________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૩૦૧
૩૦૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ટેકાણા નથી તેથી આ અનુભવ એને ફીટ થતો નથી. એણે એવું સાંભળ્યું હોય, “જે બન્યું એ જ કરેક્ટ', દાદા કહેતા'તા, તો એને એવું બની જાય તો પેલું ટેકાજ્ઞાન એને કામ લાગે તો અનુભવ થાય.
પ્રશ્નકર્તા એટલે આ વાક્ય ટેકાજ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : ટેકાજ્ઞાન તો આપણે નામ પાડ્યું. બાકી એનું મૂળ હશે પેલું જ્ઞાન. એ આ હોય તો અનુભવ થાય. તેથી અમે વાતો કરીએને બધી આવી બધી.
પ્રશ્નકર્તા : હવે એની પાસે દર્શનમાં શું હતું તે ઘડીએ ? દાદાશ્રી દર્શન તો છે હજુ. દર્શનની જાગૃતિ પૂરી છે. પ્રશ્નકર્તા : આજે દર્શનમાં કઈ વિગત છે એની પાસે ?
દાદાશ્રી : દર્શનમાં એને પોતાને જાગૃતિવાળું દર્શન છે અને તે પ્રતીતિ છે એ. દર્શન એટલે પ્રતીતિ, પછી બીજું કશું જોઈએ નહીં.
પ્રશ્નકર્તા : એટલે ‘શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ ?
દાદાશ્રી : એ બધું ય, ‘હું શુદ્ધાત્મા છું', આ શું છે? તે શું છે? બધી ય એને પ્રતિતી હોય. પણ આને અનુભવ ના થવા દે, ટેકાજ્ઞાન સિવાય. ‘ભોગવે એની ભૂલ' સાંભળ્યું ને પછી છે તે જ્યારે ભોગવવાનું થાય ને ત્યારે એને અનુભવ થઈ જાય કે ભૂલ તો આપણી જ છે. ખરેખર વાત સાચી છે. પણ એવી વાત સાંભળી ના હોય તો ? ફીટ ના થાય. તે ઘડીએ બુદ્ધિ જોર કરે કે હવે આવું આ ન્યાય કહેવાતો હશે ? એટલે ટેકાજ્ઞાન અમારી પાસે સાંભળ્યું હોય તો બહુ હેલ્પ કરે. એ તો જોડે બેસ બેસ કર્યા હોય, તે સાંભળે. આ ભોગવે એની ભૂલ તો આ અજ્ઞાની માણસો ય પકડી લેને, તોય એનું ગાડું ચાલુ થઈ જાય. અને પછી અનુભવ થાય કે ના, વાત સાચી છે. એને હઉ અનુભવ થાય. એ વ્યવહારમાં અનુભવી કહેવાય બધા અને આમાં આત્માના અનુભવી. ‘ભોગવે એની ભૂલ’ એટલે એને કશી ભૂલ થઈ ગઈ એટલે તરત જ આ શબ્દો યાદ આવે
એટલે પછી તરત હિસાબ કાઢે કે ઓહોહો ! મારા હાથમાં શું હતું ? આ તો કંઈક હિસાબ જ હતો લાગે છે. તો પછી અનુભવ જ્ઞાન થઈ ગયું એને.
પ્રશ્નકર્તા : એટલે આત્માની જાગૃતિ છે, પણ આત્માનો અનુભવ થવા માટે આ ટેકાજ્ઞાનની જરૂર છે.
દાદાશ્રી : “હું આત્મા છું’ એ તો અનુભવમાં આવેલું જ છે ને ! દેહાધ્યાસનો અનુભવ તૂટ્યો ને આ આવ્યો.
પ્રશ્નકર્તા : આ પ્રતીતિરૂપે આવ્યો છે ને ?
દાદાશ્રી : ગમે તે રીતે, પણ છે ને અનુભવ ? હવે તો આ આગળનો અનુભવ તો જ્ઞાન પ્રગટ થવાને માટે છે. એક ફેરો અનુભવમાં આવી ગયું એટલે પછી કાયમને માટે જ્ઞાન પ્રગટ થઈ ગયું.
પ્રશ્નકર્તા એટલે એવી રીતે પ્રસંગે પ્રસંગે નવા જ્ઞાનની જરૂર પડે ખરી ? દરેક જુદા જુદા પ્રસંગે ?
દાદાશ્રી : હા, એ તો જોઈએ જ ને ! બધું જોઈએ તો ખરું ને પણ ? જેટલા પ્રકારનાં જ્ઞાન એટલા પ્રકારના પર્યાય બધા.
પ્રશ્નકર્તા : આપે પેલું કહેલું કે દરેક ગૂંચની પાછળ અજ્ઞાન હોય છે. એટલે એ ગૂંચના સોલ્યુશન માટે કંઈક જ્ઞાનની જરૂર હોય જ છે. એ દરેક વખતે જુદું જુદું એટલે એ જ્ઞાન પ્રગટ થવાની વાત છે ને ?
દાદાશ્રી : હં. અનુભવ પ્રમાણ આત્મા. હવે તમારો અનુભવ વધતો જશે, તેમ તમારો આત્મા પ્રગટ થતો જશે. આત્મા કેટલો પ્રગટ થયો ? ત્યારે કહે, અનુભવ પ્રમાણ !
અનુભવ કોને ? પ્રશ્નકર્તા: આત્માનુભવ કોને થાય છે? આમાં અનુભવ કરનાર કોણ ?
દાદાશ્રી: ‘પોતાને જ થાય છે. આ અજ્ઞાનથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી તે જતી રહે છે ને અસ્તિત્વપણું પાછું ઠેકાણે આવી જાય છે. ‘હું