________________
(૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર
દાદાશ્રી : અમે કહ્યુંને, બધાય જ્ઞાનીને હોય એવું. દેશના રૂપે કહે. ટેપરેકર્ડ હોય. એ અંદર બંધ થઈ ગયુંને ?
૫૦૭
પ્રશ્નકર્તા : અને પેલો વચલો માલિકીભાવ ઊડી ગયો. જે અંદરથી બોલવાનો, તે અહંકાર ભાવ ઊડી ગયો.
દાદાશ્રી : આત્મસ્વરૂપ જ થઈ ગયો. અક્રિયતા આવી, રહ્યું જ નહીંને. આત્મઅજ્ઞાન ત્યાં વાણી. આત્મઅજ્ઞાન એટલે અહંકાર, ત્યાં વાણી. વાણીથી જગત ઊભું થયું છે ને વાણીથી જગત બંધ થઈ જાય છે. એ જ વાણી જગતને બંધ કરે છે. વાણીથી, અહથી સ્વરૂપની વિસ્મૃતિ થઈ ને એ જ વાણીથી અહમ્ની વિસ્મૃતિ ને સ્વરૂપની સ્મૃતિ થાય છે.
પ્રશ્નકર્તા : ‘મારે સુધરવું છે' એવું જે કહે છે, એટલે સુધરવું એ કોને સુધરવું છે ?
દાદાશ્રી : એવું છેને, એ જે બગડી ગયેલો છે તે કહે છે કે મારે સુધરવું છે.
પ્રશ્નકર્તા : તે અહંકાર ?
દાદાશ્રી : અરે, અહંકાર જ, બીજું કંઈ નહીં. આત્માને લેવાદેવા નથી. જે બગડ્યો છે એ સુધરવા માટે પ્રયત્ન કરે છે.
પ્રશ્નકર્તા : એટલે સાબુથી કોલસાને ધોઈએ એના જેવું ? દાદાશ્રી : હા, એના જેવું. ઊલટું મહેનત નકામી જવાની બધી. પ્રશ્નકર્તા : કોલસામાંથી ડાયમન્ડ નથી બનતો.
દાદાશ્રી : હા, બને જ છેને બધા. એ તો આપણા લોક ડાયમંડ કહે છે, એ પણ એક જાતનો કોલસો જ છેને ? સ્વભાવથી જ ? સ્વભાવ ગુણધર્મ તો કોલસાના જ છેને !
અક્કલતો કોથળો, અહંકારતી ઇંઢોણી ઉપર !
કોઈ ગાળ ભાંડે તો કશું થાય તમને ?
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા ઃ અહંકાર થવાય, તો થાય તો ખરુંને !
દાદાશ્રી : અહંકાર થવાય ? અહંકાર ઘવાય તો સારું, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાયને ? અહંકારને તાજો રાખવો છે તમારે ? ફ્રેશ ? તમને અહંકારની બહુ જરૂર છે ?
૫૦૮
પ્રશ્નકર્તા : એ તો આપણી સાથે રહેલો જ હોયને ? દાદાશ્રી : હા, જોડે ને જોડે રહે. એ કંઈ ખસે જ નહીંને ! એને લીધે છે આ બધું.
એક જણ ફ્રેન્ચ કટ રાખતો હતો. તે આટલે સુધી આમ વાળ રાખે. તે હેરકટીંગ સલુનવાળાથી સહેજ વધારે કપાઈ ગયું, તે ચીડાઈને પેલાને બે-ચાર ધોલ મારી દીધી ! અલ્યા, થોડુંક વધારે કપાઈ ગયું, એમાં શું બગડી ગયું ?” પણ આ અહંકાર કેવો કામ કરે છે ને ? તમારે એવો અહંકાર કરે કે ? તોફાન માંડે કે ? ડાહ્યો છેને ? કોઈકનો અહંકાર ડાહ્યો હોય. કોઈનો અહંકાર ગાંડો હોય ! એ અહંકારના બેઝમેન્ટ (પાયા) પર પડી રહેલા હોય. લોકોને ‘અક્કલ વગરના' કહે. અને એ અક્કલનો કોથળો ! તે સાવ ખલાસ થઈ જાય, પથ્થર થઈ જાય માણસ ! કોઈને અક્કલ વગરના કહેવાય નહીં, એની મહીં આત્મા છે. એટલે જોખમદારી કેટલી ?
આ અહંકાર તો ક્રોનિક રોગ કહેવાય. એ અમારી પાસે રહે તો નીકળે, નહીં તો લોક તો ઊલટો વધારી આપે એ રોગ !
કોઈ કહેશે, ‘આ ચંદુભાઈમાં અક્કલ નથી', તો અસર થાય
તમને કશી ?
પ્રશ્નકર્તા : થાય તો ખરીને.
દાદાશ્રી : કેમ ? અક્કલના કોથળા છો તમે ?
પ્રશ્નકર્તા : નથી એટલે જ થાય.
દાદાશ્રી : અને કોઈ કહે કે આ ચંદુભાઈ ક્યાંના કલેક્ટર છે ? ત્યારે તમે એમ કહો કે હું કલેક્ટર છું ?