________________
અનુભવ - લક્ષ - પ્રતીતિ
૨૯૯
૩%
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એ ઉદયકર્મને આધીન ધક્કો વાગે ને છૂટી જાય પાછું. તે ઘડીએ “ચેત’ કહેને ! પછી ત્યાં આગળ લાવે પાછું. ચેતવનાર છે ને પણ, ‘ચેત’ ના કહે તો કાચું પડી જાય.
પ્રશ્નકર્તા : બરાબર છે. પણ આ મૂળ સ્ટેજ ના કહેવાયને !
દાદાશ્રી : મૂળની ક્યાં વાત રહી, એ તો ચેતવનાર ના હોય તો કાચા પડી જઈએ. મૂળ સ્ટેજ આવ્યા પછી કશું કરવાનું રહેતું ય નથીને !
જ્ઞાતા-દ્રષ્ટામાં જેટલું રહેવાય છે એટલું રહે છે. બીજી અડચણોને લીધે નથી રહેવાતું. તો પણ ચેતવીનેય પણે ત્યાં પાછાં અવાય છે. બીજા અંતરાયો હોયને ! બાકી જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા પછી અંતરાય ના હોય. તેને તો કશું બાકી જ નથીને ! અંતરાય હોય તેને ચેતવાનું.
પ્રશ્નકર્તા : આ જે ચેતવવાની સ્ટેજ છે ને, એ લોંગ ટાઈમ સુધી ચાલે છે. મૂળ વસ્તુ જુદી છે, તેમ છતાં એ ચાલ્યા જ કરે છે.
દાદાશ્રી : એ ચાલ્યા કરે. એ ચાલ્યા કરવાનું છે. તેમાં આપણે વધારે જોર કરવાનું છે ને ! અવળું છે એને સવળું કરવાનું છેને !
પ્રશ્નકર્તા હવે આમાં પોતાનામાં તન્મયાકાર એને પોતાને થવું છે. તો એનાં બધાં બારણાં બંધ થઈ જાય છે. જે પોતાનું જ્ઞાન જાણવાનું છે, તે ટોટલી ક્લોઝ થઈ જાય છે. આગળની સ્ટેજમાં નથી અવાતું.
દાદાશ્રી : એવું છે, બીજી પ્રતીતિ બેસે એવી નથી, એ જ પૂર્ણાહુતિ. પ્રતીતિની પૂર્ણાહુતિ કરવાની છે. બીજી કશી પૂર્ણાહુતિ કરવાની નથી. આ આચાર-બાચારની પૂર્ણાહુતિ કરવાની નથી. અને પ્રતીતિ બીજી નહીં બેસે ! એટલે મહીં છોને માથાકૂટ કરતો હોય, તેય જો જો કર્યા કરવું. બુદ્ધિને ના પેસવા દેવી, નહીં તો બુદ્ધિ માણસને જંપવા દેતી નથી.
પ્રશ્નકર્તા : બુદ્ધિ તો બહુ હેરાન કરે છે.
દાદાશ્રી : હા, એ પ્રતીતિનાં બારણાં વાસી દે. પ્રતીતિના દરવાજા બંધ કરાવી દે. નહીં તો હવે બીજી કંઈ પ્રતીતિ બેસે એવું છે જ નહીં. પછી એથી વધારે શું જોઈએ તે ?
આત્માની આરાધના એ તો નિરંતર અનુભવવાની વસ્તુ છે. આત્માનો અનુભવ તો નિરંતર રહેતો જ હોય. મહીં ચેતવે છે તે જ આત્મા. ચેતવે છે ખરો ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પહેલાં કોઈ ચેતવતું ન હતું, તે અજ્ઞાન હતું. હવે મહીં ચેતવે છે, “એય, આમ આમ'. ચેતવે છે ને ?
પ્રશ્નકર્તા : એમાં લોભ એક રહે છે તે પ્રત્યક્ષ જોવો છે.
દાદાશ્રી : હૈ ? એ અક્ષવાળી જોવાની ચીજ ન હોય. અક્ષ એટલે આંખથી. એ આંખથી દેખાય એવી ચીજ નહીંને ? એ અનુભવી શકશો. આ સાકર જો તમારા મોઢામાં મૂકશું એટલે તમે કહો, હવે સમજાઈ ગયું. બસ, છેવટે સમજી જવાની જરૂર.
પ્રતીતિ બેસે, એનું નામ જોયો. આમ આંખથી નહીં પણ પ્રતીતિ બેસે, પછી લક્ષ બેસે, એનું નામ જાણ્યો. અને પછી વીતરાગતા રહે, એનું નામ અનુભવ. એટલે પહેલે દહાડેથી જ પ્રતીતિ બેસી જાય છે, તે ઘડીએ જોઈ લીધો હોય છે આત્માને તો !
ટેકાાત વિતા તહીં પૂર્ણાહુતિ ! પ્રશ્નકર્તા : પ્રતીતિ રહે છે, પછી એ અનુભવ માટે ત્યાં ખૂટે છે શું?
દાદાશ્રી : એ જે દશા થઈ રહે, એના માટે જરૂરિયાત જે જ્ઞાન છે એ ખૂટે છે. જરૂરિયાત એટલે ટેકાજ્ઞાન, આ બધી વાતો હું કહું છું ને એ બધું ટેકાજ્ઞાન કહેવાય. એના આધારે બધું તમને અનુભવ પ્રાપ્ત કરાવે.
પ્રશ્નકર્તા એટલે એ ટેકાજ્ઞાનમાં જ્ઞાનકળા અને બોધકળા એ વસ્તુ આવે.
દાદાશ્રી : ટેકાજ્ઞાન તો આપણે શબ્દ આપ્યો. બાકી ટેકાજ્ઞાન જેવું હોતું નથી, પણ એ તમને હેલ્પ કરે. અનુભવ થવામાં આ જ્ઞાન ખૂટે છે.
પ્રશ્નકર્તા : એટલે દર્શન પૂર્ણતાવાળું છે પણ વચ્ચે આ ટેકાજ્ઞાનની જરૂર છે.