________________
(૧૧)
જ્ઞાતી ન કરે, છતાં ચાહે સો કરે !! (?)
આપ્તવાણી-૧૧
૩૪૭ દાદાશ્રી : આ સંસાર કડવું લાગે તો પેલું અધ્યાત્મ મીઠું લાગે. આમાં કડવાશપણું લાગે નહીં, ત્યાં સુધી પેલું મીઠું કેમ લાગે ?
પ્રશ્નકર્તા: એ જ વાત છે કે આ કડવું લાગે છે એટલે પછી મીઠા પ્રત્યે જવાય ને !
દાદાશ્રી : હવે કડવું કોને લાગે ? જે પૂર્વે ડેવલપ થતો થતો આવેલો તેને ડેવલપ શેમાં થવાનું તો કે અહિંસામાં. જેટલી અહિંસા વધુ સમજ્યો એટલો ડેવલપ થયો. એ ડેવલપ થઈને આ સહન ના થાય. જાગૃતિ બહુ હોય.
પ્રશ્નકર્તા : મને સમજણ પડવી, આપની પાસે આવવું. આપે જ્ઞાન આપ્યું એ મારામાં ઊતરવું, એની મારા ઉપર અસર થવી કે ભવિષ્યમાં મને સ્વરૂપ જ્ઞાન થવું એ બધું વ્યવસ્થિતના ઉપર છે ખરું ? એટલા માટે હું નથી પૂછતો કે આપણે ઢીલા પડવું છે એ વાત નથી.
દાદાશ્રી : વ્યવસ્થિત જ હતું. વ્યવસ્થિત હશે ત્યારે જ બધા ભેગાં થયાં ને ? વ્યવસ્થિત જ આ ભેગું કરી આપે આ. વ્યવસ્થિતે ભેગાં કર્યા પછી વ્યવસ્થિત સ્વરૂપ જ્ઞાન અપાવડાવ્યું એટલે આ વ્યવસ્થિત બધાં સંજોગો ભેગાં કરે છે. પણ એવું ના બોલાય કે વ્યવસ્થિત હશે તો થઈ જશે આમ.
પ્રશ્નકર્તા : હું એ બોલવા માટે નથી પૂછતો.
દાદાશ્રી : વ્યવસ્થિતે જ આ બધું ભેગું કર્યું. ફરી વ્યવસ્થિત પાછું ત્યાં ભેગા કર્યા જ્ઞાનના દિવસે. નહીં તો જ્ઞાનના દિવસે બીજું કામ આવે તમારે, તો તમે ભેગાં ના થઈ શકો. માટે વ્યવસ્થિત ભેગાં કરી આપે તો થઈ શકે. તમારા હાથમાં ય સત્તા નથી ને અમારા હાથમાં ય સત્તા નહીં. તમારું વ્યવસ્થિતનો નિયમ આવ્યું હોય તો જ ભેગું થવા દે, કાળ પાક્યો હોય તો.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે આજે આત્માને જાણવો કે જે કંઈ કરવું, એ પણ પોતાના પુરુષાર્થની વાત તો નથી જ ને આની અંદર ?
વ્યવસ્થિત' જ કરાવે ભેટો જ્ઞાતીતો
પ્રશ્નકર્તા : અમારું જ્ઞાની પાસે આવવું એ પણ વ્યવસ્થિતને આધીન
દાદાશ્રી : ખરું. અને એ તો સિલ્લકમાં પોતાની પાસે પુણ્યાનુબંધી પુણ્ય છે જ. બીજું મનમાં ભાવ છે કે સારામાં સારું આત્માને માટે કંઈક જ્ઞાન મળી આવે તો બહુ સારું. એટલે એ ભાવ અને પેલું પુણ્ય બે ભેગું થાય એટલે મને ભેગો થાય.
પ્રશ્નકર્તા : આ પૈસા કમાવવા એ સારું ના લાગે, આ સંસારમાં રહીને આ જે બધી વિટંબણાઓ છે એ ભોગવવાની સારી નહીં લાગે. આવું બધું જ્યારે મનમાં આવે, ત્યારે પછી અધ્યાત્મ તરફ જવાની વૃતિ ઊભી થાય, એ બરાબર ?