________________
(૧૦) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, વિતા...
ત સંભવે કાર્ય, એ ચારે ય વિતા !
આ આત્માની વાત એવી છે કે જ્ઞાની પુરુષને બધા ખૂણા ખાંચા સાથે જાણ હોય અને કોઝીઝ-ઈફેક્ટનાં ય ખૂણા ખાંચરા જાણતા હોય બધા કે આ ઈફેક્ટ છે ને આ કોઝીઝ છે. દૂધની મહીં દહીં નાખ્યું એટલે દહીં કહેવાય નહીં, એ કોઝ કહેવાય. અને દહીં થાય ત્યારે કાર્ય કહેવાય, ઈફેક્ટ ! દૂધમાં દહીં નાખે તો તરત કેમ નથી થતું ! એટલે દરેક કોઝ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ માંગે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ ભેગા થાય, ત્યારે એ કાર્ય પુરુ થાય, ઈફેક્ટ થાય.
અહીં કરીએ તો સત્સંગ કેવો થાય ? ઉપર કરીએ તો કેવો થાય ?
પેલા ભાઈને ત્યાં કરીએ તો કેવો થાય ? એ બધું ત્યાં આગળ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ સહુ ફળ આપે. ત્યારે કોઈ કહે, ‘હું કેવું બોલું છું' ? ત્યારે કહીએ, ‘સાહેબ અહીં કેમ નહીં બોલતા ?' ત્યારે સમજાય કે આ ક્ષેત્રમાં ક્ષેત્રનો પ્રભાવ હોય.
એટલે આ કુરૂક્ષેત્રમાં જાય ને ત્યારે મઝા (!) આવે. ઘેર લડાય
૩૩૨
આપ્તવાણી-૧૧
નહીં ? કુરૂક્ષેત્રમાં આવે, ભયંકર નિર્દયતાના પરિણામ ઊભા થાય, એ ક્ષેત્ર સિવાય બીજી જગ્યાએ ના થાય. એટલે એ લોકો એ નક્કી કરેલું કે આ ક્ષેત્ર લડવા માટે ઉત્તમ. ત્યાં આગળ આ નિર્દયતાના ભાવો હજુ અત્યારે પણ વર્તાય છે.
કુદરતના કાયદાઓ ત છોડે ભગવાનને ય !
આ બહારવટીયા લૂંટે ને તે અમુક જગ્યાએ જ લૂંટે. એને ક્ષેત્ર હોવું જોઈએ, પછી કાળ રાતના સાડાબાર થયા. હવે એક થયો હોય તો લૂંટી શકે. હવે લૂંટનાર માણસને જો લૂંટવાની, એનામાં સત્તા હોય તો ગમે ત્યાં લૂંટી શકે.
ત્યાં નેપાલને બધે જાત્રા હતી. બધા બસ લઈને ગયેલાને. તે
રસ્તામાં બરેલી આવ્યું, તે પોલિસવાળા એ બસ ઊભી રાખી. ત્યાં બધાને કહે છે, ‘કોઈને જવાનું નહીં આગળ.’ ત્યારે મેં કહ્યું, ‘ભઈ અમારે બંધ રાખવી નથી.' ત્યારે કહે છે “આગળ રસ્તો લૂંટાય છે. માટે ફરવાનું નહીં !’ રસ્તા લૂંટાય છે, વાહન લૂંટાતા નથી ! મેં કહ્યું. કે ‘ભઈ અમે અમારી જવાબદારી ઉપ૨ જઈએ છીએ’. કારણ કે એ લૂંટવું એટલે કંઈ લાડવા ખાવાના ખેલ છે ?! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય. છતાં ય લોકોને હું શું કહું છું, ‘હિમંત કરવી નહીં અને હિંમત થતી હોય તો બેસી ના જવું'. પણ મેં તો કહ્યું ‘ચાલુ રાખો.’ એટલે ફોજદાર શું કહે છે, ‘તો અમારા ફોજદાર લઈ લો’, બે ફોજદારને ભરેલી બંદૂકો અને બેસાડો અહીં આગળ આપણે. એ અમારી જોડે આવ્યા ને પછી પાછા આવ્યા નિરાંતે.
પેલા બહારવટીયા ને શું થયું કે થોડેક છેટે ગયા હશેને ત્યારે પછી આ બસ પસાર થઈ. રાહ જોઈ જોઈને દહાડો વળ્યો નહીં એટલે પેલા અહીંથી વિદાય થયા તે ફલાંગ છેટે ગયા હશે, તે આ ગાડી ઉપડી ગઈ.
પ્રશ્નકર્તા : હવે આખું સાયન્ટિફિક રીતે આપે સમજાવ્યું. આને ચમત્કાર જયારે ગણાવે ત્યારે મુશ્કેલી ઊભી થાય.
દાદાશ્રી : ના, દાદાને જ ફાકી લેવી પડે છે ત્યાં શું ચમત્કાર કર્યો ?