________________
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : હા, પરિણામમાં જ વ્યવસ્થિત રાખવાનું, ઠેઠ સુધી પકડી રાખવાનું. ફક્ત તમારે એમ નહીં કહેવું જોઈએ, કે આ બધું વ્યવસ્થિત ચાલ્યા કરે છે, એવું ના બોલવું. એ ચંદુભાઈના મન-વચન-કાયા જે કાર્ય કરતા હોય ને તો એને કરવા દેવું કે તમે તમારે કરો કહીએ. ખરેખર પોતે કર્તા નથી.
કરવું, ના કરવું તે પૂછવું, બધો અહંકાર !
પ્રશ્નકર્તા : આ ફાઈલ નં.૧ જે છે એ સંપૂર્ણ વ્યવસ્થિતના તાબામાં જ છે ને ?
૧૬૮
દાદાશ્રી : વ્યવસ્થિત સમજ્યા પછી વ્યવસ્થિતના તાબામાં. વ્યવસ્થિત સમજાયેલું ના હોય તેને વ્યવસ્થિતના તાબામાં નથી.
પ્રશ્નકર્તા : તો દાખલો આપીને સમજાવો, કેવી રીતે ?
દાદાશ્રી : આપણા મહાત્મા વ્યવસ્થિત સમજ્યા છે એમને વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે. જગતનું લોક વ્યવસ્થિતના જ્ઞાનને સમજતું ન્હોતું એટલે એમને વ્યવસ્થિતના તાબામાં નથી અને આ તો વ્યવસ્થિતના તાબામાં છે આપણા મહાત્માઓ.
પ્રશ્નકર્તા : મારી આગળ કોઈ બે-ચાર છોકરા ચાલતા હોય, અને રસ્તો ધૂળવાળો હોય, અને છોકરા પગથી ધૂળ ઉડાડતા હોય, અને હું પાછળ પાછળ આવતો હોઉં, તો શું એ વ્યવસ્થિત છે ?
દાદાશ્રી : તો શું અવ્યવસ્થિત છે ?
પ્રશ્નકર્તા : તો મારે એને કહેવાય નહીં કે કેમ ઉડાડે છે એવું ? દાદાશ્રી : ના કહે તે ય વ્યવસ્થિત અને કહે તો ય વ્યવસ્થિત.
પ્રશ્નકર્તા : પણ કહેવું કે ના કહેવું ?
દાદાશ્રી : કહો તો ૫ વ્યવસ્થિત. ના કહો તો ય વ્યવસ્થિત. ના કહો તો એક પ્રકારનો અહંકાર છે, કહો તો ય એક પ્રકારનો અહંકાર
આપ્તવાણી-૧૧
૧૬૯
છે. બધું વ્યવસ્થિત છે. ના કહો તો બીજા પ્રકારનો અહંકાર છે, કે આપણે સહન કરી લો.
પ્રશ્નકર્તા : પણ મૂળ તો છે એક જ વસ્તુ. બધું વ્યવસ્થિત જ છે. દાદાશ્રી : હા, વ્યવસ્થિત જ છે. પણ વ્યવસ્થિત કહેવું તો બન્યા પછી કહેવું. નહીં તો આપણા લોકો શું કરે ? દવા બરોબર ના કરાવે. દવા તો બરોબર કરવાના છે. પણ ભાવ બગાડે, કે હવે જે વ્યવસ્થિતમાં હશે તે દવા થશે. અલ્યા, માંદુ-સાજું હોય ત્યાં સુધી આવું ના બોલાય. દવા આપણે ફુલ જોસથી કરવાની, વ્યવસ્થિત જેવી વસ્તુ જ નથી, એમ માનીને કરવાની.
પ્રશ્નકર્તા : પછી પરિણામ આવે તે સાચું.
દાદાશ્રી : પછી આવી દવાઓ કરતા, મહેનત કરતાં, બધુ જ કરતાં જો પછી એકદમ ઓફ થઈ જાય, તો વ્યવસ્થિત કહીને રડારોડ નહીં કરવાની.
પ્રશ્નકર્તા : કહેવું તે ય અહંકાર છે ને ના કહેવું તે ય અહંકાર ? ત્યારે શું કરવું ?
દાદાશ્રી : કરવું શું પૂછે છે, તે ય અહંકાર છે !
વ્યવસ્થિત કહેતાં બંધ સંકલ્પ-વિકલ્પ !
આ એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. મેં જોયેલું છે. તમારાં પ્રયત્નો ય તેવાં થશે. પણ આ શેને માટે ચેતવણી આપવી પડે છે ? કેટલાંક માણસો આ પ્રયત્નો મોળા પડી જાય એવું કરી નાખે છે. ભાવના મોળી કરી નાખે છે કે, ‘વ્યવસ્થિત’ છે ને, હવે શું વાંધો છે ? એટલે પછી ધંધા પરે ય જાય નહિ. આમ વ્યવસ્થિત બોલાય નહિ. જ્યારે જરુર પડે ત્યારે જ ‘વ્યવસ્થિત’ બોલાય. નહિ તો ‘વ્યવસ્થિત’ કહેવાય જ નહિ.
પ્રશ્નકર્તા ઃ બન્યા પછી ‘વ્યવસ્થિત’.
દાદાશ્રી : હા, બન્યા પછી વ્યવસ્થિત. એટલે આપણને સંકલ્પ