________________
આપ્તવાણી-૧૧
કારણ કે હું પૂછું, ‘ફાકી લેવી પડે છે તારે ? ચમત્કારવાળાને પૂછું”. એટલે સંજોગ બનવો મુશ્કેલ છે. એ કાળ ભેગો થવો મુશ્કેલ હતો.
૩૩૩
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, માટે આ કોઈ માણસને, ભગવાન લૂંટવા ધારે તો ય ના થાય, ભગવાન કહેશે ‘મારે લૂંટવા છે લોકોને’, તો ય ના થાય. તો ભગવાને ય આ કાયદા આધીન, ત્યાં કોઈ બાકી ના રહે કાયદામાં.
માંગે ટાઈમીંગ તો ઇન્જીતે ય !
અમારે ત્યાં એક નવું ઈન્જીન આવ્યું હતુ. સહેજ બગડેલું હશે તે ના ચાલ્યું. બીજાએ અમને વેચ્યું હતું. તે પછી ગમે એટલી માથાકૂટ કરીએ, પણ ના ચાલ્યું. તે પછી એક માણસ આવ્યો હતો. તે કહે છે, ‘ટાઇમિંગ ચેન્જ થઈ ગયો છે આનો.' ત્યારે મેં કહ્યું, ‘અલ્યા ભઈ સમજાવને ! ટાઈમિંગ એટલે શું ?” ત્યારે કહે છે, ટાઇમિંગ એટલે આમથી પિસ્ટનનું આવવું, તે વખતે પીચકારી છૂટવી જોઈએ, ત્યારે અહીં પિસ્ટન પાછું ફરે છે ત્યારે પીચકારી છૂટે છે. પિસ્ટન આવે ત્યારે પીચકારી ના છૂટે એટલે આમ ટાઇમિંગ એક એકનું, કોઈનું મળે નહીં.' પછી પેલાએ ટાઇમિંગ ગોઠવી આપ્યું.
તેવું આ જગતમાં ય ટાઈમિંગ વગર કોઈ કામ થાય નહીં. ટાઈમિંગ લોકોનાં ફરી ગયેલા છે, જેવું ઇન્જીનનાં ટાઈમિંગ ફરી જાય ને એવું આના ટાઇમિંગ ફરી ગયા છે. તે ટાઈમિંગ ના મળે. ગાડી ના આવી હોય તો બે કલાકથી બેસી રહ્યો હોય. પણ ગાડી આવે ત્યારે ચા પીવા ગયો હોય. પણ ગાડી ઉપડે ત્યારે ચા પીતો પીતો દોડે, ત્યારે ગાડી જતી રહે. એટલે ટાઇમિંગ મળે નહીં !
બધા ટાઈમિંગ ભેગા થાય. તેથી અમે કહીએ છીએને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. તે ટાઈમિંગ, તે બધું મળશે ત્યારે કાર્ય થશે નહીં તો કાર્ય નહીં થાય.
આટલી બધી મોટરો સામસામી આવ-જા કરે છે, દોડતી ચાલે છે
૩૩૪
આપ્તવાણી-૧૧ પણ અથડાતી નથી ને આ જો માણસો દોડે છે તે બધા અથડાઈ પડે છે ! જો માણસો સામસામી દોડે તો સેંકડે પચાસ ટકા તો અથડાઈ પડે.
આઠ ને પાંત્રીસે શું થવાનું છે એ કાળના લક્ષમાં જ હોય એ એવિડન્સ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ને આ બધા ભેગાં થાય ત્યારે કાર્ય થાય. નહીં તો કશું જ થાય તેમ નથી. તો પછી અહંકાર કરવાનું રહ્યું જ કયાં ? ભગવાનની વાત સમજ ના પડી તેથી જગત ફસાયું છે. છતાં ય જગત તો આવું જ રહેવાનું, અહંકાર કર્યા વગર રહે નહીંને, સ્વભાવ છે ને. પણ જેને આ સમજવું હોય તેને તો સમજવા જેવું છે ! તો એ છે શું ?
પ્રશ્નકર્તા : કોઈ પણ કાર્ય થવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, ચાર વસ્તુની જરૂર પડે, તો એ શું છે ? દાખલો આપીને સમજાવો.
દાદાશ્રી : હું ઘેર મારી રૂમમાં બેઠો હોઉં બાંકડા પર આમ અને ત્યાં બે-ત્રણ દહાડાથી વિચાર આવ્યો હોય કે મારે વાળ કપાવવા છે. વિચાર આવ્યા પછી કામ તરત થતું નથી હોતું. નહીં તો જેમ જેમ દહાડા જાય તેમ બોધરેશન વધતું જાય મહીં. કંટાળો આવ્યા કરે. એટલે પહેલાં મને ભાવ થયો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પહેલો ભાવ થયો. પછી, એક દહાડો પછી નક્કી કરે, આજ તો જવું જ છે. ઘરમાં કહ્યું કે બધા આવે તો બેસાડી મૂકજો, હું જઈ આવું છું. હવે ત્યાં આગળ, લખેલું હોય, આજ મંગળવાર છે એટલે બંધ છે. શું કારણ ? ક્ષેત્ર ભેગું થયું નહીં. દુકાને જઈને પાછા. જે દહાડે જઈએ ને પાછા પડીએને, પછી આખો દહાડો એ જ સાંભર્યા કરે કે હેંડો જવું છે, જવું છે. પછી બીજે દહાડે ગયો, તે પેલો કાપનાર છોકરાએ દુકાન ઊઘાડી હતી. તે કહે છે ‘કાકા આવો બેસો.’ મેં કહ્યું, ‘વાળ કાપનાર કયાં ગયો.' એ તો હમણે જ ગયા ચા પીવા હારૂ. એ દસ મિનિટમાં આવશે. એટલે દંડ તો થયેલો આગલે દહાડે એટલે જાણીએને કે પંદર મિનિટમાં કંઈ બગડવાનું નથી. હવે ભાવ થયો, ક્ષેત્ર થયું, દ્રવ્ય મળ્યું નહિ. દ્રવ્ય મળે તો કાળ ભેગો થાય. પછી એ આવ્યો, અને કાળ ભેગો થઈને ચક, ચક, ચક વાળ કાપી આપે.