________________
અહંકારના ઉત્પત્તિનાં વિજ્ઞાનની સૂક્ષ્મ સાયન્ટિફિક હકીકતો કેવળ આત્મસ્વરૂપની દશાએ વર્તતા જ્ઞાની પુરુષ જ ખુલ્લી કરી શકે. તત્ત્વ વિજ્ઞાનમાં, અહંકારનું ઉત્પત્તિસ્થાન શું હશે અને તેનો વિલય કઈ રીતે કરવો કે જેથી જન્મ-મરણના, ચતુર્ગતિના ચક્કરમાંથી મુક્તિ મળે. તે સમજ મુક્ત પુરુષ દાદા ભગવાનની પ્રત્યક્ષ સરસ્વતી જ્ઞાનવાણી દ્વારા સુજ્ઞ વાચકને પ્રાપ્ત થાય છે. મનુષ્ય માત્ર ભિન્ન ભિન્ન ડેવલપમેન્ટમાં હોય અને કળિકાળે પ્રકૃતિ વિકૃતપણે વિકસી ગઈ છે. કોઈકને મનનો, કોઈકને બુદ્ધિનો, કોઈકને ચિત્તનો, કોઈકને અહંકારનો રોગ વધી ગયેલો હોય. જ્ઞાની પુરુષે તે કોઈ પણ પ્રકારના રોગથી મુંઝાતાઓને તેના સ્થળથી માંડીને સૂક્ષ્મતમ સુધીના સમાધાની ફોડ આપ્યા છે.
તેમનો અદ્ભૂત જ્ઞાનપ્રયોગ હતો તે બે કલાકમાં અંતઃકરણથી, બાહ્યકરણથી, તમામ સ્થૂળતમથી સૂક્ષ્મતમ કર્મોના આવરણથી પોતાને મુક્ત કરી આત્મસાક્ષાત્કારી પદમાં સ્થિર કરાવી દેતાં અને તે પદમાં રમણતા થવા તેઓની પાંચ આજ્ઞાઓ છે. જ્ઞાન અને આજ્ઞા પામેલા દીક્ષિતોને પછી આ અંતઃકરણથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી છૂટા રહી શકાય અને તે બધા અંતઃકરણ સહજ સ્થિતિમાં વર્તે ને સંસાર વ્યવહાર ઉકલે તેવી સુંદર અનુભવગમ્ય સમજની ગેડ પ્રસ્તુત સંકલનમાં પ્રાપ્ત થાય છે.
ઉપોદ્ધાત
ડૉ. નીરુબહેન અમીત [ખંડ-3] બુદ્ધિ
(૩.૧) અબુધતા વરે જ્ઞાતીતે સંપૂજ્ય દાદાશ્રી કહેતા, અમારામાં એક છાંટોય બુદ્ધિ નથી ! અમે પુસ્તકમાં લખ્યું છે કે અમે અબુધ છીએ ! બુદ્ધિ ના હોય તો શું હોય ? જ્ઞાન, ડિરેક્ટ પ્રકાશ !
જ્યાં સુધી બુદ્ધિ હોય, ત્યાં સુધી આપણાથી બીજા ડરે. બાળકોય ડરે ને પત્નીય આમ આમ ધ્રુજે.
અબુધની કમાણી કોઈનેય ગમે ? અમને ગમી ને તેથી તે કરી ! એવું દાદાશ્રી કહેતા. બાળક પણ અબુધ કહેવાય. પણ એ અબુધતા, બુદ્ધિના વિકાસના અભાવને લઈને. અને જ્ઞાનીની અબુધતા તો, બુદ્ધિ વિકાસના ટોચ પર પહોંચી, ને પછી ખલાસ થઈ છે. એટલે અબુધતામાંથી પ્રબુદ્ધતા ને પ્રબુદ્ધતામાંથી પાછી અબ્ધતા ! બાળક અજ્ઞ નિર્દોષ ને જ્ઞાની પ્રજ્ઞ નિર્દોષ !
બુદ્ધિની શરૂઆત ત્યાંથી સંસારની શરૂઆત, બુદ્ધિનો અંત તે થયો મુક્ત ! બુદ્ધિ ખલાસ થાય, ત્યારે જગત જેમ છે તેમ દેખાય.
(૩.૨) બુદ્ધિનું સ્વરૂપ બુદ્ધિનું સ્વરૂપ શું ? જ્યાં જાય ત્યાં દેખાડે, નફો ને તોટો. ટ્રેનમાં ચઢે તોય બારી ખોળે. ભીડમાં ધક્કો મારવાનું શીખવાડે. સત્સંગમાં આવતાંની સાથે જ ખોળે, ક્યાં આગળ સારી જગ્યા છે ? ખરીદવા જાય તોય વસ્તુ સારી ખોળે. ને ખોટ જાય ત્યાં બુદ્ધિ કરે કૂદાકૂદ, બુદ્ધિ કંઈ ખોટ પૂરી આપવાની છે ? બુદ્ધિ દ્વકની માતા છે. નફો-ખોટ, સારું-ખોટું, સુખ-દુ:ખ દેખાડ્યા કરે ને અશાંતિ કરાવે. જ્ઞાની áદ્વાતીત હોય.
બુદ્ધિ સંસારાનુગામી છે, સંસાર ભણી જ તાવ્યા કરે સદા. મોક્ષ માટે જોઈશે જ્ઞાન પ્રકાશ !
અંતઃકરણમાં ડિસિઝન લેવાનું કાર્ય કોનું ? બુદ્ધિનું. બુદ્ધિ પરિણામને જોઈ શકે છે, માટે તે નિર્ણય કરી શકે. બુદ્ધિનું ડિસિઝન પાછું સ્વતંત્ર નથી એનું, પુણ્યનો ઉદય હશે, તો ફાયદાકારક ડિસિઝન લેવાશે ને પાપનો ઉદય
સમય, સ્થળ, સંજોગ અને અનેક નિમિત્તોના આધીન નીકળેલી અદ્ભુત જ્ઞાનવાણીને સંકલન દ્વારા પુસ્તકમાં રૂપાંતર થતા ભાસિત ક્ષતિઓને ક્ષમ્ય ગણી અંતઃકરણના મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારના આવા અદ્ભુત વિજ્ઞાનને સૂક્ષ્મતાએ સમજી, પામી, મુક્તિ અનુભવીએ એ જ અભ્યર્થના.
જય સચ્ચિદાનંદ.
10