________________
આપ્તવાણી-૧૧
૩૧૫
૩૧૬
દાદાશ્રી: એ સ્વભાવિક છે. અત્યારે બધાની નૈયત જ બગડી ગઈ ને ! મૈયત નહીં બગડેલી ?
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : માટે તું એનો આ ટાઈમ પસાર કરી નાંખને ! તારો ભાવ, તારી નૈયત નહીં બગડેલી હોય. પેલા સાનમાં સમજી જશે કે ‘ભાઈની દાનત સાચી છે', એમ કહેશે. એ સમજી જાય કે ના સમજી જાય કે દાનત સાચી છે ? એ દાનત સાચી તો કલ્યાણ થઈ જાય.
તૈયત અછી તો બકત બડી !
પ્રશ્નકર્તા : બગડી ગયેલી !
દાદાશ્રી : હવે એ જ નિયતિ, આ નિયતિનો દુરૂપયોગ થયો તેનો માર પડવાનો હવે. એ ય વળાંક માર્યો. કેટલાંય અવતાર એનો વળાંકો ખાધો. નયત બગડી કહેશે. હવે અનુભવીઓને પૂછીએ કે “સાહેબ ત્યારે કરવું શું, નિયત ના બગાડીએ તો ! કારણ કે અહીં પહોંચી વળીએ એવું નથી.' ત્યારે કહે, ‘પહોંચી ના વળાય એવું હોય તો બધાને કહી દે, કે સાહેબ, જરા પહોંચી વળાય એવું નથી, પણ મારે આપવાના છે.'
‘તારી મૈયત ના બગડી, તો તારો નંબર ફર્સ્ટ', કહેશે. નૈયત ના બગાડીશ. આ નિયતિ તો મોટામાં મોટી ગજબની વસ્તુ છે ને એને જ જો તું આમ સમજી અને ના બગાડીશ. પણ લોકો જાણે નહીં ને ! લોકો જાણે કે આ મોટામાં મોટી વસ્તુ, એવું જાણે નહીં ને !
પ્રશ્નકર્તા : ના જાણે ત્યારે જ બગડે ને !
દાદાશ્રી : હા જો નિયતિ મેં દેખાડીને તમને ? તમે જોઈને નિયતિ !
તું જે કરે છે એમાં કશી બરકત આવે ખરી ? કોને બરકત કહે છે આપણા લોકો ?
પ્રશ્નકર્તા : સફળ થાય બધું એને બરકત કહેવાય ?
દાદાશ્રી : ના. ગમે એવી સફળતા થતી હોય, ગમે એવું ધાર્યું થાય, તો ય બુમ પાડે, ‘દાદા, જો કહીએ સો મિલતા હૈ મગર ખુદા કી બરકત નહીં હૈ !” ત્યારે ખુદા શું કહે છે, “નૈયત અચ્છી રખ તો બરકત હો જાયેગી.”
પ્રશ્નકર્તા : નૈયત એટલે નીતિ ? દાદાશ્રી : નીતિ તો એનો એક ટૂકડો તૈયતનો. પ્રશ્નકર્તા : અંદરનો ભાવ ?
દાદાશ્રી : હા, એવા ભાવ. એને જ નિયતિ કહેવાય છે. નિયતિ ઉપરથી નયત થયું છે. એટલે કો'ક ગાળો ભાંડે પણ એ માણસ શું કરે ? એ ક્યારેય પણ એને દુ:ખ ન થાય એવો ભાવ રાખે એ નિયતિ કહેવાય. નૈયત કહેવાય અને ચોરી નહીં કરનારનો ય ભાવ, નૈયત કહેવાય, વિકારી નહીં થવું એ બધા નિયત કહેવાય અને થવું એ વિરોધી કહેવાય. પછી બરકત રહે નહીંને ! એ પ્રમાણે ન થવું. આપણે રૂપિયા લેતા પહેલા ભાવ થાય તે લેતાં પહેલાં એ વિચાર કરે કે સાલું લઈશું ખરા પણ આપીશું ક્યારે ? માટે જેને માનતો હોય ને, “હે દાદા ભગવાન, મને એને વહેલામાં વહેલી તકે પાછા આપવાની શક્તિ આપો’ અને પછી લેવા. એ નૈયત સારી કહેવાય. તેને પછી આપણા લોક દાનત કહે, બીજું બધું કહે, પણ મૂળ તૈયત છે.
પ્રશ્નકર્તા : હા. દેખાડી દાદા. દાદાશ્રી : વ્યવહારમાં ચાલુ હોય છે, પણ ખબર ના પડે.
પ્રશ્નકર્તા : દાદાના જ્ઞાનથી બહુ મોટો ફાયદો થઈ જાય છે કે વળાંક લઈ લે ને, સીધી નિયતિમાં જ ચાલ્યો જાય,
દાદાશ્રી : સીધી નિયતિમાં જતો રહે છે. એટલે વળાંક ના આવે. એટલે કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય તો બધાને કહે, ‘ભાઈ, તમને દૂધે ધોઈને પૈસા આપીશ.’ લોકો તો ગાળો દે, નિયત બગાડીને ય ગાળો નહીં દેવાનાં ?
પ્રશ્નકર્તા : લોકો તો ગાળો દેવાનાં જ છે.