________________
૧૩)
૧૭૧
આપ્તવાણી-૧૧
પોલ ન ખપે, તક્કી કરવામાં !
આપ્તવાણી-૧૧ વિકલ્પ ના થાય કે આવું કેમ થતું હશે ?! વ્યવસ્થિત છે કહ્યું એટલે પછી સંકલ્પ-વિકલ્પ બંધ થાય એ છૂટી ગયું.
એટલે મોટેલને રંગવી પડે, બધુ કરીને તૈયારી કરીને રાખી અને પછી ઘરાક ના આવ્યા, એ વ્યવસ્થિત. અને ગ્રાહક વધુ આવ્યા તે વ્યવસ્થિત. પણ મોટેલ જ બગાડી નાખો વ્યવસ્થિત કહીને, એવું ના હોય, વ્યવસ્થિતનો ઊંધો અર્થ ના થવો જોઈએ. વ્યવસ્થિત એક્કેક્ટ વ્યવસ્થિત જ છે. તમને સમજાઈ વાત ? બીજું બધું પૂછો, બધું જે પુછવું હોય એ પૂછો.
જ્ઞાની પણ મારે ઘરને તાળું !
પ્રશ્નકર્તા : વારે ઘડીએ કહો છો કે વ્યવસ્થિત તો સમજ્યા નથી.
દાદાશ્રી : જો સમજ્યા હોત તો તે જુદું, પણ ‘વ્યવસ્થિત સમજવાની જરૂર છે” એમ હું કહું છું.
પ્રશ્નકર્તા : આપણે અમદાવાદ જવા નીકળ્યા અને એક ભાઈ નડીયાદ રહે છે. આ ભાઈ કહે છે, એ ભાઈને નડીયાદ મળતા જઈએ અને એ ભાઈને મળ્યા. એ ભાઈ કહે છે આજનો દહાડો રહો. તો એ સમજીએ કે આ વ્યવસ્થિત ?
દાદાશ્રી : એનું નામ વ્યવસ્થિત. પ્રશ્નકર્તા : પણ નક્કી તો કરવું પડે ને કે અમદાવાદ જવાનું છે ?
દાદાશ્રી : નક્કી કરેલું હોય તો ય પછી ફરી જાય છે. પણ નક્કી કરવું પડે. ફરી જાય એ વસ્તુ જુદી છે. પોલું ના રખાય. તો ય જો પોલું રાખતો હોય તો ટિકિટ અમદાવાદની લે જ નહીં ને !
પરિણામ પૂર્વે જ બોલાય વ્યવસ્થિત !
ઘેર કોઈ હોય નહીં અને અમે ઘરમાંથી બહાર નીકળીએ, તો ‘વ્યવસ્થિત’ અમે સમજીએ છીએ, એમાં કંઈ ફેરફાર થાય નહીં. એટલે બારણું ખુલ્લું મૂકીને ચાલ્યા જઈએ. તો વાંધો આવવાનો નથી. પણ જોડે જોડે વિવેકમાં ભૂલ થાય છે. કારણ કે બારણું ખુલ્લું મૂકીને અમે ગયા એટલે પેલા આવતા-જતા માણસના મનમાં એમ લાગે કે આ ઘરમાં કોઈ નથી, માટે પેસી જવા જેવું છે. એટલે આ ભવમાં તો કશું લેવાનો નથી. પણ એ ભાવ બાંધે તે આવતા ભવમાં પેસી જાય. એટલે મારે આવડું તાળું વાસીને નીકળવાનું. એટલે ભાવ એના બગડે નહીં. મારા નિમિત્તે એના ભાવ બગડે તો જોખમ મારું જાય. હવે બારણાને તાળું વાસીને નીકળું. એને લોક મને શું કહે કે, ‘તમને ય વ્યવસ્થિત ઉપર ક્યાં શ્રધ્ધા છે ?” મેં કહ્યું કે, “જો આવી રીતે છે.” ત્યારે એ સમજે એટલે હું બારણે તાળું આવડું મોટું મારી, કૂંચી લઈને પછી નીકળું. કારણ, નહીં તો એનું મન ખુલ્લું રહે, એ ભાવ કરી નાખે કે અહીં આગળ હવે પેસી જવા જેવું છે.
પ્રશ્નકર્તા: પણ એનો દોષ આપણને લાગે, જો આપણે બારણું ખુલ્લું રાખ્યું હોય તો ?
દાદાશ્રી : આપણને જ લાગે ને ! આપણે જ એને બિચારાને સ્કોપ આપ્યો, માટે આપણે જવાબદાર છીએ. આપણે સ્કોપ જ આપવો નહીં. એટલે આવડું તાળું મારીને અમે નીકળીએ. એટલે બધું વિજ્ઞાન છે આ તો ! આખું વિજ્ઞાન જ સમજે ને તો આખી લાઈફ બહુ સુંદર જાય.
પાંચ વાક્યો યાદ રહે અને પાંચ વાક્યોનું જો લખે એમાં બધું આવી ગયું.
પ્રશ્નકર્તા : અને પાછું બધું વ્યવસ્થિત છે.
દાદાશ્રી : હા. બધું વ્યવસ્થિત છે. પણ ‘વ્યવસ્થિત છે” એમ બોલાય નહીં. બોલાય ક્યારે, આપણને કોઈ કહેશે, પ્લેન હવે આવવાનું છે અને એ આ બોંબ પડવાનો છે. ત્યારે કહેવું. વ્યવસ્થિત, એમ કરીને સૂઈ જવાનું. એ નિર્ભય થઈ જવાય અને છે વ્યવસ્થિત. પણ આપણી બાબતમાં હમણે કહીએ, કોર્ટ જવાનું હવે વ્યવસ્થિત હશે તે જોઈ લઈશું. એ ના, એવું ના બોલાય. કોર્ટમાં જવું પડે આપણે.
પ્રશ્નકર્તા : પણ એ જે કહે છે જોઈ લઈશું, એ એના હાથમાં