________________
આપ્તવાણી-૧૧
૨૫૧ આપણને મેમરીને લેવાદેવા નહીં, મેમરી તો આપણને અહીં આગળ જ્ઞાનમાં વિસ્મૃત થવી જોઈએ. સ્મૃતિ છે તે વિસ્તૃત થવી જોઈએ.
પ્રશ્નકર્તા : પણ ભૂતકાળ તો કાયમ વંચાય જ ને. ભૂતકાળ તો કાયમ કોઈ પણ પગલું મૂકાય કે કોઈ પણ વર્તમાનની જે પરિસ્થિતિ આવે, એના ઉકેલ માટે પણ ભૂતકાળ તો જોઈએ જ ને ? એટલે મેમરી પર જ આખું આવે ને ?
દાદાશ્રી : હા, પણ એ તો મેમરી છે જ. એ મેમરી પર બધું ચાલે જ છે જગત. પણ તે રિલેટીવ વસ્તુ છે. આપણે રિયલની વાત કરીએ છીએ. આ રિલેટીવ વસ્તુ બધી મેમરી પર ચાલ્યા કરે છે. વર્તમાનમાં સુખ ભોગવો તો વર્તમાનમાં ગુનો ના થાય કશો. અમે વર્તમાનમાં ના રહીએ ને તો અમને એવું પાછલી યાદગીરી આવે ભૂતકાળની. એ કેવું સરસ ત્યાં આગળ જાત્રામાં કેવું ફરતા'તા ને કેવી મઝા કરતા'તા ને આ શું ને આમ તેવું, એવું બધું યાદ આવે તો શું થયું ?
પ્રશ્નકર્તા : ડખોડખલ.
૨૫૨
આપ્તવાણી-૧૧ જગત આખું છે તે ભવિષ્યકાળમાં વાગોળે છે કે ‘આમ થશે, તેમ થશે.” કેટલાક ભૂતકાળને વાગોળે છે.
પ્રશ્નકર્તા : ભૂતકાળમાં વાગોળે, વર્તમાનમાં જેની પાસે નથી હોતું, એ ભૂતકાળ વાગોળે છે. તે અમારે તો આમ, અમારા બાપ-દાદાને ત્યાં આમ હતું, આમ હતું, ને અત્યારે પાછલું સંભારીને આનંદ કરે.
દાદાશ્રી : એ તો વર્તમાનકાળની નિર્બળતા ઢાંકવા માટે, ભૂતકાળની વાતો કાઢે બધી. બધાને કહી દેખાડે કે અમારા બાપ તો છત્રપતિ શિવાજી કુટુંબના આમ ને એવી બધી વાતો કાઢે બધી. રાણા પ્રતાપના વંશના અમે આવું બધું એની મેળે કહે કહે કરે. રાણા તો ગયા, હવે તું શું રાણો છું, તે કહે ને ! પણ એ તો એવા માણસ હોય ને તેને આપણે સમજી શકીએ કે આ નિર્બળ માણસ છે. પોતાનું લાઈટ જ નહીં, પારકા દાદાનું લાઈટ ચઢાવીને ફરે છે, એ શું કામનું? પોતાનું લાઈટ હોવું જોઈએ ને ? પણ લોકો તો એનાં આધારે જ જીવી રહ્યા છે. નહીં તો એ જીવે શા આધારે ? જીવવાનું સાધન નથી રહ્યું. તે એના આધારે જીવી રહ્યો છે. આપણે એને એવું છોડાવી ના શકીએ. પણ આપણે એને એ ના કરી શકીએ, આપણે એની નોંધ નહીં કરવાની. એ તો બધી જાતનાં લોક હોય !
આપણે તો ભૂતકાળના જ્ઞાતા-દ્રષ્ટા રહો એટલે ભૂતકાળની કંઈ સ્મૃતિ આવી હોય, તો એના જ્ઞાતા-દ્રષ્ટા રહો કે ‘ભઈ, આ આમ કહે છે, તેમ કહે છે. હવે આ અર્થ વગરનું છે, એની પર કંઈ સહી કરવા જેવું નથી. જોવા જેવું છે ને જાણવા જેવું છે. અને શું કહે છે ને શું નહીં ? તેના પરથી તો આપણને જડે કે શેના રાગ હતા ને શેના દ્વેષ હતા.
વર્તમાન વર્તે તે જ ટેન્ટ મુક્ત ! તમારે ક્યો કાળ રહ્યો ? પ્રશ્નકર્તા : વર્તમાન.
દાદાશ્રી : અત્યારે જલેબી ખાતા હોય, લાડવા ખાતા હોય તો જમો નિરાંતે. પછી વર્તમાનમાં ભોગવો જે આવ્યું હોય તે. ચા રોફથી પીવો. હું શું કહું છું? કે વર્તમાનમાં રહેતાં શીખો એટલે શું કે મોંઘા ભાવની
દાદાશ્રી : માટે વર્તમાનમાં રહો.
પ્રશ્નકર્તા : એ વિસારે કેવી રીતે પડે બધાને? આજે મારો ભૂતકાળ છે તે આજે એને બહાર મૂકવા માટે શું કરવાનું ? એ તો મેમરી ઉપર જ જશે ને ? કે આજે જ્ઞાની થયા પછી પણ ભૂતકાળ તો એનો ખુલ્લો થવાનો ને ?
દાદાશ્રી : આ રીલેટીવમાં તો ભૂતકાળનું આલંબન લઈને ચાલ્યા જ કરે છે બધું ?
ભૂતકાળના સરવૈયાંરૂપે જ આ વર્તમાનકાળ હોય છે. એટલે ભૂતકાળ તમારે કશો યાદે ય ના કરવો પડે. તમારી છોડીનો વિવાહ કર્યો તો એ ભૂતકાળ તમારા સરવૈયારૂપે આ જ વર્તમાનમાં હોય જ તમારી પાસે એટલે તમારે કશું જ કરવાનું નહીં, વર્તમાનમાં રહો. શું શર્તો કરી હતી શું એ બધું નક્કી કરેલું, બધું તમારા વર્તમાનમાં હોય જ. ભૂતકાળ તો હંમેશા ય પડી જ જાય છે. ભૂતકાળ ઊભો રહેતો નથી, પડી જ જાય છે.