________________
૨૪૯
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : જે રસ્તે હું આવ્યો, તે જ રસ્તો શીખવાડું છું.
ઓફિસમાં સાહેબે ચાર વાગે કંઈ કામ સોંપ્યું હોય કે આનું એકસ્ટ્રેક્ટ જરા કાઢી આપોને. ત્યારે વચ્ચે મહીં મન બોલ્યું, રાતે હોટલમાં કેવી મજા આવી હતી એવું બોલ્યું એટલે ચિત્રપટે ય થાય નહીં. એવિડન્સ ઊભો થાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : બગડી જાય કામ.
દાદાશ્રી : હા, પણ પછી એ વાતનો એકસ્ટ્રેક્ટ નીકળે નહીં. એના એ જ સાહેબ પછી બુમો પાડે. જો ગૂંચાઈ ગયો છેને ભવિષ્યની ચિંતામાં, ભૂતકાળમાં ખોવાઈ ગયો ને !
પ્રશ્નકર્તા : હા, ખોવાઈ ગયો.
દાદાશ્રી : એટલે આવું છે. અમે જે જ્ઞાન આપ્યું છે કે, વર્તમાનમાં રહો, ભૂતકાળમાં નહીં. કોઈ ભૂતકાળ હેલ્પ નહીં કરી શકે. નુકસાન જ કરશે. અમે વર્તમાનમાં રહીએ છીએ.
આ સ્ત્રીઓ રસોઈ કેમ કરી શકે છે ? સ્ત્રીઓ દોઢ કલાકમાં બધી રસોઈ બનાવી દે. અને આપણે બનાવો જોઈએ !
પ્રશ્નકર્તા : ના બનાવી શકે.
દાદાશ્રી : કારણ કે એ વર્તમાનમાં રહી શકે છે. અને આ પુરુષ તો ચંચળ સ્વભાવનો, મન જાતજાતની બૂમો પાડે અને એમને જ્યારે આવું કંઈક દેહની મુશ્કેલી થાય, ત્યારે કહેશે, ‘તું સૂઈ જા. તારી તબિયત બરોબર નથી.’ અને આપણે દાળ બનાવીએ તો દાળ બગડી જાય. દાળ બગડેલી સુધારવા જાય તો વધારે બગડે.
એટલે તમે વર્તમાનમાં રહો. સત્સંગ ચાલતો હોય, પછી સત્સંગમાં રહેવું.
અહીંથી સ્ટેશને ગયા અને ગાડીએ જવું હતું, બહુ ઉતાવળ હતી, આજની તારીખનો કેસ હતો, છતાં ગાડી હાથમાં ના આવી ને ગાડી
૨૫૦
આપ્તવાણી-૧૧ ચૂક્યા તો ચૂક્યા. એ થઈ ગયો ભૂતકાળ અને ‘કોર્ટમાં શું થશે ?” એ ભવિષ્યકાળ એ વ્યવસ્થિત'ના તાબામાં છે. માટે આપણે વર્તમાનમાં વર્તો ! અમને તો આવું પૃથ્થકરણ તરત જ થઈ જાય. તમને જરા વાર લાગે. અમને ‘ઓન ધી મોમેન્ટ’ બધું જ્ઞાન ત્યાં આગળ હાજર થઈ જાય.
પ્રશ્નકર્તા: આપ જે કહો છો એ તો ભૌતિક વિજ્ઞાનમાં અને વૈદકીય શાસ્ત્રમાં પણ એ જ કહે છે કે બધા રોગનું મૂળ, ‘માણસ વર્તમાનમાં જીવતો નથી’ એ છે.
દાદાશ્રી : બસ, આપણે એટલું જ કહેવા માંગીએ છીએ. ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત'ના તાબામાં છે.
પ્રશ્નકર્તા : પછી તો બધા ય મનોવૈજ્ઞાનિકો એ કોશિષ કરે છે કે, માણસ વર્તમાનમાં જીવતો થાય. ભૂતકાળની સ્મૃતિઓમાં રાચતો અટકે અને ભવિષ્યકાળની ચિંતાઓ કરતો બંધ થાય, તો એનું કલ્યાણ થાય.
દાદાશ્રી : હા, આપણે એ જ કરીએ છીએ. બીજું કશું નહીં. અમે વર્તમાનમાં રહીએ છીએ. અને તમને વર્તમાનમાં રહેવા માટેનાં બધા રક્ષણો આપ્યા છે. અમે વગર રક્ષણે રહીએ છીએ. અને તમને રક્ષણો આપ્યાં છે.
પ્રશ્નકર્તા : દાદા ભૂતકાળને મેમરી સાથે કનેકશન ખરું કે નહીં ? અને મેમરી તો નેચરલ ગીફટ છે. એવું કહીએ છીએ ને ?
દાદાશ્રી : ના, ના. ગીફટ એટલે આમ કોઈ ઈનામ આપી દે એવું નથી, નેચરલ ગીફટનો કહેવાનો ભાવાર્થ શો છે ? કે એના રાગ-દ્વેષ જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં એને મેમરી હોય જ. હવે રાગદ્વેષ કેટલાક લોકોને શાસ્ત્રોમાં ના હોય અને બીજી જગ્યાએ હોય. તે શાસ્ત્રો વાંચ વાંચ કરે તો ય યાદ ના રહે. એટલે પછી એને ડફોળ કહે. બીજી પાર વગરની મેમરી હોય એને. પણ બીજી કામ લાગે નહીં ને, લોક તો ડફોળ જ કહે ને ? અને અહીં શાસ્ત્રોમાં આપણે તો શિયાર કહે, બહુ મેમરીવાળો છે. એટલે એને ગીફટ કહે લોકો. અને મેમરી હંમેશા ય ભૂતકાળમાં જ હોય ને ? ભૂતકાળની જ વસ્તુ ગણાય, મેમરી.