ વધારે લોભ હોય તો દશ-પંદર