________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
પ્રશ્નકર્તા : ઉડાડી મૂકવી એને. દાદાશ્રી : હા, ઉડાડી મૂકવી. “આવો જવાન માણસ તું !”
મંદી આવશે ત્યારે, “શું થશે ? શું થશે ?” “અલ્યા, શું થશે ?” દુનિયા એવી ને એવી રહી છે. શું થઈ જવાનું છે ? આપણે જીવતા ને જીવતા રહીએ છીએ. આ સ્ટીમર ત્યાંથી ઇંગ્લેન્ડથી નીકળે, તે અહીં સુધી સાજી આવે અને રસ્તામાં ત્રણ વખત હાલી તો ‘શું થશે ? શું થશે ?” અલ્યા, મૂઆ, હમણે જશે એ તો ! ખાઈ-પીને, નાસ્તા કરીને ભગવાનનું નામ દે, ક્રાઈસ્ટનું નામ દો. સ્ટીમર મહીં ડૂબી જાય કે ના જાય ? હવે તે વખતે શું થશે ? શું થશે ? શું થશે ? તે કોણ શીખવાડે છે ? આ બુદ્ધિ અકળાવે છે. બુદ્ધિ હેરાન કર્યા કરે છે. ‘શું થઈ જશે ? શું થઈ જશે ?” અરે, શું થઈ જવાનું છે ? કાં તો ડૂબી જવાનું છે કાં તો તરવાનું છે. બેમાંથી એક થવાનું છે. માટે ભગવાનનું નામ દે ને છાનોમાનો. બેથી ત્રીજું કંઈ થાય કશું ? અને મહીં ડૂબી તો જવાની. એ તો કો'ક જ ફેરો ડૂબે.
બુદ્ધિ નેગેટિવ, પોઝિટિવ આત્મા ! આત્મા પોઝિટિવ છે અને બુદ્ધિ નેગેટિવ છે. વિચારો કરાવડાવે, આમ નથી થવા દેતું ને આમ થવા દેતું નથી. નથી થવા દેતું એને જોવાનું નથી, શું થવા દે છે એ જોવાનું છે. તો બહુ રીતે મહીં, ચોગરદમની મદદ કર્યા કરે.
એટલે બુદ્ધિ તો આપણો ટાઈમ બગાડે ને આપણને આનંદ ઉત્પન્ન થવા ના દે. અને ‘મારું કશું જ અધૂરું નથી', આમ કહેવું, “ધન્ય છે આ દિવસ !” શ્રીમદ્ રાજચંદ્રને એક ‘સમકિત પ્રકાશ્ય’ તેમાં તે કહે છે, “ધન્ય રે દિવસ આ અહો !”
એટલે આપણે ત્યાં નેગેટિવ વાતો ના હોય, બધી પોઝિટિવ વાતો હોય. નેગેટિવ તો સંસારી વાતો, ટાઈમ બગાડે. ગૂંચવે અને સુખ ના આવવા દે.
“એ' કરાવે શંકા ! પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત શક્તિ’ બધાને બુદ્ધિ આપે છે ?
દાદાશ્રી : ના. બુદ્ધિ તો કર્માનુસારિણી છે. તમારું કર્મ છે ને, તે આધારે પ્રકાશ હોય અને પ્રકાશના આધારે તમે સુખ ભોગવો અને દુઃખ પણ ભોગવો. પ્રકાશ ના હોય તો તમે સુખ-દુ:ખ પણ ના ભોગવી શકો.
આ રૂમમાં બધા બેઠા છે અને પેણે આગળથી આવડો એક સાપ પેસી ગયો. અને રૂમમાં લાઈટ બિલકુલ ડીમ (ઝાંખી) જેવી હોય. અને પેલાને એમ લાગ્યું કે આ સાપ પેસે છે. બે જણે જોયું. હવે રાતે ત્યાં સૂઈ રહેવાનું. બહાર તો વરસાદ પડે છે પાર વગરનો, તે બૂમાબૂમ વળે નહીં. એટલે મૂંઝાયને બધું બીજા બધા આખી રાત સૂઇ જાય. પેલા બે જણા સૂઈ જાય ? કારણ કે આ પેસી ગયાનું એને જ્ઞાન થયું. હવે નીકળવાનું જ્ઞાન થાય ત્યારે છૂટો થાય. જેને જ્ઞાન નથી તેને શું દુ:ખ છે ? સુખેય ના હોય ને ? બુદ્ધિવાળા તો સુખ ભોગવે. સમજણથી સુખ ભોગવે.
કોઈને છોકરો ના હોય અને ગર્ભ રહ્યો હોય પેટમાં, તે રોજ રોજ ડૉક્ટર પાસે જઈને, ‘સાહેબ, જીવતું છે કે મરેલું,’ મને કહો. રોજ શંકા એને ઉત્પન્ન થાય, નવ મહિના સુધી. આજનું જગત એટલું બધું શંકાશીલ થઈ ગયું છે. તેના આ દુ:ખ છે ને ! શંકાશીલ ! આમ થઈ જશે કે શું થઈ જશે, તેમ થઈ જશે કે શું થઈ જશે ? મને હઉ કહે ને કે, મહીં હાડકું સંધાયું કે નહીં, તેનો ફોટો પડાવતા રહેજો ! અરે મૂઆ, એનો ફોટો લેવાની જરૂર શું છે તે ? તે વખતે આપણે જરૂર હોય તો પૂરું થયા પછી લઈએ, એ વાત જુદી છે. હાડકું સંધાઈ ગયા પછી, એની હવે શંકા શું ? એને માટેય શંકા ? પણ આખો દહાડો બુદ્ધિથી ખેડ-ખેડ, ઘસ-ઘસ કરે છે અને ધાર ઝીણી કરી નાખે છે. પછી બુદ્ધ જેવા થઈ જાય છે.
એતે' ગમે તે રીતે ભગાડો.... અમારે બુદ્ધિ કામ નથી કરતી. બુદ્ધિ કામ કરે તે ઘડીએ મન