________________
૨૨૫
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : ના, અવસ્થિતનું વ્યવસ્થિત થયેલું છે.
નિશ્ચય તો કરવો જ પડે !
૨૨૬
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : ઇચ્છા કરવાની નહીં. પણ નિશ્ચય કરવાનો કહ્યો છે. નિશ્ચયથી ગમે તેવો અંતરાય તુટી જ જાય. આમાં નિશ્ચય જોઈએ. ઇચ્છાનો સવાલ આમાં ક્યાં આવ્યો ?
પ્રશ્નકર્તા : નિશ્ચય અને ઇચ્છામાં શું ફેર ?
દાદાશ્રી : બહુ ફેર, ઇચ્છા એટલે તો પોતાની ગમતી વસ્તુ અને નિશ્ચય તો ‘એક્ઝક્ટનેસ’ છે. અનઇચ્છા એ ના ગમતી વસ્તુ અને ઇચ્છા એ ગમતી વસ્તુ અને નિશ્ચયને અને એને કશું લેવા-દેવા નથી. નિશ્ચય તો નિર્ધાર કર્યો આપણે.
પ્રશ્નકર્તા : નિશ્ચય અને ઇચ્છાનો દાખલો આપો.
દાદાશ્રી : મનગમતી વસ્તુ આપણે લેવા જવું તે ઇચ્છા કરવી પડે. કોઈ કાર્ય કરવું હોય તો નિશ્ચય કરવો પડે. અન્ઇચ્છાવાળી ચીજ લેવા જતાં એ માણસ કેટલો સ્પીડી ચાલે ?
પ્રશ્નકર્તા : તમે ઘણીવાર એમ કહો છો, કે ભાવ કરો. ભાવ કરો. તો તમે આ જ્ઞાન આપો તો ભાવ તો તમે કાઢી નાખો છો.
દાદાશ્રી : એ તો આ ભાવ તો નિશ્ચય છે. પુરણ ભાવ ઉડી ગયો, ગલન ભાવ રહ્યો. જીવતો ભાવ ઉડી ગયો, નિર્જીવ ભાવ રહ્યો હવે. ડિસ્ચાર્જ ભાવ.
પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ ભાવમાં પછી કરવાનું કંઈ રહ્યું નહીં ને, એ તો એની મેળે થયા જ કરે છે ને !
દાદાશ્રી : પણ ભાવ નક્કી કરવો જોઈએ ને. આપણે જે ગામમાં જવું છે એ નક્કી તો કરવું પડે ને !
પ્રશ્નકર્તા : એટલે ભાવનો અર્થ નિશ્ચય થયો ?
દાદાશ્રી : જે ના થતું હોય તેનો નિશ્ચય કરવો પડે આપણે. હા, નિશ્ચય કરો તો થાય ને ! વ્યવસ્થિતમાં છે એમ કરીને બેસી રહીએ તો ચાલે કંઈ, એ તો વ્યવસ્થિતનો અર્થ એવો નહીં કરવાનો !
બધું થયા કરે છે, પણ એવું ના બોલાય કે, બધું થયા કરે છે, એટલે પ્રયત્નને ખસેડ્યો કહેવાય. એટલે પોતે, શું થાય છે એ જોયા કરે, તો વ્યવસ્થિત છે. પણ એવું ભાન હોય નહીં. અને પછી કહે, બધું ચાલ્યા જ કરે છે, એવું તેવું બોલે તો અવળું થાય બધું. ‘ચંદુભાઈ શું કરે છે? એ તમારે જોયા કરવાનું. એટલું જ તમારે કરવું જોઈએ.
ઈચ્છા નહિ, પણ નિશ્ચય !
પ્રશ્નકર્તા : બેસી જ જાય.
દાદાશ્રી : અને ઇચ્છાવાળી ?
પ્રશ્નકર્તા : દોડે. દાદાશ્રી : અને નિશ્ચય એ બેથી પર હોય.
પ્રશ્નકર્તા : આપ કહો છો કે પાંચ આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવો જોઈએ.
દાદાશ્રી : બસ, નિશ્ચય કરવો જોઈએ એટલે પછી એની મેળે પળાઈ જ જશે. નિશ્ચય તમારો જોઈએ. એને ઢીલું મૂકો તો પછી શું ? તમે કહો કે મારે દાદા પાસે જવું જ છે. તે ગમે તેટલા અંતરાય હશે. તો ય નિશ્ચય કરે તો અંતરાય તૂટી જશે અને નથી જવાતું તે ‘વ્યવસ્થિત છે” કહેશે તો પછી બગડી જાય.
પ્રશ્નકર્તા : કોઈ સત્સંગ કરવાનો નિશ્ચય કરીને નીકળે અને એને દાદાનો સત્સંગ ના થાય તો એ વ્યક્તિને કેવો લાભ થાય ? સત્સંગ થયો
પ્રશ્નકર્તા ઃ આપ્તવાણીમાં કહ્યું છે કે “વીલ પાવરથી કાર્ય થઈ શકે એટલે ઇચ્છાશક્તિથી તમારો અંતરાય તૂટે. હવે કોઈ પણ વસ્તુની ઇચ્છા કરવાથી તેનાં અંતરાય જ પડે. એવું પણ લખ્યું છે.