________________
આપ્તવાણી-૧૧
૨૪૧
એટલે ‘કોઝ એન્ડ ઇફેક્ટ’. ‘કોઝ’ને પુરુષાર્થ ગણે છે એ. અને આ તો પુરુષાર્થ, સ્વયં પુરુષાર્થ !!! જેટલું તમે આ આજ્ઞા પાળોને, એટલો જ તમને લાભ થાય અને પુરુષ થયા પછી આજ્ઞા પાળી શકાય, પુરુષાર્થ
સહિત !
બાકી આ વિધિ. વિધિ એ પુરુષાર્થ નથી. વિધિ તો તમારો હિસાબ હોય તો જ થાય મારાથી, નહીં તો થાય નહીં.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતમાં હોય તો જ વિધિ થાય.
દાદાશ્રી : તો જ થાય. નહીં તો થાય નહીં. તમે કહ્યું હોય તો ય ના થાય મારાથી, ચૂકી જવાય.
પ્રશ્નકર્તા : હા. એવું બને છે.
દાદાશ્રી : તેથી જ અમે કહીએ છીએને, એ ય યશનામકર્મને આધીન છે અમારા. અને આજ્ઞા એ કોઈ કર્મને આધીન નથી. એ પુરુષાર્થ છે.
પ્રશ્નકર્તા : એ પુરુષાર્થ જ્ઞાની પુરુષનો અને આજ્ઞા પાળવી એ પાળનારનો પુરુષાર્થ.
દાદાશ્રી : પાળવી એ ય પુરુષાર્થ. પાળવી એ સામાનો પુરુષાર્થ. આપવી એ મારો પુરુષાર્થ. ‘અમે’ તો પુરુષાર્થમાં જ હોઈએ. ઘણું ખરું અને અમારો ઉપયોગ આમાં ના હોય. અમારો ઉપયોગ પુરુષાર્થમાં જ હોય.
પ્રશ્નકર્તા : આજ્ઞા આપવામાં કઈ જાતનો પુરુષાર્થ હોય ?
દાદાશ્રી : આશા આપવી એ જ પોતે પુરુષાર્થ છે ને, પુરુષનો પુરુષાર્થ એ. આપનાર હોવો જોઈએને, આજ્ઞા આપનાર.
પ્રશ્નકર્તા : કંઈક ભાવથી આપતા હશોને આજ્ઞા. આજ્ઞા આપતી વખતે દાદાનો કંઈક ભાવ હશેને અંદર ? આજ્ઞા ‘પુટ અપ’ કરતી વખતે ?!
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હા. તે એ કર્તાપદ છે ને, એટલું અમારે એનું ફળ ભોગવવું રહ્યું.
૨૪૨
પ્રશ્નકર્તા : જે પુરુષાર્થ કરીને આપ આજ્ઞા આપો, એ ક્યા ભાવથી
આપો ?
દાદાશ્રી : એ જ આજ્ઞા. પુરુષ થયાનો પુરુષાર્થ શું ? એ છે તે ભમરડાને આધીન નથી, એ જાગૃતિના આધીન છે. એ પ્રજ્ઞાનું કામ છે. પ્રશ્નકર્તા : પણ પેલો માણસ આજ્ઞા પાળશે. એ ભાવથી આપ આજ્ઞા આપોને ?
દાદાશ્રી : ના. એ તો પાળે કે ના પાળે. ‘ઇટ ઇઝ ડીફરન્ટ મેટર’
એ એનો પુરુષાર્થ છે. આ અમારો પુરુષાર્થ આટલો જ. અને તે ય આ કોને હોય છે ? પ્રજ્ઞાનો હોય છે. હવે પ્રજ્ઞા ક્યાં સુધી હોય છે કે કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી. પ્રજ્ઞા એ પુરુષાર્થ ઉત્પન્ન કરે અને કેવળજ્ઞાન થયા પછી પુરુષાર્થ રહ્યો નહીં. પછી ઘાલમેલ ના રહી. પ્રશ્નકર્તા : પછી આજ્ઞા ન કરે.
દાદાશ્રી : એ વાણી નીકળ્યા જ કરે બસ એમની. તે પુરુષાર્થ કે કશું ના હોય ત્યાં આગળ. આ તો એક અવતાર બાકી રહે ત્યાં સુધી પુરુષાર્થ.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનીને પુરુષાર્થ છે. તીર્થંકર થયા પછી પુરુષાર્થ
નથી ?
દાદાશ્રી : પૂર્ણ થઈ ગયા પછી કંઈ પુરુષાર્થ નથી. પછી સહજભાવ તદન. અને પુરુષાર્થ શું છે ? જ્ઞાન હોવા છતાં અસહજ ! પ્રશ્નકર્તા : જ્ઞાન હોવા છતાં અસહજ ?!
દાદાશ્રી : અસહજ.
પ્રશ્નકર્તા : એ જ્ઞાની પુરુષને બંધ પડે એનો ? એ ભોગવવો પડે બંધ ?