________________
આપ્તવાણી-૧૧
૩૧૩ દાદાશ્રી : નિયતિ તો રહે. નિયતિ ના રહે એવું નથી બનતું. નિયતિ તો બધા ય કારણોમાં હોય જ, પણ મનુષ્યમાં આવ્યા પછી ભાવિભાવ રૂપે હોય છે.
પ્રશ્નકર્તા : ભાવિભાવ રૂપે રહે છે, એ સમજણ ના પડી !
દાદાશ્રી : કઈ બાજુ જશે તે ભાવિભાવ ઉપરથી ખબર પડે. પોલીસવાળો ‘ચંદુભાઈ’ને ધોલ મારે તો તે ઘડીએ ‘તમે’ એ નિકાલ કરી નાખે, એ ભાવિભાવ ખલાસ થઈ જાય અને જો કહેશે હવે ફરીવાર કોઈ વાર આવશે તો હું જોઈ લઈશ, એ ભાવિભાવ નવો ઊભો કર્યો !
નિયતિ ઉપરથી તૈયત !
૩૧૪
આપ્તવાણી-૧૧ તેનો ભાવ આજે કરીએ. આપવા નથી એ જે ભાવ કર્યો તે...
પ્રશ્નકર્તા : પણ એ જે તમે કીધુંને, એને માટે શબ્દ દાનત.
દાદાશ્રી : દાનત. પણ આ નિયતિ શબ્દને લીધે તમને આ નિયતિ તમારે જાણવું છે ને એ નિયતિ આમાં વપરાય છે કે તારી મૈયત બરોબર
નથી.
એટલે આ શું કહેવા માંગું છું ત્યાં આગળ કે ભલે પૈસાની ખોટ ગઈ, આમ તેમ થયું, પણ છતાં હવે શી રીતે આપીશું તે વખતે, એવો મુકાબલો નહીં કરવાનો કે હવે શું આપવું છે ?! તે ઘડીએ એમ જ રાખવું કે મારે પૈસા આપી દેવા છે. મરતાં સુધી આપણે, ન અપાય તેનો વાંધો નથી, પણ પૈસા માટે આપી દેવા છે જ્યારે આવે ત્યારે. એ વૈજ્ઞાનિક રીત
નિયતિ તમે જોયેલી હશે, એ નિયતિ ? પ્રશ્નકર્તા ઃ ક્યાંથી કેવી રીતે જુએ ?
દાદાશ્રી : નહીં તો શી રીતે આવડા મોટા થયા, આટલા બધા રૂપિયા ભેગા કર્યા છે, તો ય નિયતિ જોયેલી નહીં ? એક માણસ મને કહે છે. મારે નિયતિ જોવી છે. મને દેખાડો કહે છે.
તમને એક દાખલો આપું. એક ભઈની પાસેથી પચાસ હજાર રૂપિયા લઈ ગયો હોયને, પછી પૈસા જતા રહ્યા પેલાના એટલે મનમાં એમ થયું કે હવે શી રીતે આપીશું ? તે જતા રહ્યા ત્યાં સુધી આપવાનો ભાવ હતો. અને પછી પૈસા ખલાસ થઈ ગયા એટલે થોડા અરસામાં એણે નક્કી કર્યું કે હવે શું આપવું-લેવું છે, મેલોને છાલ, કહેશે ! અને પછી કમાયો. પેલું શું આપવું-લેવું છે એ રહ્યું ઠેઠ જોડે. જે અભિપ્રાય બાંધ્યોને તે જોડે રહ્યો. ત્યાર પેલો પૈસા માંગતાવાળો શું કહે, હં, પૈસા આવ્યા તો ય નિયત જ ખોટી છે તમારી. એ નિયતિ. સમજ પડીને ? પૈસા આવ્યા તો ય તમારી નિયત બૂરી છે, એવું કહે છે કે નહીં કહેતાં ?
પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : નૈયત એટલે શું ? ભાવિભાવ. ભવિષ્યમાં જે થવાનું છે
નૈયત બગડે એ નિયતિ છે. નિયતિમાં એણે નિયત બગાડી. એનો ધક્કો, માર ખાવો પડશે હવે. નિયત જો બગડે નહીં તો સીધો મોક્ષ ચાલ્યો જાય, કોઈ પણ વાતમાં નિયત બગાડે નહીં, નિયતિનો દુરુપયોગ ના કરે તો !
નિયતિ હંમેશા ભાવિભાવ રૂપે હોય. ભૂતભાવરૂપે ના હોય. અત્યારે કોઈ પણ માણસે એક માણસનું ખૂન કર્યું પણ છતાં એને ભાવ આવે છે, ભાવિભાવ આવે છે કે ખૂન ક્યારે ય ન કરવું જોઇએ હવે. એ ભાવિભાવ આવતા ભવમાં છે તે એનું ફળ આવશે. એ નિયતિનું છે. નિયતિના આધીન એને છે તે હવે ખૂન ના કરવું જોઈએ, એ આવશે.
પ્રશ્નકર્તા : નિયતિ એટલે આ કર્મ અને આ એનું ફળ. એ નિશ્ચિત છે, ચોક્કસ છે. અને એ એને ભોગવવાનું એ એની નિયતિ છે.
દાદાશ્રી : નહીં, કર્મનું ફળ જે છે ને એ તો સ્વભાવિક છે. જેમ માણસે વાંચ્યું ના હોય. અને સ્વભાવિક રીતે નાપાસ થાય, એમાં નિયતિની શી જરૂર ?
પ્રશ્નકર્તા : હા.