________________
૧૭૪
આપ્તવાણી-૧૧ કરતો હતો, સારું થયું ત્યારે રાજી થતો હતો. કામ તો કરતો હતો એવી રીતે જ કરવાનું એમાં હરક્ત નથી. ફળમાં ફેર છે. આનું ફળ વીતરાગતા !
એટલે આ સમાધિ રહે છે ને. પહેલા ય જોયેલી ને તમે ! “જ્ઞાન” લેતાં પહેલાંની !
પ્રશ્નકર્તા : પહેલાં આવું હોતું જોયું. સ્થિતિમાં ફેર હતો. દાદાશ્રી : આ સીટ જુદી, પેલી સીટ જુદી.
પ્રશ્નકર્તા: સમાધિનો અર્થ પહેલાં જુદો જ સમજાતો હતો, અત્યારે સમાધિનો અર્થ જુદો સમજાય છે.
દાદાશ્રી : અત્યારે તો આધિ-વ્યાધિ ને ઉપાધિ હોવા છતાં સમાધિ રહે છે. બિલકુલ સાવધાની, સાવધાનીપૂર્વક ! નહીં તો વ્યવહાર પતે જ નહીં. વ્યવહાર આદર્શ કહેવાય જ નહીં. ભગતો એકલા જ ઘેલા હોય, કે અસાવધપણે સંસાર ચલાવે. પણ જ્ઞાનીઓ તો સાવધપૂર્વક ચલાવે. અમે હઉ વ્યવહારની વાત ઝીણી ઝીણી બોલીએ છીએ, એનું શું કારણ ? અમે જ્ઞાનમાં રહીએ છીએ. તે વખતે જ્ઞાન હાજર હોય. આ જ્ઞાન એવું છે. વ્યવહારના બેઝમેન્ટ ઉપર રહેલું આ જ્ઞાન છે.
કારણ કે જ્ઞાની પુરુષ જ પોલું ના મૂકે. બીજા બધાને પોલું મૂકાઈ જાય. એવું છે ને આ વ્યવસ્થિત કહે છે તે પદ્ધતિસર હોવું જોઈએ ને !
પ્રશ્નકર્તા : એમાં આપે કહ્યું કે આ સાવધાની જે રાખવામાં આવે છે, એ આત્માનો પુરુષાર્થ છે ?
દાદાશ્રી : ના. એ આત્માનો કોઈ પુરુષાર્થ હોતો જ નથી આમાં. સાવધાનીપૂર્વક રહેવું એ જાગૃતિ છે. નહીં તો સાવધાનીપૂર્વક ના રહે તો બધા ય કામ બગડી જાય. એ તો આ દુરુપયોગ ના થાય એટલા માટે આ સાવધાની કહ્યું.
આ બ્રહ્મચારી છોકરાઓ છે ને, એ બધા ય દ્રઢ નિશ્ચય લઈને બેઠા છે, તે પછી આવતું જ નથી કશું, ઉડી જાય.
આપ્તવાણી-૧૧
૧૭૫ પ્રશ્નકર્તા : હા. પણ દ્રઢ નિશ્ચય એ વાત ઈફેક્ટીવ છે, આગળ એમણે નિશ્ચય કરેલો છે, કોઝિઝ કરેલાં છે.
દાદાશ્રી : નહીં, ઇફેક્ટનો અર્થ આવો નહીં કરી નાખવાનો. અત્યારે એટલું તો આપણે કરવું જોઈએ કે ઉઘાડી આંખે અને સાવધાનીપૂર્વક તો કરવું જ જોઈએ. એ ના થાય આપણને તો આ ખોટું થયું સમજવાનું છે. અને જો સાવધાનીપૂર્વક ના થાય તો એને ઇફેક્ટ માને તે ખોટું છે.
પ્રશ્નકર્તા : સાવધાનીપૂર્વક કરવાની જે વાત છે. એ આત્માથી બળ આવે છે, ક્યાંથી આવે છે ?
દાદાશ્રી : જાગૃતિ છે એ તો બસ, બીજું કશું નહીં, એ જાગૃતિ ના રાખીએ ને મંદ રહીએ તો કામ બગડી જાય.
પ્રશ્નકર્તા : જાગૃતિ એટલે કઈ જાગૃતિ ? પૌગલિક જાગૃતિ કે આત્મિક જાગૃતિ ?
દાદાશ્રી : એ જાગૃતિ એક જ પ્રકારની હોય. જાગૃતિ બે પ્રકારની ના હોય. એટલે એ જાગ્રત રહીએ તો કામ હૈડે. ઉપયોગમાં રહે તો આ કામ હૈડે.
પ્રશ્નકર્તા : પછી એનો અર્થ છેવટે આવ્યો પ્રજ્ઞા.
દાદાશ્રી : પ્રજ્ઞા તો કામ કર્યા જ કરે છે એની મેળે, પણ તે ઉપયોગમાં ‘આપણે’ રહેવું જોઈએ. ઉપયોગ તો આપણે રાખવો જ જોઈએ, ઉપયોગ ના રાખીએ તો કાર્ય બધાં બગડ્યા કરે. એટલે ઉપયોગ એટલે શું ? ત્યારે કહે, ‘જે બને છે એને જોયા કરો, એ શુદ્ધ ઉપયોગ.' હવે સાવધાની વગર થાય એ ઉપયોગમાં જ નથી.
પ્રશ્નકર્તા : તો ઉપયોગ મૂકીને દ્રઢ નિશ્ચય કરવા પડે છે એ પેલી ઇફેક્ટની બહુ પ્રબળતા નથી બતાડતી ?
દાદાશ્રી : ઇફેક્ટ જ છે, પણ ઇફેક્ટને જુએ બરોબર એક્ઝક્ટ ત્યારે ઉપયોગ કહેવાય અને તો ઇફેક્ટ ઇફેક્ટીવ રહે, આ તો તે ઘડીએ આ લાઈટ જ બદલાઈ ગયેલું હોય એ ના ચાલે.