________________
મન, મનના ધર્મમાં...
૯૫
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
નહીં એટલે ભેંસ ઊભી જ ના રહેને આપણે ત્યાં ! જયાં આપે ત્યાં જાય, તે દોહી લે એને ! આપણે ક્યાં આ ભાંજગડોમાં પડીએ ? એ એનાં ધર્મમાં હોય, એમાં આપણો ઉપયોગ નહીં બગાડવાનો.
ઈન્દ્રિયોનું સંચાલક, મત ! એવું છે ને, આ ઇન્દ્રિયો તો એનું કામ કર્યું જ જાય છે. એ એનાં ધર્મો જ બજાવે છે. પણ એ ધર્મો ક્યારે બંધનરૂપ થાય છે ? મનને આધીન થાય ને ત્યારે બંધનરૂપ થાય. મનનું સંચાલન છે. આ બધા પર. પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયારમું મન.
પ્રશ્નકર્તા : પણ મનનું અવધાન જો ના હોય તો ઇન્દ્રિયોથી જોવાતું પણ નથી.
દાદાશ્રી : પણ સંચાલક જ એ છે ને ! છતાં પણ ઇન્દ્રિયો એના સ્વભાવમાં છે. મન જયારે સામું થાય છે કે નથી જોવું, મનથી નક્કી કરેલું હોય કે આ બાજુ નથી જોવું, પણ ઇન્દ્રિયો જોઈ લે છે અને એ ઇન્દ્રિયો અગ્નિ દેખવા છતાં દાઝતી નથી, હોળીઓ દેખે છે છતાં પણ દાઝતી નથી. એટલે વસ્તુસ્થિતિમાં મનને આધીન છે.
મન મનોધર્મમાં હોયને તો જાણવું કે આપણા જેવો કોઈ સુખિયો નથી. મન એ તો મનના ધર્મમાં છે. મન બૂમાબૂમ કર્યા કરે અહીંયા આગળ. હવે એને માટે કહી દઈએ કે આની બૂમાબૂમ બંધ કરાવી દો. તો મન કાઢી લઈએ તો શું થાય ? એબ્સટ માઈન્ડેડ થઈ જાય. એટલે આપણને જેવી રાણી મળી હોય ને તેવી રાણી જોડે આખી જિંદગી નથી કાઢતા ? તેવું, આ જેવું મળ્યું હોય તેવું, એની જોડે કાઢવું પડે. આપણે એડજસ્ટ થઈ જવાનું. રાણી કચકચવાળી હોય તો નથી ચાલતું ? કેટલાક તો બહાર આબરૂને ખાતર કહેશે કે મારે ઘેર તો બહુ સારાં છે અને ઘેર છે તે ગમેતેમ હોય. એવું આપણે કહેવું કે મારું મન તો બહુ સારું છે. રાણીને ચલાવી લઈએ એવું આ ચલાવી લેવું જોઈએ. જે મળ્યું એમાં છૂટકો જ નથી ને વગર કામની એની બૂમ પાડીએ ! જ્યાંથી છૂટકો થવાનો નથી ને એની બૂમ પાડવી,
અમથી કચકચ જ કહેવાયને ! આ તો કહીએ કે રાણી બહુ સારી છે. બહાર એમ કહેવું ને અંદર આવીએ ત્યારે આપણે જાણીએ કે રાણી કેવાં છે !
ત મરાય તાળું મતને ! પ્રશ્નકર્તા : મનના ધર્મની અંદર એને વિચાર આવ્યા કરે, પણ આત્મા વિચારે નહીં એવું થયું ને ?
- દાદાશ્રી : એવું છે, આ મન અહીં આગળ કોઠીની પેઠ ફૂટ્યા કરે છે. એ પોતે વાંચે અને પોતાને ગમે એટલે વિચરે. એ અહંકાર વિચરે છે એમાં ત્યારે વિચાર થાય, નહીં તો વિચાર છે જ નહીં.
જુઓને, મનના વિચારો ઊગે છે કે નથી ઊગતા ? આપણે તાળું વાસવું હોય તો ના વસાય ? આપણે હવે મનને તાળું વાસવું હોય કે ભઈ, આજે લગ્નમાં જવાનું છે, આજે આટલું કામ છે, મનને તાળું વાસી દો, તો એ વાસેલું ચાલે ?
પ્રશ્નકર્તા : ઘણાં વખત માટે તાળું ના મારી શકાય, પણ કંઈક અમુક ટાઈમ સુધી તાળું મારી શકાય.
દાદાશ્રી : એટલે એને આપણે તાળું મારી શકીએ નહીં. કારણ કે બધું ચાલુ જ છે. જે ચાલુ છે, એને આપણે અટકાવી શકીએ નહીં. રાત-દિવસ, નિરંતર ચાલુ. જન્મ થાય છે, જન્મ થતાં પહેલાં, ગર્ભમાં પણ ચાલતું હતું. છેક છેલ્લે દિવસે નનામી કાઢવાની હોય, ત્યારે ડૉક્ટર આમ જોઈને કહે કે મહીં મશીનરી બંધ થઈ ગઈ છે. અહીં માપો, અહીં માપો, આમ માપો, તેમ માપો, ‘બંધ’ કહેશે, ત્યારે બંધ થાય છે. નહીં તો રાત-દિવસ નિરંતર ચાલુ જ રહે છે. એ શું હશે તે ?
પ્રશ્નકર્તા : મન છે ને !
દાદાશ્રી : હા, વિચાર અનાત્મા છે, શી રીતે આત્મામાં જોઈન્ટ (જોડાઈ) થઈ જાય ?