________________
૧૦૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : લોકો લર્નેડ(શિક્ષિત) શબ્દ વાપરે છે ને ?
દાદાશ્રી : લર્નેડ એટલે ભણેલો માણસ. બુદ્ધિશાળી તો આપણા લોકો અમથા માની બેઠા છે કે હું બુદ્ધિશાળી છું. ડૉક્ટરો એમની મેળે માની બેઠા છે, વકીલો એમની મેળે માની બેઠા છે, દરેક ધંધાવાળા એમની જાતને બુદ્ધિશાળી માને.
બુદ્ધિશાળી કોને કહેવાય કે જેના ઘરમાં મતભેદ ના હોય, ઝઘડા ના હોય. બુદ્ધિશાળી (સવળી બુદ્ધિવાળા)ને આટલું કામ તો આવડે જ. પ્રશ્નકર્તા : બુદ્ધિ ના હોય ત્યાં મતભેદ ના પડે ?
દાદાશ્રી : જેનામાં ખરેખર બુદ્ધિ નહીં. પણ આ તો બુદ્ધિ નથી અને છે
મતભેદ પડે છે.
નથી, એનામાં મતભેદ હોય એમ માની બેઠેલા છે, તેને
પ્રશ્નકર્તા : મુશ્કેલીઓ હોય, એના સમાધાન માટે પણ બુદ્ધિની જરૂર પડે ને ?
દાદાશ્રી : બુદ્ધિ બે પ્રકારની. જે બુદ્ધિ પઝલ ના હોય ત્યાં પઝલ ઊભું કરે એ વિપરીત બુદ્ધિ અને જે બુદ્ધિ પઝલ હોય એને સોલ્વ કરી નાખે એ સાચી બુદ્ધિ. સાચી બુદ્ધિ હોય તો એમને હેલ્પ કરે. બાકી, પેલી હેલ્પ ના કરે, પઝલ ઊભું કરી દે, વધારે ગૂંચવે.
પ્રશ્નકર્તા : એવી સાચી બુદ્ધિ હોય તો એ સરળ હોય ?
દાદાશ્રી : હોય જ નહીં ને પણ, ક્યાંથી લાવે સાચી બુદ્ધિ ? સાચી બુદ્ધિ માથે મારો હાથ ફર્યા વગર થાય નહીં, વિપરીત જ હોય. તે દા'ડે દા'ડે મુશ્કેલીઓ વધારે, ના હોય તો ઊભી કરે. કો'ક દા'ડો કઢી ખારી થાય અને ટેબલ ઉપર બીજું સારું જમવાનું હોય, છતાંય ગાંડું બોલ્યા વગર રહે નહિ. ‘કઠું ખારું થયું છે,’ એવું બોલે. બોલે કે ના બોલે ? આને હવે બુદ્ધિશાળી કહેવો કે ડફોળ કહેવો ?
પ્રશ્નકર્તા : સમજ અને બુદ્ધિ વચ્ચે શું ફેર ?
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
વધારે.
૧૦૯
દાદાશ્રી : સમજ છે તે મતભેદને ઘટાડે અને (અવળી) બુદ્ધિ
પ્રશ્નકર્તા : સાચી બુદ્ધિ હોય તો ય મતભેદ ના થાય અને સાચી સમજણ હોય તો ય મતભેદ ના થાય.
દાદાશ્રી : સાચી બુદ્ધિ હોય જ નહીં ને ? બુદ્ધિવાળા ડેવલપ્ડ વિશેષ !
પ્રશ્નકર્તા : એક માણસ મનના સ્તરમાં રહે છે અને એક માણસ બુદ્ધિના સ્તરમાં રહે છે, એ બેમાં ભેદ શું હોય ?
દાદાશ્રી : બુદ્ધિના સ્તરવાળા તો જે પ્રખર બુદ્ધિશાળી છે ને, તે જ. બીજા બધા તો મનના લેયર (સ્તર)માં જ છે.
પ્રશ્નકર્તા ઃ હવે આ પ્રખર બુદ્ધિશાળી કોણ કોણ હોય ? કેવા હોય ? દાદાશ્રી : પ્રખર બુદ્ધિશાળી આ દુનિયામાં ખરાબમાં ખરાબ જગ્યાને બધી રીતે વ્યવસ્થિત કરી નાખે, એ બધું સરસ બનાવી દે. બુદ્ધિશાળી એની ગોઠવણી કરે. બાકી અહીંની બધી વ્યવસ્થા કે જે મનના સ્તરવાળાને ના ગમતી હોય, પણ બુદ્ધિશાળી તો એ બધી જ ગમતી કરી નાખે અને મતભેદ તો ઘણાખરા ઓછા કરી નાખે.
તો
મનના લેયરવાળો ડેવલપ ના થયેલો હોય ને બુદ્ધિના લેયરવાળો બહુ ડેવલપ હોય. એ તો આજે મતભેદ પડ્યો તો પાંચ-સાત દહાડા વિચાર કરી કરીને ફરી ન પડે એવું જડમૂળથી કાઢી નાખે. એવા એ બુદ્ધિશાળી તો બહુ જબરા હોય !
પ્રશ્નકર્તા : એટલે ભલે એની પાસે જ્ઞાન ના હોય, છતાં બુદ્ધિથી મતભેદ કમ્પ્લિટલી કાઢી શકે ?
દાદાશ્રી : હા, બુદ્ધિથી બધું કાઢી નાખે. બુદ્ધિથી તો એટલો બધો સંસાર સરળ કરી નાખે કે ન પૂછો વાત ! પણ કુદરતી એવું છે કે ‘હું કર્તા છું’ એટલે મહીં છે તે અંતર્દાહ બળ્યા જ કરતો હોય.