________________
મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે
દાદાશ્રી : ના, જોખમ થાય. મનનાં ઑપરેશનમાં જોખમ છે. તેથી કહીએ ને, આ સાક્ષી લાવી આપ, બધાને કે ‘ભઈ, અમે ખુશી છીએ.’ તો લાવ હમણાં ઑપરેશન કરી આપું. અહીં આવ, કરી આપું પછી. તને મન દુઃખ નહીં દે.
૧૧૧
પ્રશ્નકર્તા : ધાર્મિક દૃષ્ટિએ તો બધા એક જ છે, એક જ સ્વરૂપ છે તો પછી સાક્ષીની જરૂર ક્યાં ?
દાદાશ્રી : સાક્ષીની જરૂર તો ખરીને ! સાક્ષી વગર તો ચાલે જ નહીં ને ! ઑપરેશન કરનાર હું, ઑપરેશન તારા મનનું કરવાનું અને આ બધાં જોનારાં. એ બધા સાક્ષી. હવે તું મને અહીં આગળ લેખિત કરી આપ, કે ભઈ, આ બે જણ મારા સાક્ષી રહેશે.' પછી જવાબદારી આવે, તે અમારે માથે નહીં. એ પછી તમે જાણો. શી જવાબદારી આવે એ તમે જાણો છો ?
એ તો એક મોટા લેખક હતા. તે પચાસેક માણસ બેઠેલું. મને કહે છે, ‘મારા મનનું ઑપરેશન કરી આપો.' તે ડૉક્ટરોને ના આવડે. અમને તો મનનું ઑપરેશન કરતાં આવડે ને ! તે મને કહે છે, ‘ઑપરેશન કરી નાખો.’ મેં કહ્યું, ‘તમારે જો ઑપરેશન કરાવવું છે તો હું તમને કરી આપું. પણ પછી ફાયદો શું ?” ત્યારે કહે છે, ‘પછી ખૂબ આનંદમાં રહીશ. આ મન જ હેરાન કરે છે. બીજું કંઈ હેરાન કરતું નથી.' ત્યારે મેં કહ્યું, ‘તો ઑપરેશન કરી આપું ?” ત્યારે કહે, પછી તો મને નિરંતર આનંદ જ રહેવાનો.' મેં કહ્યું, ‘શી રીતે ભવિષ્ય ભાખો છો ? પછી આમ થશે, એવું શી રીતે ભવિષ્ય ભાખો છો ? કંઈ ભવિષ્ય જ્ઞાન થયું છે તમને ?” ત્યારે કહે, ‘ના. મને બાદબાકી કરતાં એવું લાગે છે કે એ નહીં હોય તો પછી મને આનંદ રહેશે.' તે પછી મેં કહ્યું, ‘ભઈ, આ ઑપરેશન કરવાનું છે, તેમાં તમારે સાક્ષી લાવી આપવા પડશે. કર્યા પછી તમે ફરી ના જાવ.' ત્યારે કહે છે, ‘હું નહીં ફરી જઉં.’ ત્યારે મેં કહ્યું, ના, એ ના માન્યામાં આવે. તમારે જવાબદારીનો પહેલો દસ્તાવેજ કરી આપવો પડશે. તે દસ્તાવેજ ઉપર સાક્ષીઓની સહીઓ આપવી પડશે. તે ઑપરેશન કર્યા પછી જોખમદારી
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મારી નહીં. તમારી જોખમદારી પર કરું છું. આમાં પછી આમનો ક્લેઈમ નહીં હોય. રાજીખુશીથી અમે કરાવ્યું છે.’ ત્યારે કહે, ‘એટલું બધું શું આમાં કંઈ જોખમ છે ?” મેં કહ્યું, ‘જોખમ કહી દઉં ? આ મનનું ઑપરેશન કરશો ને, તો એબ્ઝટ માઇન્ડેડ (શૂન્યમનસ્ક) થઈ જશો. હા, ત્યારે કહે, ‘ના, ના, તો મારે નથી કરાવવું.’ ત્યારે મેં કહ્યું, ‘તેથી દસ્તાવેજ ઉપર લખાવી લઉં છું ને !' પછી મેં કહ્યું, તે જરા વિચાર તો કરો. લેખક થઈને શું બોલી રહ્યા છો ?” તે મનને આમ કરી નાખીએ, એ એબ્ઝટ માઇન્ડેડ, તે પછી તુંબડા જેવા દેખાય. એબ્સન્ટ માઇન્ડેડ થઈ જાય, તને ગમે છે એવું ?
પ્રશ્નકર્તા : એક્સંટ માઇન્ડેડ તો ના ગમે.
૧૧૨
આ
દાદાશ્રી : એબ્ઝટ માઇન્ડેડ એટલે શું ? તને આ સમજાય ? ગાંડા હોય છે, ગાંડાય માઇન્ડવાળા હોય. એને એબ્ઝટ માઇન્ડ ના હોય. એક્સંટ માઇન્ડેડ એટલે યુઝલેસ (નકામો) માણસ થઈ ગયો. આ દુનિયામાં કોઈ કામનો નહીં.
પ્રશ્નકર્તા : એવું તો ના જ થવાય ને ! મન સાથે તો કામ છે. દાદાશ્રી : તેથી ઑપરેશન અમે ના કરીએ. મનને જીવતું રાખવાનું છે. મન તો બહુ સારામાં સારી વસ્તુ છે. મોક્ષે લઈ જાય એવી વસ્તુ છે. એટલે આવું કોઈ દહાડો કોઈને કહીશ નહીં. એસેંટ માઇન્ડેડ થઈ જવાય. બહુ જવાબદારી છે. એટલે મનનું મારણ ખોળવું નહીં.
પેલો કહે છે, ‘મન કાઢી લો, પછી મને આનંદ આવશે.’ મેં કહ્યું, “પણ આનંદ તો તમે પોતે સ્વરૂપમાં આવશો, નિજ સ્વરૂપનું ભાન થશે, ત્યારે આનંદની રેખ ચાખશો.' એક સમય પણ જગતે આનંદ જોયો નથી. એક સમય પણ મુક્ત થયો નથી. એક સમય પણ જો મુક્ત થયો, તેને સમયસાર પ્રાપ્ત થયું કહેવાય.
પ્રશ્નકર્તા : આ તમે કીધું એ બહુ ડેન્જરસ છે કે એબ્ઝટ માઇન્ડેડ થઈ જવાય.