________________
મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે
૧૦૯
૧૧૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, એ દશેય વીતરાગી છે અને અગિયારમું મન, તો મન એય વીતરાગી છે.
આપણે સ્ટીમરમાં બેઠાં હોય અને બહુ પવન આવ્યો ને બહુ ધમાલ થઈ એટલે આપણું મન શું બૂમો પાડે ? “આ ઊંધું થઈ જશે તો શું કરીશું ?” ત્યારે આપણે એને કહેવું કે વંટોળિયો બહુ છે તો વખતે ડૂબે પણ ખરી, અમેય નોંધ કરીએ છીએ. તું અમને ચેતવણી આપે છે, તે તારું કહેવું બરોબર છે. અમે ચેતતા રહીશું. અને પાછો પવન શમી જાય ત્યારે ‘હવે કંઈ થવાનું નથી' એવુંય બોલે પાછું. એટલે મનેય વીતરાગી છે. જેવાં જેવાં બહાર પર્યાય ઊભા થયા ને, એવી આપણને ખબર આપી દે. આ બધા પોતપોતાના કામ કરે છે ને, એ વીતરાગી છે બિચારા, હા અને ‘પોતે’ એકલો રાગ-દ્વેષવાળો.
હવે રાગ-દ્વેષવાળા કોણ હતા ? શુદ્ધાત્મા રાગ-દ્વેષવાળો નથી. આ તમે જે માની બેઠાં દેહધારી ‘ચંદુભાઈ” ને મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, એમાંથી બધાં રાગ-દ્વેષ થતા હતા, આટલાથી. હવે એ રાગ-દ્વેષને પછી બાજુએ મૂકી દીધા આપણે. હા, કોથળા મૂકી દો ને, બાજુએ. ગંધાયા કરે છે વગર કામના અને આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત કર્યું.
આ લોકો તો મનમાં તન્મયાકાર થઈ જાય છે. હવે એ મન પોતે ચંચળ, તે પછી લોક ચંચળ થઈ જાય. મનમાં તન્મયાકાર નથી થવા જેવું, મન એ સંયોગો બતાવે છે. એ સૂક્ષ્મ સંયોગો છે. ‘સ્ટીમર ડૂબશે’ એ વિચારનો તમને સુક્ષ્મ સંયોગ ભેગો થયો. એટલે હવે આ સંયોગ પાછાં વિયોગી સ્વભાવનાં છે. એટલે તમે ના કહો તોય પા કલાક, અરધા કલાકમાં વિયોગ થઈ જશે. અને પાછો બીજો સંયોગ ભેગો કરશે. આ ઇન્દ્રિયોથી ગ્રહણ કરે છે એ સ્થૂળ સંયોગો છે.
પ્રશ્નકર્તા વિચારોને રોકવાના કે આવે એને આવવા દેવાના?
દાદાશ્રી : બધા જે આવે એ આવવા દેવા. એ વિચારો આપણને કહે, કે આ સિત્તેર વર્ષે મને તો વિચાર આવે નહીં, પણ વખતે કોઈ
બુટ્ટા હોય, અને એમને મન એમ કહે, ‘કે આ જવાન છોકરી છે, શાદી કરીશું?” તેવા વિચારો આવે. વિચાર તો બધા આવે, વ્યવસ્થિતમાં હોય તેય આવે ને ના હોય તેય આવે. બધી જાતના વિચારો આવે.
પ્રશ્નકર્તા : સિત્તેર વર્ષે મરણના વિચારેય આવે ને આય આવે. દાદાશ્રી : હા, મેં જોયેલો ભઈ, એ ચક્કરોને ખોળી કાઢું હલે.
મતતું ‘ઑપરેશત' ! પ્રશ્નકર્તા : પણ બહારની દુનિયા કરતાંય અંદરની દુનિયા વધારે ત્રાસ આપે છે.
દાદાશ્રી : નહીં, અંદરની દુનિયા બહુ બચાવે છે. બધી રીતે અંદરની દુનિયા જ બચાવી લે છે. અને મન-બન બધું બહુ સુંદર કામ કરનારું છે. પણ એનું એડજેસ્ટમેન્ટ લેતાં નથી આવડતું લોકોને, એમાં એ શું કરે બિચારાં ?
પ્રશ્નકર્તા : મનને મારવાનું નહીં જ ?
દાદાશ્રી : ના, મનને શું કરવા મારવાનું ? આ તો મનને મારેલું જ છે ને ! આ મનને બિચારાને રોજ માર માર કર્યું, હજુ કેટલુંક માર માર કરો છો ? એ મન એવું હિંસક નથી. એ પેમ્ફલેટ જ દેખાડ્યા કરે.
પ્રશ્નકર્તા : મને તો એવું આવે તો સાચું જ લાગે. એટલે હું તો એમ કહું કે આ મનનું તો ઑપરેશન જ કરી નાખવું જોઈએ.
દાદાશ્રી : મનનું ઑપરેશન કરી નાખવું છે ? પ્રશ્નકર્તા : કરવા જેવું ખરું.
દાદાશ્રી : સાક્ષી લઈ આવ ચાર-પાંચ જણની. ઑપરેશન કર્યા પછી શું નુકસાન થાય એના જોખમદાર અમે નહીં.
પ્રશ્નકર્તા : તમારી પાસે બેઠો છું એટલે જોખમ તો નહીં જ થાય.