________________
શુદ્ધિ, અંતઃકરણની
૫૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અંત:પ્રેરણાતી મૂલવણી ! પ્રશ્નકર્તા : અંત:પ્રેરણાની યોગ્યતા અને ઉપયોગિતા કેટલી અને કેવી રીતે નક્કી કરવી ?
દાદાશ્રી : અંત:પ્રેરણા આપણને આપણા જ્ઞાનના આધારે વ્યાજબી લાગે, તો એ પ્રેરણા પ્રમાણે ચાલવું અને જ્ઞાનના આધારે ખોટું લાગે તો પ્રેરણાને ઊડાડી દેવી. જ્ઞાનનો આધાર હોવો જોઈએ. આપણે ધ્યેય પર પહોંચવાનું છે. આપણે જો મુંબઈ જવું હોય તો ધ્યેયને માટે પ્રેરણા બરોબર સત્ય બતાવતી હોય તો ચાલવું અને અસત્ય બતાવતી હોય તો છોડી દેવું. ધ્યેયને પહોંચી વળવા માટે શું જરૂરી છે ? એ પ્રેરણા જો આવતી હોય આપણને તો એ રસ્તે ધ્યેય પર પહોંચાય. એવું હોય તો પ્રેરણા માફક ચાલવું અને ના પહોંચાય એવું હોય તો પ્રેરણા છોડી દેવી એની. મુખ્ય વસ્તુ ધ્યેયને પહોંચવું એ છે.
પ્રશ્નકર્તા : અંત:પ્રેરણા કોઈ વખતે ગેરરસ્તે લઈ જાય ખરી ?
દાદાશ્રી : હા, ઊંધે રસ્તે જ લઈ જાય. વધુ વખતે ઊંધે રસ્તે લઈ જાય. આ અંત:પ્રેરણા જ આ બધાને અવળે રસ્તે લઈ જાય છે.
પ્રશ્નકર્તા : આપણને એમ લાગે કે આ આપણા ધ્યેય પ્રમાણે અંત:પ્રેરણા આપી રહી છે પણ છતાંય કોઈ વાર ઊંધું નીકળે ખરું ?
દાદાશ્રી : ના, આપણે જો ધ્યેયને ચોક્કસ જાણતા હોઈએ તો ધ્યેયના પ્રમાણે હોય તો ઊંધું ના લઈ જાય. અને છતાંય એ ધીમે રહીને ઊંધું ફેરવવા જતી હોય તો આપણે સમજી જઈએ કે “એય, શું કરે છે ? ના ચાલે', કહીએ. બળદ તો અવળા ફરે જ. આપણે ફરવા કેમ દઈએ ? આપણા ધ્યેયને પહોંચવા દે એ અંતઃકરણ આપણું અને બીજું આપણું દુશ્મન.
જીવ અને અંતઃકરણનું ભેદાંકત ! પ્રશ્નકર્તા (મહાત્મા) : આ કહે છે કે “જીવ બળે છે, જીવ
ઝાલ્યો રહેતો નથી, જીવને બેચેની છે, હું ઘેર હતો છતાં જીવ સત્સંગમાં હતો, જીવ ગૂંચાય છે, મારા જીવનું ઠેકાણું નથી.' એ જીવ કોને કહે છે ?
દાદાશ્રી : આ મન કે ચિત્ત જ છે, આમાં જીવ રહે જ નહીં ને ! જીવભાવ તો ઊડી ગયો. જીવભાવ તો શુદ્ધ ચિત્ત થઈ ગયો.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં જે વપરાય છે, આ રીતે જીવને વાપરે છે એ અંતઃકરણને કહે છે કે મનને કહે છે ?
દાદાશ્રી : ના, અંતઃકરણ એ જ મન ને એ જ ચિત્ત. પ્રશ્નકર્તા : અને એ જ જીવ ? દાદાશ્રી : એનો એ જીવ નહીં.
પ્રશ્નકર્તા : તો પછી શું કામ ‘જીવ’ શબ્દ વપરાય છે ? ચિત્ત અને મન, આ બધા શબ્દો નથી વપરાતા, વ્યવહારમાં જીવ જ શબ્દ વપરાય છે.
દાદાશ્રી : જીવ તો અહંકાર જાતે હોય. આમાં બધાય વપરાય છે. જીવ નહીં, અંતઃકરણ આખું વપરાય છે અને ત્યાં (ક્રમિક માર્ગમાં) જીવ હોય અને અહીં (અક્રમમાં) જીવ ના હોય. આપણે અહીં તો શુદ્ધ ચિત્ત થઈ ગયું ને !
પ્રશ્નકર્તા: પણ બહાર જે લોકો કહે છે જીવ તે શું ?
દાદાશ્રી : એ અશુદ્ધ ચિત્ત, એનું નામ જીવ. અને શુદ્ધ ચિત્ત એ જીવ નહીં. આ તો સફીકેશન (ગૂંગળામણ) થાય મહીં કો'ક દહાડો. તેને આપણે જાણીએ પાછાં.
પ્રશ્નકર્તા: આ બધા “જીવ’ શબ્દ વાપરે છે, એ શાને બદલે વાપરે
દાદાશ્રી : મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધું ભેગું થાય ત્યારે