________________
૫૫૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : તો બિલીફ પણ બુદ્ધિમાં ના આવે ?
દાદાશ્રી : ના, ના, રોંગ બિલીફ અહંકારથી છે. બુદ્ધિને બિલીફ કરવાનો રસ્તો જ નથી. એ તો અહંકારને બધીય રોંગ બિલીફ છે. રોંગ બિલીફ કરનારોય પોતે રોંગ બિલીફ છે. રોંગ બિલીફમાં રહીને રોંગ બિલીફ કરે છે. એ રાઈટ બિલીફમાં રહીને રોંગ બિલીફ નથી કરતો.
પ્રશ્નકર્તા : આ રોંગ બિલીફ જડમાં છે કે ચેતનમાં છે ?
દાદાશ્રી : જડમાં જ, ચેતનમાં નામેય નહીં. ચેતનને કશું લેવાય નહીં ને દેવાય નહીં, સાઢુ-સહિયારુંય નહીં.
પ્રશ્નકર્તા : પણ આ બુદ્ધિમાં ના ગણાય ?
દાદાશ્રી : બુદ્ધિ સલાહકાર છે ખાલી. એ તો પ્રેસિડન્ટનું કામ છે, વડાપ્રધાન ખાલી સલાહ આપે. અંધો એ અહંકાર જ, બધુંય એનું જ છે અને પાછો કહેશે ? “આ હું જ છું’ કહેશે. બુદ્ધિ ના બોલે કે “આ હું છું’. ‘ચંદુભાઈ, , આમનો સસરોય હું થઉં, આમનો મામય હું થઉં', બધું એ જ. બુદ્ધિને ભાગે કશુંય નહીં, લુખ્ખી ને લુખ્ખી. સમજણેય એ પાડે છે. અહંકાર એની આંખે જ ચાલવાનો.
પ્રશ્નકર્તા : આ રોંગ બિલીફ અને પુદ્ગલને સંબંધ ખરો ?
દાદાશ્રી : એવું કશું નહીં. રાઈટ બિલીફ હોય તો એવું ક્ય કરે, અને રોંગ બિલીફ હોય તોય એવું કર્યા કરે. બીજું કશું એમાં એને પોતાને સંબંધ છે જ નહીં. બિલીફ પ્રમાણે પરિણામ થયા કરે.
પ્રશ્નકર્તા : પુદ્ગલ સાથે સંબંધ નથી પણ રોંગ બિલીફનું પુદ્ગલમાં પરિણામ ઉત્પન્ન થયા વગર રહે નહીં, એવું કહો છો ? તો પછી એ રોંગ બિલીફને અને રાઈટ બિલીફને ચેતન સાથે સંબંધ ખરો ?
દાદાશ્રી : ખરો ને ! મૂળ ચેતન જોડે નહીં, પણ જે ઊભો થયો તે અહંકાર સાથે સંબંધ છે.
(૭) વિજ્ઞાન, અહંકારના જન્મનું !
૫૫૯ પ્રશ્નકર્તા : એ બરાબર સમજ ન પડી.
દાદાશ્રી : બિલીફો અહંકારની છે. રોંગ બિલીફો આમ જ ઊભી થાય છે, મૂળ અહમને પરમાણુ નથી.
એ છે વ્યતિરેક ગુણ ! પ્રશ્નકર્તા : અહંકાર એ વ્યતિરેક ગુણ કહેવાય ?
દાદાશ્રી : એ બધા વ્યતિરેક ગુણ જ છેને ! આત્માના ગુણ નથી, પુદ્ગલનાય ગુણ નથી.
પ્રશ્નકર્તા : એમાં કયા તત્વોનું વિશેષ પ્રમાણ છે ?
દાદાશ્રી : અહંકાર તો પોતાની ગેરસમજ છે, ‘હું કોણ છું' એ પોતાની સમજણ નહીં પડી ને લોકોએ કહ્યું કે “આવો ચંદુલાલ !' તે આપણેય માની લીધું એ અહંકાર.
પ્રશ્નકર્તા : આપણે જે અહંકાર શબ્દ વાપરવામાં આવે છે, એ કર્તાપણાનો અહંકાર એ કહેવા માંગે છે ?
દાદાશ્રી : અહંકાર શબ્દ તો ત્યાંથી શરૂઆત થઈ જાય, કે ‘હું ચંદુભાઈ છું’ એ રોંગ બિલીફ એ અહંકાર. કર્તા ત્યાર પછી થાય.
પ્રશ્નકર્તા : શરીર સાથેનો તાદાત્મભાવ એ જ અહંકાર ?
દાદાશ્રી : ના, એ દેહાધ્યાસ કહેવાય. અને અહંકાર તો એને કહેવાય કે “ચંદુભાઈ છું'. એ રોંગ બિલીફ છે એને અહંકાર કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું” એ રાઈટ બિલીફ છે એ નિર્અહંકાર.
છ દ્રવ્યો ભેગાં, ત્યાંથી વિભાવ ! પ્રશ્નકર્તા છ દ્રવ્યો ભેગાં થયા કે તરત જ વિભાવ ઉત્પન્ન થયો ?
દાદાશ્રી : ભેગાં છે માટે વિભાવ છે જ. થયો નથી, ભેગાં છે ને વિભાવેય છે.