________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
દાદાશ્રી : પહેલાં બુદ્ધિ છે તે સમ્યક બુદ્ધિ જોઈએ. આ તો વિપરીત બુદ્ધિ છે. અને વિપરીત બુદ્ધિથી જે વીતરાગ બોધ સમજાયેલો એ કોઈ દહાડો ફળ આપે નહીં. બુદ્ધિ સમ્યક જોઈએ. સમ્યક બુદ્ધિ સંતોની ભક્તિથી, સેવાથી ઉત્પન્ન થાય અને સંસારનાં સંગથી વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થાય. એ વિપરીત બુદ્ધિથી વીતરાગ બોધ ક્યારેય પણ સમજાય નહીં અને હૃદયગત થાય નહીં.
૫૧
જ્યાં સુધી નિજછંદ પરિણામી બુદ્ધિ છે, ત્યાં સુધી એ વિપરીત બુદ્ધિ છે. એ સમ્યક થાય નહીં, ત્યાં સુધી એ વિપરીતતા જ ભજ્યા કરે. સમ્યક બુદ્ધિ સાચા-ખોટાની લડાઈ ના કરે. સાચા-ખોટાની લડાઈ, થતી હોય તો કો'ક કહેશે, ‘ભઈ, બેમાંથી કોણ સમ્યક બુદ્ધિવાળો ?” બેમાંથી જે લડાઈને છોડી દે એ સમ્યક બુદ્ધિવાળો. સમ્યક બુદ્ધિ કેવી હોય ? મત ના હોય, ગચ્છ ના હોય, જુદાઈ ના હોય, બીજી કોઈ ભાંજગડ ના હોય અને ગચ્છ-મતવાળી બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ કહેવાય. આ ને આ એનું ! અમારું
પ્રશ્નકર્તા : જો સામેવાળો સમ્યક બુદ્ધિથી વાત કરે તો બીજો બીજી બુદ્ધિથી વાત કરે. એટલે મતભેદ તો થવાના ને ?
દાદાશ્રી : ના, પણ સમ્યક બુદ્ધિવાળા માણસો કેટલા હશે ? પ્રશ્નકર્તા : નહીંવત.
દાદાશ્રી : શાસ્ત્રોનો સંગ હોય, સંત પુરુષનો સંગ હોય અને પરિગ્રહ ખલાસ થવા આવ્યા હોય, તે માણસને સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
બુદ્ધિ પાછી મતાભિગ્રહવાળી. અભિગ્રહ શાનો ? મતનો. આત્માનો અભિગ્રહ કરવાને બદલે મતનો અભિગ્રહ કર્યો. ક્યારે, કર્યો ગામ પહોંચે ? લાખ અવતાર થાય તોય કશું વળે નહીં. અંતરશાંતિ થાય નહીં. અંતરદાહ બળતો બંધ ના થાય. અને જ્ઞાની પુરુષની પાસે તો અંતરદાહ કાયમનો મટી જ જાય. અંતરદાહ જ ના સળગે.
પર
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ફૂંકાયું દેવાળું, સમ્યક બુદ્ધિતું !
તે દહાડે સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થતી'તી. એ ઉત્પન્ન થનારી વસ્તુ છે. કસોટી પરથી લાવવાની નહીં.
પ્રશ્નકર્તા : સમ્યક બુદ્ધિ કસોટીથી વધે નહીં ?
દાદાશ્રી : ના. એ સમ્યક બુદ્ધિ શું કરે કે, કોઈ બે લડતા હોય, તેને કહેશે, ‘ભઈ, ઊભા રહો. શું છે અલ્યા ?' ઝઘડો છે. ત્યારે કહે, ‘બપોરે ઘેર આવજો.’ તે ઘેર બોલાવે, શેઠ બેઉ જણને બેસાડે અને પૂછી લે. પેલો કહેશે, ‘મેં દોઢસો રૂપિયા એને આપ્યા છે, તે આપતાં નથી.’ એટલે શેઠ પેલાને કહે, ‘કેમ ભઈ, તું આપતો નથી ?” ત્યારે પેલો કહે, ‘શેઠ, હમણે સગવડ નથી.' એટલે શેઠ પછી શું કરે કે ભઈ, ‘તું પચ્ચીસ-પચ્ચીસ રૂપિયા હપ્તા કરીને આપજે. છ હપ્તામાં.’ ત્યારે કહે, ‘એ પહેલો હપ્તો છે નહીં.' ત્યારે કહે, ‘પહેલો હપ્તો હું તને આપું છું. પછી તું કરી લેજે બધો.' અને બેઉને જમાડે પાછા, પોતાની જોડે. અને સમાધાન કરીને બેઉને કહેશે, ‘મિત્રની પેઠ રહેજો હવે અને ઉકેલ લાવી નાખજો.' એવું તેવું સમ્યક બુદ્ધિ બહુ સારું કરી આપે.
પ્રશ્નકર્તા : પણ મહત્વનું તો એ જ આવ્યું ને ? પરિણામ કેટલાં બધાં ચોખ્ખાં કરી નાખ્યાં ?
દાદાશ્રી : ચોખ્ખાં કરી નાખ્યાં. તેને બદલે અત્યારે લોક કેવા છે ? પ્રશ્નકર્તા ઃ બન્નેમાંથી ખાઈ લે.
દાદાશ્રી : એટલે આમાં દોષ નથી. એ કર્મના બાંધેલા જ છે ને ? પણ આનાં ફળ તો ભોગવવાં જ પડશેને, બધાં ? આવું શોભે આપણને ? આપણે ત્યાં શેઠિયાઓ શું કરતા'તા ?
એને શ્રેષ્ઠી કહેવાતા હતા, તેનું અપભ્રંશ થયું ને શેઠ કહેવાયા. તે અત્યારે તો માતર-બાતર બધું જતું રહ્યું. શેઠની ઉપરથી માતર જતું રહે તો રહ્યું શું ?