________________
૧૭૬
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : ગાડી સમજણપૂર્વક ચલાવવાની જે વાત છે એમાં ડિસ્ચાર્જનો ભાગ કેટલો, અને સમજણનો ભાગ કેટલો ?
દાદાશ્રી : ગાડી ચલાવવી એ ભાગ બધો ય ડિસ્ચાર્જ છે. એ સમજણપૂર્વક ચલાવવાની જે સાવધાની છે, એ ય ડિસ્ચાર્જ છે.
પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ ભાવ એ જ વ્યવસ્થિત, તો સમજણપૂર્વક ચલાવવું એ પણ વ્યવસ્થિત ?
દાદાશ્રી : એ વ્યવસ્થિતમાં જ હોય છે. એને આ પહેલેથી ‘વ્યવસ્થિત’ કહીને એ હલાવી નાખે છે.
હું તમને કહું, એક માણસ સહી કાયમ સરખી કરે ખરો ? એનો એ જ માણસ હોય, એને ચીઢવ્યો હોય તે ઘડીએ સહી કરે તો કેવી કરે ?
પ્રશ્નકર્તા : તો ફેર પડી જાય. બાકી નહીં તો એક જ ધારી થાય.
દાદાશ્રી : પછી ખૂબ દાઝ નીકળતી હોય તો ? અને આમ ફૂલની માળાઓ પહેરાવીને ખૂબ એ કરી નાખ્યો હોય તો સહી કેવી કરે ?
પ્રશ્નકર્તા : તેમાં ય ફેર પડી જાય.
દાદાશ્રી : ગભરાયેલો સહી કરે તે જુદી, ચીઢાયેલો સહી કરે તે જુદી, એવું આ ઈમોશનલ ના થવું જોઈએ, એટલે ઈમોશનલ થાય તેથી કામ બગડી જાય, એનું એ જ કામ. એટલે પહેલેથી ‘વ્યવસ્થિત છે” એવું બોલવાથી ઈમોશનલ થઈ જાય છે. તમારે જાણવાનું જ ‘વ્યવસ્થિત’ છે. પહેલેથી ‘વ્યવસ્થિત છે” બોલો તો દુરુપયોગ કર્યો અને વ્યવસ્થિતનો અર્થ તો તમે ઊંધો કરી નાખો પછી. આંખો મીંચીને ચાલોને, કહે છે. એટલે તમે આમાં ડખો કર્યો શરીરમાં. તમને આવું કરવાનો, આઘુંપાછું કંઈ પણ કરવાનો અધિકાર નથી.
પ્રશ્નકર્તા : સાધારણ તો શરીર પણ એવું છે કે મોટર ચલાવતી વખતે આંખો બંધ થાય જ નહીં.
દાદાશ્રી : હા. બંધ થાય જ નહીં. એ નિયમ જ છે એ બધો.
આપ્તવાણી-૧૧
૧૭૭ સાવધાની હોય જ. આ તો ‘વ્યવસ્થિત છે” બોલે એટલે સાવધાની તો બિચારી એ ઘટી જાય છે. અને સાવધ રહીએ નહીં ને પછી અથડાય તો ?
પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત ના કહેવાય. દાદાશ્રી : એવું રહે છે કે ? સાવધાનીપૂર્વક હોવું જોઈએ ને !
પ્રશ્નકર્તા : સાવધાનીપૂર્વક ચલાવો, એ જે વાત છે, એ શેમાંથી છે ? પ્રજ્ઞાથી આવે કે વિવેકબુદ્ધિથી આવે કે સમજણથી આવે ? એ ત્રણમાંથી શેના કારણે આવે ?
દાદાશ્રી : અનુભવથી. એ થોડા વખત અનુભવ થાય. એ ફરી પાછો ગોઠવે. ભૂલ થયા પછી વિચારીએ ને તો તે ઘડીએ ખબર પડી કે આવી ભૂલ કરી. એટલે હવે બીજી વખત ધ્યાન રાખું તો તે ઘડીએ આવી ભૂલ ના થાય.
બની ગયા પછી વ્યવસ્થિત' કહેવાય !
પ્રશ્નકર્તા : તો આ વ્યવસ્થિત બહુ નબળો શબ્દ છે. કારણ કે ઘણી જગ્યાએ બહુ દુરુપયોગ થાય છે.
દાદાશ્રી : હા, એનો દુરુપયોગ થાય તો નબળો શબ્દ કહેવાય અને સદુપયોગ થાય તો વ્યવસ્થિત જેવી વસ્તુ નથી ! અને પાછો વ્યવસ્થિતનો મૂળ અર્થ તો જુદો છે પાછો.
કોઈ સગુંવહાલું આપણું માદું હોય, નજીકનું સગુંવહાલું અને પછી કોઈ બ્રાહ્મણ કહેશે, ‘એમના ગ્રહો સારા નથી. આ કંઈ ટકે એવું લાગતું નથી” એવી વાત આપણે સાંભળી હોય અને છતાં પાછું દાદાનું વ્યવસ્થિત યાદ આવે કે ‘વ્યવસ્થિતમાં હશે એ થશે હવે.’ એટલે પછી દવા-દારૂ બંધ થઈ જાય આપણાં. આપણાં હાથ નરમ થઈ જાય. આ વ્યવસ્થિતનો દુરુપયોગ કરીએ તો આપણાં દવા-દારૂ કરવાનો પેલો જે ઉલ્લાસ હતો એ ઉડી જાય અને રાત્રે બેસવાનું ય ઉડી જાય. એ ભયંકર ગુનો કહેવાય એ. આપણે તો ઠેઠ સુધી જીવવાના છે, એવું માનીને ઠેઠ સુધી દવા-દારૂ