________________
૩૪૮
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : પુરુષાર્થ એકલો ચાલે નહીં. બધાં બહુ કોઝીઝ ભેગાં થાય ત્યારે કામ થાય. પુરુષાર્થ તો સાધુસંન્યાસી, આચાર્યો જબરજસ્ત પુરુષાર્થ કરે છે પણ કશું વળે નહીં. મને મળ્યા પછી પણ ઘણાં લોકો જ્ઞાન લીધાં વગર રહ્યાં છે ને ? એની લેવાની ઈચ્છા છે છતાં ય ભેગું થવાતું નથી. નક્કી કર્યું હોય કે મારે જ્ઞાન લેવું જ છે. છતાં ય લેવાતું નથી બે-બે, ત્રણ-ત્રણ વરસથી, એવાં ય છે. તમારો ભઈ તમે કહો છો જ્ઞાન લે એવા નથી તે જ્ઞાન લઈ ગયાં.
આ જન્મમાં કર્તાપણું છૂટી જાયને તો બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા કર્તાપણું છૂટે છે કેવી રીતે ?
દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી છૂટે છેને આ બધાને ! પછી તમે જો અમારી આજ્ઞામાં રહો, તો કર્તાપણું છૂટી જાય બધું.
પ્રશ્નકર્તા: ‘હું પોતે કર્તા નથી’, તે જ્ઞાન પછી કાયમ કેવી રીતે રહે ?
આપ્તવાણી-૧૧
૩૪૯ દાદાશ્રી : એ બંધાઈ ગયેલો હોય પણ રહે નહીં, એ ટકે નહીં. એ બદલાયા કરે. જ્યારે છેલ્લી ઘડીએ બંધાય તે જ છેલ્લો સાચો. એમને બંધાઈ ગયેલો હોય. કેટલા વર્ષ થયા ?
પ્રશ્નકર્તા : પચાસ.
દાદાશ્રી : તો પછી બંધાયેલો હોય. એ વખતે પોણોસો વર્ષ જીવવાનું હોય તો બંધાઈ ગયેલો હોય. પાછું ફરી જાય બધું. આઠ-દસ વખત ફરે, એક વખત નહીં. પહેલો બળદનો બંધાય, બીજી વખતે દેવનો બંધાઈ જાય, ત્રીજી વખતે માણસનો બંધાય, ચોથી વખત પાછો એ જાનવરનો બંધાય. એવું બધું ફર્યા કરે. આપણે એવું કહ્યું કે પચાસ વર્ષ પછી સારા કાર્ય કરવા. બધી જ બાબતનું ખોટાનું છોડી દેવું. અત્યાર સુધી પહેલાંનું તો ઊડી જશે. પચાસ વર્ષ પછી બરોબર જામીને કર્યું, તો ખરેખરનું કામ નીકળી જાય. અને છેલ્લે વખતે ફરતું ફરતું જ રહ્યું એ સાચું. છેલ્લે વખતે સમાધિ મરણ થાય. આપણા મહાત્માઓને સમાધિ મરણ થાય. કારણ કે પછી જોઈતી બધી ઇચ્છાઓ બધી પુરી થવા આવી
હોય.
દાદાશ્રી : જ્ઞાની પુરુષ પાપ નાશ કરે તો જ આ જાગૃતિ જ્ઞાન કાયમ રહે અને સંપૂર્ણ જાગૃતિ એટલે કેવળજ્ઞાન.
વ્યવસ્થિત નથી આવતા ભવ માટે !
પ્રશ્નકર્તા ઃ બધું વ્યવસ્થિત છે, તો આપણો આવતો જન્મ એ પણ નક્કી થઈ ગયો હશે અત્યારે ?
દાદાશ્રી : વ્યવસ્થિત તો તમારે આ “જ્ઞાન” લીધું ને, તે મોમેન્ટથી જ્યાં સુધી આ દેહથી છૂટો ના થાય ત્યાં સુધી આ દેહ સાથેનું વ્યવસ્થિત છે. બીજું આગળના દેહની સાથેનું વ્યવસ્થિત કહ્યું નથી.
પ્રશ્નકર્તા: તો આવતા ભવને કેવી રીતે ? દાદાશ્રી : એ પછી નવું એગ્રીમેન્ટ થાય ત્યારે. પ્રશ્નકર્તા: પણ એ હમણાંથી બંધાઈ ગયું હશે !
પ્રશ્નકર્તા : બીજા ભવમાં જ્ઞાનનો જોગ ખાય એવું બને ખરું ?
દાદાશ્રી : બળ્યું, જોગ નહીં આ જ્ઞાન જોડે જ જવાનું છે. જ્ઞાન તો એ જોગ શેનો થવાનો ? થયેલો છે તે જોડે રહેશે જ. આ કંઈ બૈરી છે તે જોડે ના જાય.
પ્રશ્નકર્તા : એટલે ફરી વ્યવસ્થિત રહ્યું જ ને ?
દાદાશ્રી : વ્યવસ્થિત તો બીજા દેહનું શરૂ થશે. આ દેહનો હિસાબ પૂરો થશે.
પ્રશ્નકર્તા : એ બીજા દેહનું વ્યવસ્થિત પાછું જુદું રહેશે ?
દાદાશ્રી : આનું સરવૈયું આવે એ પ્રમાણે કરાર થવાનાં, પણ જ્ઞાન જાય નહીં, કારણ કે ‘જ્ઞાન છે એ જ આત્મા છે. બીજું કોણ જાય છે ? આ લોકોને ખ્યાલ નથી રહેતો કે આત્મા ને જ્ઞાન જુદી વસ્તુ છે, એવું