________________
આપ્તવાણી-૧૧
૧૮૭
૧૮૬
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : પણ એવું, સાત વાગે ઊઠે ને આમ ગણાય નહીં વ્યવસ્થિત. પણ એને વ્યવસ્થિત કહ્યું એટલે એ સમાધાન ખોટી રીતે લીધું કહેવાય ને ?
દાદાશ્રી : એ સમાધાન ખોટી રીતે લીધું, તેની આ બધી ભૂલો રહી. આઠ વાગ્યે ઊઠ્યો તે બરોબર છે. પેપર વાંચ્યું તે બરોબર છે. એવું જ હોય ને. સમાધાન કરતો કરતો જ ચાલે ને જેટલું સમજણ પડી એટલું સમજાયું તને. તારે સમજણમાં શું ભૂલ હતી ?
પ્રશ્નકર્તા : એટલે ખરેખર પેપરે ય વાંચવા જેવું નહોતું ને આટલું મોડું ઊઠવા જેવું ય નહોતું. પણ એ કર્યું અને પાછું વ્યવસ્થિત માન્યું.
દાદાશ્રી : એવું પેપર વાંચવામાં હરકત નથી. પણ ‘વ્યવસ્થિત છે’ એવું માનવામાં હરકત છે. શી ભૂલ થાય છે ? વ્યવસ્થિત સમજ્યા નહીં. એનો અર્થ એવો થઈ ગયો. વ્યવસ્થિત એટલે બધાંને સમજાવ્યું, ગાડીનો દાખલો આપીને.
પ્રશ્નકર્તા : ગાડીનો દાખલો બરોબર છે. કે સાવધાનીપૂર્વક ગાડી ચલાવી જોઈએ. તો એને આમાં પેલું છાપું વાંચ્યું, સાત વાગે ઊઠ્યો એમાં એ ભૂલ કઈ રહી ગઈ ? સાત વાગે ઊઠ્યા પછી છાપું વાંચ્યું, એ બધામાં કંઈ ભૂલ રહી ગઈ ?
દાદાશ્રી : વ્યવસ્થિત માન્યું એટલે. જે હોય તેને બરોબર છે. માન્યું ! અહીં શી ભૂલ થઈ તે સમજાયું ? મોડું ઊઠાયું તે ભૂલ થઈ તને સમજાય ? પેપર વાંચવાથી શું ભૂલ થઈ ?
પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત સમજવામાં ભૂલ કઈ રહી ગઈ ત્યાં. એ મોડું ઊઠાયું અને છાપાનો દાખલો એમાં વ્યવસ્થિતની સમજણ કેવી રીતે ફીટ કરવી ?
દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર ખુલ્લો રહે છે પછી. મોડું ઊઠાયું, વહેલું ઊઠાયું તેની તમને ઉપાધિ જ નહીં ને ? ચિંતા જ નહીં ?
સાત વાગે ઊઠ્યા અને વ્યવસ્થિત કહીએ. એટલે બીજા દહાડે
સાડા સાત થઈ જાય. આઠ વાગી જાય તે. ‘વ્યવસ્થિત, વ્યવસ્થિત’ કરતા કરતા એ લપસી પડે. અનુકૂળ હોય એવું કરે ને એને વ્યવસ્થિત કહે. પ્રતિકૂળને વ્યવસ્થિત ના કહે.
પ્રશ્નકર્તા : એ ભૂલ રહી ગઈ ? દાદાશ્રી : તને સમજણ પડી ? બધાને સંતોષ જ થઈ જાય એમ ! પ્રશ્નકર્તા : હા. સંતોષ રહે એને.
દાદાશ્રી : તે આવું બધું સમજ્યા ત્યાર પછી રાગે પડી ગયું એમનું. બધા વાક્યોમાં આવી ને આવી ભૂલો. આ તો બે જણ સત્સંગ કરતા હોય, સામસામી અર્થ કહે, એ પદ્ધતિસર છે ?
પ્રશ્નકર્તા : ના, એ તો ના જ કહેવાયને ?
દાદાશ્રી : અને પોતે માને કે આ પૂરું આપણે સમજી ગયા હવે. હવે જ્ઞાની પાસેથી આ ભૂલ ભાંગે.
પ્રશ્નકર્તા ઃ એટલે પેલી ઉપાધિ જેવું લાગ્યા કરવું જોઈતું હતું. ખોટું થયું ત્યાં ઉપાધિ લાગવી જોઈતી હતી એની.
દાદાશ્રી : એનો અર્થ કશો ય નહીં ને ? ફરી ખોટું જ થયા કરે ને ? ના સમજાયું ? આ બધી બુદ્ધિની ખેંચ બધી. ભૂલ થઈ છે ને ! નાની કે મોટી ?
પ્રશ્નકર્તા : એ તો મોટી જ કહેવાય ને ? ભારે મોટી !
દાદાશ્રી : બહુ મોટી. આ ભૂલને લઈને તો બધું બગડી ગયું હતું. આગળ વધાયું જ નહીં. ના સમજણ પડી હોય, તો પોતે સાવધ રહ્યો નથી. પોતે જાગૃતિ રાખી નથી. તું એની જોડે વાત કરું એ બુદ્ધિપૂર્વક ને ?
પ્રશ્નકર્તા : હા, એ તો બુદ્ધિપૂર્વક જ ને
દાદાશ્રી : તો જ્ઞાનપૂર્વક નહીં ને ? પણ અમારું કહેલું જ્ઞાન હોય, જ્ઞાનને એની ઉપર તમે ચાલો ત્યારે વ્યવસ્થિત સમજાય ! તમે ય બધું