________________
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : આ જગત ગપ્પુ નથી. એટલે જો ખાતાં બિડાઈ જશે
તો મોક્ષ નક્કી થશે. નહીં તો તમે સામાને ગાળો આપી આવ્યા તે પાછી લેતી વખતે તમે કચક્ચ કરો છો તે ચાલે નહીં.
ed
પ્રશ્નકર્તા : એટલે આમાંથી બચવાનો પ્રયત્ન નહીં કરવો ?
દાદાશ્રી : પછી કંઈ ના થાય, એની જવાબદારી લઉં છું.
પ્રશ્નકર્તા : એટલે સામો ગોળીબાર કરે તો આપણે બચવાનો પ્રયત્ન નહીં કરવાનો, એનો અર્થ એ થાય ?
દાદાશ્રી : પ્રયત્ન તો, જો થાય તો કરવા અને નુકસાન નહીં કરવાનું. તમારે છે તે એના માટે અવળા વિચાર નહીં કરવાના. એ ગોળીબાર કરે તોય તમે ગોળીબાર બંધ કરી દો. સામો ગોળીબાર કરે તેથી આત્મા મરે નહિ.
પ્રશ્નકર્તા : હા, પણ આપણને તકલીફ થાય ને ?
દાદાશ્રી : તકલીફ ના કરવી હોય તો આપણે સંસારમાં ભટકવાનું રાખો. શું ખોટું છે આ સંસારમાં ? આપણે તકલીફ કરી આવ્યા હોય તે પાછી આવે તો એમાં ગુનો શો ? માટે તરત સ્વીકારી લો. આ હસતા મોઢે સ્વીકારી લો કે, ‘બહુ સારું થજો ભાઈ એનું !’ બુદ્ધિથી ગોળી મારી, નહિ તો પેલી ગોળી મારે તો દેહ છૂટી જાય ને બુદ્ધિથી ગોળી મારી તે તો સારું કર્યું છે, જીવતા રહ્યા ને ! અને ભટકવું હોય તોય રસ્તો છે. તમે મારો સામી બે ! ભટકવાનું ગજું હોય અને ભટકવાની ટેવ પડેલી હોય, તો નિરાંતે એક ફેરો મારી આવો જોઈએ. પછી ફરી છોડાવનાર નહીં મળે. આ તો અહીં છોડાવનાર મળે છે, ત્યારે આવી કચકચ થયા કરે છે ? બુદ્ધિથી ગોળીબાર કરે તેને આશીર્વાદ આપ્યા કરવા નિરાંતે મહીંથી, ‘સારું થજો તારું, તેં અમને કર્મમાંથી છોડાવ્યા !' ના ગમતું હોય એણે બે ગોળીબાર કરવાના. બેમાંથી એક કરો.
પ્રશ્નકર્તા : પણ આપણામાં શક્તિ હોય તો બે ગોળીબાર કરીએ ને ?
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
દાદાશ્રી : એના કરતાં સીધેસીધું મૂકી દો ને ત્યારે છાનામાના. શક્તિ નથી અને વાઘની ભૂલ કાઢવી છે ? ભલભલા શક્તિવાળાએ છોડી દીધું ને ! અમે આખી જિંદગીમાં હથિયાર જ ઝાલ્યું નથી. હથિયાર બધાં નીચે મૂકીને બેઠો છું, ક્ષત્રિય થઈને ! સામો હથિયાર મારે તોય પણ મેં એ ઝાલ્યું નથી ! જો છૂટા થવું હોય તો હથિયાર મૂકી દો ! નહીં તો ઝાલો હથિયાર ને આવી જાવ ! બંધ કરો બારણાં, બુદ્ધિતાં !
૧
જેટલું મૌન પકડશો એટલી બુદ્ધિ બંધ થશે. બુદ્ધિ બંધ થશે એટલે મૌન થાય. એટલે આ જે વાણી બોલાવ બોલાવ કરે છે, તે બુદ્ધિ બોલાવ બોલાવ કરે છે. બુદ્ધિ અને અહંકાર બે ભેગા થઈને વાણી બોલાવ બોલાવ કરે છે. અને મૌન થશે ત્યાર પછી બધું પાછું ફરશે.
બુદ્ધિનાં બારણાં બંધ થાય ત્યારે મોક્ષની તૈયારી થાય. બુદ્ધિને લઈને સંસાર છે. જેને બુદ્ધિ નથી એનો સંસાર વિલય થયા કરે છે. આ જનાવરો-બનાવરોને બુદ્ધિ નહિ, અહંકાર ખરો. બુદ્ધિ નહીં એટલે અહંકાર વિલય થયા કરે, નિરંતર વિલય જ થયા કરે. નર્કગતિના જીવોને વિલય થયા કરે, જાનવરોને વિલય થયા કરે, દેવલોકોને વિલય થયા કરે, બુદ્ધિ નહીં ને ! આ બુદ્ધિના ડખાવાળા લોકો, પુણ્યશાળી લોકો (!)
પ્રશ્નકર્તા : બુદ્ધિનો બહુ ડખો રહ્યા કરે, કે આમ થઈ જશે, તેમ થઈ જશે. આ બુદ્ધિના ડખા પણ આખો દિવસ બહુ ચાલ્યા કરે.
દાદાશ્રી : હા, ‘શું થઈ જશે ?’ આપણે કહીએ. આ કારખાનું એમનું એમ ચાલ્યા કરે છે. ખોટો જતી નથી, ભાઈઓ બધા જીવતા છે અને શું થઈ જશે ? કશું જ થવાનું નથી, કહીએ.
પ્રશ્નકર્તા : એ વાત કરેક્ટ છે દાદા, છતાં બુદ્ધિ પોતાનું ઊભું કરી નાખે છે. આટલા નાનાને આવડું મોટું કરી બતાવે છે.
દાદાશ્રી : હા, એ ઊભું કરી નાખે તો પછી આપણે એને શું કરવું ? બુદ્ધિની ભઈબંધી કરવી ?