________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : જબરજસ્તીનું તો આપ ના કહો છો ને કે મન ઉપર જબરજસ્તી ના કરવી.
૪૪૨
દાદાશ્રી : એ તો જ્ઞાનવાળો હોય તેને. પણ જ્ઞાન ના હોય તેણે તો જબરજસ્તી કરવી જ જોઈએ ને ! જ્ઞાન હોય તેને મનની જરૂર નહીં. મન પછી એ જ્ઞેય થયું ને આપણે જ્ઞાતા થયા. વ્યવહાર જુદી જાતનો થઈ ગયો ને ! આ બાજુ ડુંગરો દેખાય, ખીણો દેખાય તેથી આપણને શું નુકસાન ? પણ જેને જ્ઞાન નથી, એ તો મનમાં તન્મયાકાર થઈ જ જાય. એની ઇચ્છા ના હોય તોયે તન્મયાકાર થઈ જાય !
પ્રશ્નકર્તા : એક વખતે આપે મનને મારવા માટે કીમિયો બતાવ્યો હતો કે મન કહે કે આજે થર્ડ ક્લાસમાં જવું છે, તો ફર્સ્ટ ક્લાસમાં જવું.
દાદાશ્રી : હા, બરોબર. મનનું ચલણ ના ચાલવા દઈએ ત્યારે મન સમજી જાય કે હવે આ સાહેબ આપણા કાબૂમાં નથી. અને પછી એ જોરે નહીં કરે, જુલમ નહીં કરે. વખતે જો૨ ક૨શે પણ જુલમ નહીં કરે. એ જાણે કે આ કાબૂમાં છે તો ત્યાં સુધી જુલમ કરશે. માટે ગાંઠવું જ નહીં. એ આમ કરે તો આપણે એથી ઊંચું કરવું. એનું નામ વિવેક કહેવાય. એક સાહેબ મને કહે છે, મારાથી રૂપિયા છૂટતા નથી. તો મેં એવું કહ્યું હતું કે તમારે રીક્ષા લઈને આવવું અને રોકડા પૈસા આટલા જોડે લઈ આવો ને રસ્તામાં વેરતા વેરતા આવો. મન જાણે કે આ તો આપણા કાબૂમાં જ ન રહ્યા. આ તો દાદાના કાબૂમાં જતા રહ્યા. એટલે મન ટાઢું પડી જાય. મનનું અપમાન થાય ને એટલે એની આબરૂ જતી રહે. મનનું અપમાન જ કોઈ દહાડો કર્યું નથી ને ! મનનું અપમાન જ નથી થવા દીધું. એને માનમાં ને તાનમાં જ ચઢાવ્યું છે.
‘ફર્સ્ટ ક્લાસમાં જજો’ કહીએ, તે દહાડે મન ઝાવાંદાવા કરે ! અહીંથી જોડે લઈ જવાનું હોય તો ઠીક વાત છે. આ જોડે લઈ જવાનું નહીં ને વગર કામનું હાય હાય કરે !
મન કા ચલતા તેન ચલે...
૪૪૩
મત વાળવાના વિધ વિધ માર્ગો...
પ્રશ્નકર્તા : આપે કહેલું કે મન બહુ કૂદાકૂદ કરતું હોય તો પટ્ટો આપી દેવાનો. એ કેવી રીતે ?
દાદાશ્રી : આ બીજા લોકોને, જેણે આ જ્ઞાન લીધું ના હોય તેને. જ્ઞાન લીધું હોય તેણે તો જોયા કરવાનું. જ્ઞાન લીધું ના હોય એણે પલટી ખવડાવવી પડે. મનને ભાવતું આપી દે એટલે પેલું બીજું છોડી દે. એક ટોપલીનું ખાઈ જવું હોય તે પાછી બીજી ટોપલી મૂકી આપીએ એટલે આ ખાવા માંડે, તે પેલું રહી જાય.
પ્રશ્નકર્તા ઃ મનને પાછું વાળવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : પાછું વાળવા માટે મનને શું ગમે છે એ ટેવ આપણે જાણવી જોઈએ. એની શી શી કુટેવ છે તે આપણે જાણવી જોઈએ. હા, એને ડુંગળીના ભજીયાં ખાવાની ટેવ હોય તો આપણે ખવડાવી દેવા. એટલે એને કહેવું કે આ કુટેવ બંધ કરીશ તો તને ડુંગળીનાં ભજીયાં ખવડાવી દઉં. એટલે વળી જશે.
પ્રશ્નકર્તા : અને છતાંય ન વળે તો ?
દાદાશ્રી : ન વળે તો મનને ગાંઠવાનું જ નહીં. મન એ ચેતન નથી, નપુંસક છે. અને આપણે ચેતન છીએ. ચેતનને નપુંસક શું કરવાના હતા તે ? ‘દાદાની આજ્ઞાથી બોલું છું, ગેટ આઉટ !' કહીએ એટલે ચૂપ થઈ જશે.
મૂંઝવે મતતી કૂદાકૂદ...
પ્રશ્નકર્તા ઃ મનમાં થયા કરે કે હવે જલદી આ પૂરું થઈ જાય.
દાદાશ્રી : મનનો સ્વભાવ તો જેમાં મૂકો તેમાં ઉતાવળ કરે. હમણાં ગાડીમાં જવાનું હોય તો ત્યાં ઉતાવળ કરે. ઊતરવાનું હોય ત્યાં ઉતાવળ કરે. જ્યાં મૂકો ત્યાં મનનો સ્વભાવ જ ઉતાવળિયો. ‘ઝટ કરો, ઝટ કરો’ કહેશે. ઝટ કરીને તો દશા થઈ મારી, કહીએ.