________________
(૪.૨) ચિતમ જ્ઞાન + દર્શન ચિત્ત કઈ રીતે શુદ્ધ થાય ? જ્ઞાન-દર્શન શુદ્ધ થયું, એટલે ચિત્ત શુદ્ધ થઈ ગયું.
ઓફિસમાં એક્કેક્ટ વસ્તુઓ દેખાય એ જ્ઞાન છે અને ઝાંખું ઝાંખું દેખાય એ દર્શન છે. ચિત્ત એટલે અરીસો જ જોઈ લો ને ! જ્ઞાન-દર્શન હંમેશાં વર્તમાનનું જ હોય.
| (૪.૩) ચિતશુદ્ધિતી સામગ્રીઓ ! પોતાના સ્વરૂપને બદલે વિનાશી વસ્તુઓમાં વહે છે, તેથી અશુદ્ધ બને છે ચિત્ત. ને તેથી ફલિત થયો સંસાર.
અશુદ્ધ ચિત્ત શું જુએ ? આ મારા કાકા ને આ મારા બાપા ને આ મારા સસરા. જ્ઞાની પણ એવું જ બોલે, પણ તેમની શ્રદ્ધામાં તેવું ના હોય. એ તો ડ્રામેટિક બોલે.
તમામ ધર્મો, તમામ ગુરુઓ, ચિત્તની શુદ્ધિકરણના રસ્તાઓ ચીંધે છે. ચિત્તને લાંગરવાના અનેક સ્થાનો હોય. અધોગતિના માર્ગો એટલે પત્તા રમવા, સિનેમા, નાટક, વિષય. જ્યારે ઊર્ધ્વગતિના માર્ગો એટલે દેવ-દેવીઓની પૂજા, અર્ચન, પ્રક્ષાલન પણ ઝાઝું ન વળે એમાં. ધાર્મિક ગ્રંથોનું વાંચન, ચિંતન, મનન, નિદિધ્યાસન, એ છે ચિત્તશુદ્ધિના સાધનો, છતાં કષાય જરાય ખસે નહીં એમાં..
કોઈ ગાળો આપે ને આપણને કિંચિત્માત્ર અડે નહીં, એનો અર્થ ચિત્ત અશુદ્ધ ના થવા દીધું.
દેહની શદ્ધિ, નદીમાં ઝબોળ ઝબોળ કરવાથી થાય. તેમ ચિત્તની શુદ્ધિ, સત્સંગમાં ઝબોળ ઝબોળ કરવાથી થાય. મેલું શું થયું છે ? મન કે ચિત્ત ? ચિત્ત માટે ચિત્તશુદ્ધિ વિના નથી છૂટકારો.
પ્રતિક્રમણ એ ઊંચામાં ઊંચું સાધન છે ચિત્તશુદ્ધિનું. અને એથી પણ ઊંચામાં ઊંચું સાધન, પ્રગટ જ્ઞાની પુરુષને સમર્પણ ને જ્ઞાનવિધિ.
ચિત્ત અશુદ્ધ છે એ સમજે કોણ ? બુદ્ધિજન્ય પ્રકાશથી અહંકાર. જેમાં રસ તેમાં ચિત્ત સ્થિર. પૈસા ગણતી વખતે ચિત્ત સ્થિર રહે
પરગજુ ભાવ, અંતમાં તો જ્ઞાનીકૃપા.
જ્ઞાની પુરુષ એક ફેર આત્માનું સુખ ચખાડે, પછી ત્યાંથી ચિત્ત ખસે જ નહીં. જે ચિત્ત નિરંતર સુખની શોધમાં જ, અનાદિકાળથી ભટકતું હતું, તે નિજસુખ ચાખ્યા પછી, બીજે ક્યાંય કેમ જાય ?
ચિત્તની શુદ્ધિ વિના, નથી પ્રવેશ મોક્ષમાર્ગમાં.
શાસ્ત્રોમાંથી જાતે દવા ખોળી, દર્દ મટાડાય ? શાસ્ત્રો જડ ને વૈદું ચેતનનું કરે. એ દવાથી કષાય જાય કઈ રીતે?
સામા પર એટેક કરવાથી, થાય ચિત્તની અશુદ્ધિ.
જાપ કરવાથી ચિત્ત સ્થિરતાને પામે ને વાંચનથી ચિત્ત શુદ્ધતાને પામે. ચોપડીમાંથી વાંચવાનું નહીં, આંખો મીંચીને અક્ષરે અક્ષર વાંચવાના.
અવળું જ્ઞાન-દર્શન તે અશુદ્ધ ચિત્ત. મન વિચારે ને ચિત્ત એ પ્રમાણે દેશ્ય દેખાડે. બેઉ જોડે કામ કરે, કેટલીક વાર.
ચિત્ત વસ્તુના સ્વભાવને દેખાડે, બુદ્ધિ વસ્તુનું મૂલ્યાંકન કરે.
અશુધ્ધ ચિત્ત સંસારી સાધનો દેખે, શુદ્ધ ચિત્ત અધ્યાત્મ ને અધ્યાત્મના સાધનો દેખે.
તમામ વૃત્તિઓ માત્ર વંશાવળી છે, અહંકારની. ચિત્તવૃત્તિઓ પણ વંશાવળી છે, અહંકારની.
ચરણ વિધિ કે નમસ્કાર વિધિ કરતાં કરતાં ચિત્ત ભટકે તેનું શું ? એ ક્યાં જાય છે એ દેખાયું, કે ચિત્ત શુદ્ધ થયું. ચિત્ત જાય પણ જોડે “આપણે” ના જઈએ તો પછી કશો વાંધો થાય ? ચિત્તને જોનારો શુદ્ધાત્મા. ભટકતાં ચિત્તને જોવાથી ચિત્ત શુદ્ધ થઈ જાય. યા તો પ્રતિક્રમણ કરવાથી.
મનને લાંગરવું જગત કલ્યાણની ભાવનામાં ને ચિત્તને લાંગરવું જ્ઞાની પુરુષમાં.
ચિત્તવૃત્તિનો નિરોધ નથી કરવાનો, એને શુદ્ધ કરવાની છે. જ્ઞાન પછી વૃત્તિ એની મેળે પાછી વળે. યોગીઓની ચિત્તની સાધના હોય, મનની નહીં. યૌગિક સાધનામાં જ્યોતિ દેખાય, પ્રકાશ-પ્રકાશ દેખાય, એ શું છે ? ચિત્ત ચમત્કાર. આત્માને ને એને કંઈ લેવાદેવા નથી. આત્મયોગીને એકાગ્રતાની જરૂર નથી, વ્યગ્રતાના રોગીને એકાગ્રતાની જરૂર હોય.
સંસારમાં રહીને ચિત્તશુદ્ધિના ઉપાયો શું? પ્રામાણિક્તા, નિષ્ઠા ને
26