________________
ચારિત્રમોહ
૩૪૧
પ્રશ્નકર્તા : દાદા, ઉદયકર્મ એટલે શું અને ચારિત્રમોહ એટલે શું ? એ બેમાં તફાવત શું ?
દાદાશ્રી : ચારિત્રમોહ તો, જેને મોહ ગયેલો હોય તેને ચારિત્રમોહ કહેવાય. બીજું આખું જગત મોહવાળું જગત. એ બધું ઉદયકર્મ છે. પ્રશ્નકર્તા : એ ઉદયકર્મ એટલે શું ?
દાદાશ્રી : આપણે કરેલાં કર્મ ફળ આપવા સન્મુખ થયા તે.
પ્રશ્નકર્તા : એટલે મહાત્માઓને ગયા અવતારનાં ફળ આપવા આવે, એનું નામ ચારિત્રમોહ રાખ્યું. ઉદયકર્મને બદલે ? મહાત્માઓને તો આવવાના ને ? ગયા અવતારનાં ફળ !
દાદાશ્રી : મહાત્માઓને એ ઉદયકર્મ ન્હોય, એ ચારિત્રમોહ છે. જેને મોહ હોય એને, ઉદયકર્મ હોય. મોહ ના હોય તેને ઉદયકર્મ ના કહેવાય. ઉદયકર્મ તો માણસોને હોય, મહાત્માને ના હોય. મનુષ્યો બધાને ઉદયકર્મ હોય. સાધુ-સંતો બધાને. એ ફક્ત આપણા મહાત્માઓને ઉદયકર્મ ના હોય.
પ્રશ્નકર્તા : પણ ઘણી વખત અમે મહાત્માઓને મોંઢે ઉદયકર્મ, બહુ વખત સાંભળ્યું છે.
દાદાશ્રી : સાંભળેલું ચાલે નહીં ને ?! સમજવું પડે. ઉદયકર્મો તો તું ચંદુભાઈ થઈ જઉં ત્યારે શું થાય ? કોને ઉદયકર્મ હોય ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈને.
દાદાશ્રી : હું, શુદ્ધાત્માને ન જ હોયને !
એ કેવળ દર્શત !
જેવા પ્રકારનો ચારિત્રમોહ હોય તેવા પ્રકારનો આવે, કાયદેસરનો આવે કે ગેરકાયદેસરનો આવે, છતાં હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહે, એને કેવળદર્શન કહેવાય ! ભગવાનને ત્યાં કાયદેસર-ગેરકાયદેસર
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
નથી. આ અહીં લોકોને ત્યાં છે. ગાયો-ભેંસોને ત્યાંય કાયદેસર-ગેરકાયદેસર નથી. આ લોકોને અક્કલવાળામાં ત્યાં જ છે બધું. આ વ્યવસ્થા ગોઠવેલી છે, કે આવું કરીએ તો આપણે બધા સુખી થઈએ. એક અવતાર બધું આ કાયદેસર કરે કે ગેરકાયદેસર થઈ ગયું, એને જો ‘જોયા’ કરેને તો બધા અવતારની ખોટ જતી રહે. પછી રહ્યું શું ?
૩૪૨
ચારિત્રમોહ છે, બાકી કશું રહ્યું નથી. ‘હું કંઈ જ કરતો નથી’ એ ખ્યાલ નિરંતર રહેતો હોયને તો પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કશું જ કરવાની જરૂર નથી. એ રહે નહીં એટલો બધો. એટલું બધું માણસનું ગજું નહીં. એટલે ધીમે ધીમે થાયને આમ ? પહેલું આવું કરતાં કરતાં પહોંચાય એ પદ.
ઉપયોગપૂર્વક ડિસ્ચાર્જ, ત્યાં આનંદ !
પ્રશ્નકર્તા : આ ડિસ્ચાર્જ મોહ અને ડિસ્ચાર્જ એ જુદું પડી જાયને ?
દાદાશ્રી : બે જુદી વસ્તુ. ડિસ્ચાર્જ જ થયા કરવાનુંને પછી. પેલું ઉપયોગપૂર્વક ડિસ્ચાર્જ થયું અને પેલું ઉપયોગ વગર ડિસ્ચાર્જ થયું, એટલો ચારિત્રમોહ રહ્યો. હવે ચારિત્રમોહમાં જેટલો ઉપયોગપૂર્વક થાય એટલું છે તે પોતાનો લાભ, નહીં તો ચારિત્રમોહ તો એની મેળે વર્ત્યા જ કરવાનો. ઉપયોગ તે જાગૃતિપૂર્વકનો જોઈએ.
પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક જે ડિસ્ચાર્જ થાય અને ઉપયોગ વગર થાય, પોતાની મેળે થયા કરે એમાં ફરક શું ?
દાદાશ્રી : ઉપયોગપૂર્વક થાય તો લાભ થાય એને પોતાને. પુરુષાર્થ કહેવાયને ! ઉપયોગ એ પુરુષાર્થ છે.
પ્રશ્નકર્તા : અને ઉપયોગ વગર થાય તો એનું પરિણામ શું ?
દાદાશ્રી : કશુંય નહીં. પરિણામ, બીજું શું ? એને લાભ ના થયો. પુરુષાર્થ એટલો મંદ, એ જાગૃતિ ના રહી. દુકાને બેઠો પણ કશું કામ-ધંધો કર્યો નહીં. નુકસાન તો કામ-ધંધો ના કર્યો તેટલું જ. તેથી કંઈ કર્મ બંધાવાના નથી. કર્મ ચાર્જ નથી થતું. પણ પેલો ચારિત્રમોહ આનંદને બંધ કરે. ઉપયોગ હોય તો આનંદ રાખે. અમારો ચારિત્રમોહ બહુ ઓછો હોય,