________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૪૯
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
સમ્યક કેમ કરીને થાય ? એક જ સમ્યક બુદ્ધિવાળાને જુએ, એટલે વિપરીત બુદ્ધિવાળો જાણે કે આપણું ખોટું છે આ. એટલે ફેરવી નાખે તરત, જુએ તો. કહેવાથી, ઉપદેશથી ના ફરે, ઉપદેશથી ફરે જ નહીં. જોવાથી જ ફરે.
પ્રશ્નકર્તા : માણસની પાસે કદાચ સમ્યક બુદ્ધિ હોય, વિપરીત બુદ્ધિ ના હોય, એવું ના બને ?
દાદાશ્રી : એ સમ્યક બુદ્ધિ કેવી રીતે આવે ? સમ્યક બુદ્ધિ ક્યારે આવે ? જ્ઞાનીને ભેગો થયેલો હોવો જોઈએ અગર તો પૂર્વે સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થયેલી હોય તો, નહીં તો સમ્યક બુદ્ધિ હોય નહીં.
પ્રશ્નકર્તા : પણ એ તો વિપરીત બુદ્ધિ ઘટે ને સમ્યક બુદ્ધિ વધે તો ?
દાદાશ્રી : સમ્યક બુદ્ધિ ક્યાંથી લાવે ? સમ્યક બુદ્ધિ, એ કંઈ ખાણ નથી. સમ્યક બુદ્ધિ તો પ્લેટેડ વસ્તુ છે. બુદ્ધિ ઉપર પ્લેટિંગ (ઢોળ). કરે એવું હોય છે. અને તે એનું પ્લેટિંગ જ્ઞાની પુરુષ એકલા જ કરી શકે. તમારી બુદ્ધિ અને પ્લેટિંગ કરી નાખીએ તો સમ્યક બુદ્ધિ થાય, નહીં તો ત્યાં સુધી વિપરીત બુદ્ધિ કહેવાય.
જ્ઞાની પુરુષ પાસે બેસે, પરિચય સેવે ત્યારે એ બુદ્ધિ સમ્યક બુદ્ધિ થાય. એ બુદ્ધિ એવી સરસ ચલાવે ને મોક્ષમાં લઈ જાય, એવા વિચારોવાળી થાય. એ બુદ્ધિ કામ લાગે. ત્યાં સુધી તો આ વિપરીત બુદ્ધિ. કશું ભાન નથી, એક કિંચિત્માત્ર ભાન નથી જીવને ભટક ભટક કરવાનો શું હતું? શેને માટે જન્મે છે ? જીવન શું છે ? શેને માટે ખઉં છું, પીવું છું ? કશું ભાન નથી. એમ ને એમ ઉઘાડી આંખે જગત ઊંધે છે. એમ કેમ પોષાય ? હિન્દુસ્તાનમાં જન્મ્યા અને ઉઘાડી આંખે ઊંઘીએ એ કેમ પોષાય ?
એકાદ પ્રશ્ન પૂછવાનો વાંધો નહીં, કે આવા સંજોગો આવે તો અમારે શું કરવું એવું બધું અહીં પૂછી શકાય. તો હું તેનો ખુલાસો આપું. આ જ્ઞાન ના હોય તો સમ્યક બુદ્ધિથીય ઊકેલ આવે, પણ સાંભળ્યું હોય
તો. તે વખતે મારા શબ્દો હાજર થાય. કારણ કે અમારું વચનબળ હોય એટલે શબ્દો હાજર થાય.
પ્રશ્નકર્તા : બુદ્ધિનો વિપર્યાસ કહે છે તે શું છે ?
દાદાશ્રી : વિપર્યાસ એ બુદ્ધિનો નથી. આ બધું ચિત્તને અનુસરીને છે. જ્ઞાન ને દર્શન, બેઉ ભેગું છે તે ચિત્ત. પણ શાસ્ત્રકારો આમ જ, વિપરીત બુદ્ધિ ને એ બધું બોલ્યા છે ને, તે આમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી. પાછા લોકોના વિચાર ફરી જાય. આ તો જ્ઞાન સ્વરૂપની વાત કરું છું. જેમ છે તેમ, તે તો જગતમાં બહાર પડાય જ નહીં. કારણ કે જગત સમજી ના શકે આ બધી વસ્તુઓ.
વીતરાગ બોધ હૃદયગત કઈ ગમે ? પ્રશ્નકર્તા : એટલે આ બુદ્ધિ તો બધું બગાડતી જ હશે કે કંઈક સારું કરતી હશે ?
દાદાશ્રી : બધું જ બગાડે, કંઈ પણ વસ્તુ સુધારે નહીં. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી બુદ્ધિ મિથ્યાત્વી છે, મિથ્યા બુદ્ધિ છે. ત્યાં બધું જ બગડે. એટલે મોક્ષ સંબંધી બગડે. સંસારમાં સુધારો કરે વખતે, પણ મોક્ષના સંબંધી બધું જ બગાડે.
પ્રશ્નકર્તા : બુદ્ધિની આગળ મિથ્યા જ લાગે ને ? બુદ્ધિની આગળ સમ્યક ના લાગે ?
દાદાશ્રી : લાગે છે, પણ એ તો જ્ઞાની પુરુષની પાસે એક કલાક જ બેસે અને સત્સંગ સાંભળે ત્યારે એને એકદમ સીધું જ્ઞાન થાય નહીં, પણ એની અનાદિકાળની જે વિપરીત બુદ્ધિ હતી, તે સમ્યક બુદ્ધિ થવા માંડે. જેટલા પ્રમાણમાં સમ્યક થઈ ત્યારે એ સમ્યક દર્શનની વાત સમજવા માટે તૈયાર થાય. સમ્યક જ્ઞાનની વાત, સમ્યક ચારિત્રની વાત સમજવા માટે તૈયાર થાય.
પ્રશ્નકર્તા: વીતરાગ બોધ બુદ્ધિથી સમજાય પરંતુ હૃદયગત થવા માટે શો ઉપાય ?