________________
ચારિત્રમોહ
૩૩૯
૩૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
વીંટ્યું'તું તે જ નીકળે બહાર, સહજ, વગર મહેનતે. અને આ જ્ઞાનની પ્રાપ્તિ તો દુર્લભ કહેવાય. પણ હવે છેવટે ધોઈ નાખશોને ?
પ્રશ્નકર્તા: હા. રોજેય ધોવાતું જ જાય છેને આ? એક વખત તમે કહ્યું'તું કે હું કપડાં ધોતાં શીખવાડું, પણ મારાં કપડાં ના બગડે ?
દાદાશ્રી : એ તો હું પોતાનાં મારાં બગડે એવાં હોય તો શું કરવા શીખવાડું ?
આ ચંદુભાઈનો ચારિત્રમોહ નીકળે. એમને આ સ્થિતિમાં પણ ચારિત્રમોહ તો નીકળવાનો જ. આખો ચારિત્રમોહ જે ભરેલો છે, એ જોયા કરવાનો, એ ચારિત્રમોહ નીકળે. એટલે એ કોઈની જોડે ગુસ્સે થયા હોય, તે ઘડીએ અંદર સાવ જુદા હોય આનાથી કે આમ ન હોવું જોઈએ. તે બહાર ગુસ્સો હોય તેના કરતાં અંદર એ વધારે જોર હોય. એટલે એ છૂટા રહે છે. એટલે આ ચારિત્રમોહ શુદ્ધ થયો કહેવાય અને જોઈને જવા દીધો કહેવાય. એ જોઈને જાય ત્યારે શુદ્ધ થઈ જાય. અજાણપણે જાય એ શુદ્ધ ના કહેવાય.
ભરેલાતો કરો નિકાલ ! ચીડવાળો ચારિત્રમોહેય નીકળી જવાનો અને રાગવાળોય નીકળી જવાનો. તેને ‘જોવાના છે કે ચારિત્રમોહમાં શું શું નીકળે ? રાગ-દ્વેષનાં પરિણામવાળો માલ નીકળે, તેને આપણે જોયા કરવાનો. ચંદુભાઈએ કો’કને ટૈડકાવ્યો તેની પર તમને દ્વેષ ના થાય. વખતે ‘આમ ન હોવું ઘટે એમ કહો વખતે પણ દ્વેષ ના થાય. વૈષવાળો માલ નીકળે ત્યાં આપણે હાલી ઊઠીએ એ ચાલે નહીં.
પછી કોઈ કહેશે, મને ગામડે નહીં ફાવે. એ હજુ આગળ ફરીને નિકાલ કરવો પડશે. નહીં તો જો સહજાસહજ આવ્યું ને ઉકેલ લાવી નાખો કે ગયું મૂળમાંથી. મુંબઈવાળાને ગામડે શી રીતે ફાવે ? તમે તો બંગલામાં રહેલા. હું તો કોન્ટ્રાક્ટનો ધંધો કરનાર, તે અમને બધું ફાવે. એ પછી એને અસર નથી રહેતી. નાના ગામના મોટા માણસો હોયને, એને કહીએ કે ચાલીને જવું છે કે તમારે આ ટ્રેક્ટરમાં બેસીને આવવું છે ? ત્યારે કહેશે, આ ટેક્ટરમાં બેસી જઈએ. ચાલીને થાકવું શું કરવા ? અને તમે શું કહો કે ચાલીને જવું છે. કારણ કે બેઠેલા જ નહીંને આમાં અને અમે તો ગાડામાં બેઠેલા, ડમણિયામાં બેઠેલા, અમે બધાય વેશમાં ફરી આવ્યા. અમારે કોઈ વેશ બાકી નહીં રહેલોને ! અને તેય નિકાલ લાવવો જોઈએને ? અવળું આવ્યું હોયને તોય નિકાલ લાવી દેવો.
પ્રશ્નકર્તા : ના, આ ટ્રેક્ટર તો સગવડ કહેવાય. અગવડ ન કહેવાય.
દાદાશ્રી : ના ગમતું આવ્યું છે. ના ગમતાનાં પરિણામ અને ગમતાનાં પરિણામ, બે જાતનાં પરિણામ છે. તે ચારિત્ર મોહનીય છે.
ન હોય ઉદયકર્મ મહાત્માઓને ! પ્રશ્નકર્તા: આપે એક જગ્યાએ કહ્યું હતું કે આપણા મહાત્માઓને ઉદયકર્મ ના હોય, એને ચારિત્રમોહ હોય.
દાદાશ્રી : કારણ કે આમને(મહાત્માઓને) ચારિત્રમોહનો ઉદય હોય. અને પેલા લોકોને મૂળ મોહનો ઉદય હોય. આ આપણો ચારિત્રમોહ છે અને પેલો એનો મોહ છે. એનો મૂળ મોહ છે.
ચારિત્રમોહને જોયા કરવાનું ક્યારે બને ? જગત વિસ્મૃત હોય ત્યારે. જગત વિસ્મૃત ક્યારે બને ? તો એ જ્ઞાની પુરુષના ટચમાં ને ટચમાં રહીએ ત્યારે, પેલા બધા ભૂંસાઈ જાય, ચોપડા. ટચ એટલે કાયમ આખી જિંદગી નહીં, પણ અમુક કાળ સુધી ટચમાં રહ્યા એટલે ભૂંસાઈ જાય બધું. ભૂંસાઈ ગયા પછી ફરી ઊભું ના થાય.
પ્રશ્નકર્તા : અમુક એટલે કેટલો ?
દાદાશ્રી : જ્યાં સુધી ભૂંસાયું ના હોય ત્યાં સુધી. કોઈના ચોપડા મજબૂત હોયને ? એને વધુ ટાઈમ લાગે. જરા મોળા ચોપડા હોય તો ઓછું લાગે.
બાકી આ ચારિત્રમોહ જોયા કરવાનો, બીજું કશું કરવાનું નથી. જોયા કરવામાં તકલીફ કોઈ જાતની હોતી નથી. ઓછી કંઈ તકલીફ હોય છે ?