________________
થાય છે. તેનું પછી કુદરત ગોઠવણી કરે છે. કુદરતના સંયોગો ભેગા થાય કુદરત ને બધું ભળે, કુદરત ભળતાં જે પ્રમાણ થાય, રંગરૂપ થાય. અંતે જે રિઝલ્ટ આવે છે એ વ્યવસ્થિત ! રિઝલ્ટ આપવાનું વ્યવસ્થિતની સત્તામાં ! ‘વ્યવસ્થિત’ શક્તિ કોઈની સત્તામાં નથી, કોઈના આધારે નથી. એ પોતે જ પરિણામ છે. જેમ પરીક્ષા આપે છે તેને તેનું આ પરિણામ છે !
અંદર અંતઃકરણની, મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારની ક્રિયાઓ ચાલતી જ હોય છે. મનની ગાંઠો ફૂટે ત્યારે તેમાં અહંકાર વિચરે, એટલે એ આવી ગયો વિચાર દશામાં. અહંકાર તન્મયાકાર થાય તેને મનની અવસ્થામાં અવસ્થિત થયો કહેવાય, તેનું ફળ આવે કોમ્યુટરમાંથી રિઝલ્ટ આવે તે વ્યવસ્થિત. દૂધમાં દહીં નાખવાથી એ દહીં ના કહેવાય એ અવસ્થિત કહેવાય. દહીં જામે ત્યારે તે વ્યવસ્થિત કહેવાય.
ગહન જ્ઞાન સમજાવે છે સૂર્યનારાયણનું ઊગવું અને સવાર થવી બે સાથે હોય છે ? આમાં સૂર્યનારાયણ પહેલા હોય છે સવાર થવામાં. સવાર પહેલી ના હોય. એવી રીતે વ્યવસ્થિત પહેલું હોય ને ઉદય પછી હોય.
કર્મની વાત અધુરી પાંગળી રહે છે. સારું થાય તો “મેં કર્યું, ને બગડે તો ‘કર્મ રાશી છે' બોલે. એ વિરોધાભાસ છે. તેથી મહીં સમાધાન ના રહે. ને કર્તાપણું ય ના છૂટે ! અને વ્યવસ્થિત તો એકઝેક્ટ છે. ચંદુભાઈ’ કામ કર્યે જાવ, “આપણે” કશું નથી કરવાનું, પછી વ્યવસ્થિત બધો હિસાબ ચૂકતે કરી નાખશે !
આ ધરતીકંપ, વાવાઝોડાં, પ્લેનક્રેશ થાય, એ બધું ય વ્યવસ્થિત. સામુહિક કર્મનો ઉદય થાય ત્યારે બધાં સામટાં સમુહમાં જ મરે ! સાથે મળીને કરેલાં કર્મો, સત્સંગ, લઢાઈ, વિ. સાથે મળીને ભોગવવા પડે, પુણ્યના હોય કે પાપનાં હોય.
જન્મ્યો ત્યારથી નનામી કાઢે ત્યાં સુધી બધું જ ફરજિયાત છે ! ફરજિયાતમાં ક્યાં રહ્યું કર્તાપણું ?
કષાયો એ વ્યવસ્થિતને આધીન છે, એમ ના કહેવાય. અને કષાયી કષાયોને તાબે છે !
ક્રિયાઓ ફરે નહીં પણ ભાવ ફરે. અજ્ઞાન દશામાં ભાવને ફેરવવાનું પૂજ્યશ્રી કહે છે ! ભાવ ફરે એટલે પરિણામ ફરવાનું જ ! જ્ઞાન પછી તો ભાવનો ય કર્તા પોતે રહેતો નથી. માત્ર જાણનારો ને જોનારો જ રહે છે. ને ઓટોમેટિક બધું ખરી પડે છે. જ્ઞાન પછી કશાને ફેરવવાનું નથી, ખરી પડે છે માત્ર તેને જુદા રહીને જોવા જાણવાથી !
| ‘વ્યવસ્થિત’નું જ્ઞાન જેને જ્ઞાની પાસેથી રિયલ-રિલેટીવના ડીમાર્કેશન પડ્યું હોય એને જ અપાય. પછી સજીવ અહંકાર જાય, નિર્જીવ અહંકાર જ રહે, જે સંસારના કાર્યો કરી આપે.
કર્તાભાવ છૂટે પછી અવસ્થિત ના થાય, અવસ્થામાં અહંકાર તન્મયાકાર ના થાય, એટલે અવસ્થિત ના થાય, એટલે તેનું નવું વ્યવસ્થિત ના આવે. જૂનું ભોગવીને પૂરું થઈ જાય !
પેપર પર યોજના ઘડાય પછી એની મેળે થયા કરે. યોજના એટલે અવસ્થિત. તે વખતે, પુરુષાર્થ વખતે પોતે નિમિત્ત છે અને કાર્ય વખતે નિમિત્ત ના કહેવાય. કાર્ય વખતે પોતે પાછો ગર્વરસ લે છે કે “મેં કર્યું તેનો ડખો થયા વગર રહે જ નહીં. એ ગર્વરસ લે એ નવું આયોજન કર્યું કહેવાય !
આ ભવમાં વ્યવસ્થિતમાં કંઈ ફેરફાર થાય ? ના થાય. જભ્યો ત્યાંથી મરતા સુધીનું બધું જ ફરજિયાત છે. મરજિયાત માને છે તે ભ્રાંતિ છે, તે કર્મ ચાર્જ કરે.
‘વ્યવસ્થિત’નાં જ્ઞાનની વાત બહુ ઝીણી છે. સ્થૂળ અર્થથી લઈને સૂક્ષ્મતમ અર્થ સુધી સમજવાનું છે.
(૫) સર્જત-વિર્જત આ જગતનું ઈસેન્સ (અર્ક) શું છે ? શુદ્ધાત્મા છે અને સર્જન
(૪) અવસ્થિતનું પરિણામ વ્યવસ્થિત વ્યવસ્થિત એ એક કોમ્યુટર જેવું છે ! આપણા ભાવો એમાં ‘ફીડે’
2g