________________
ના ગમતા વિચારો સામે...
સૂઈ રહેવાનું, એમને શો થાક લાગે ? આ તો મન છે, મન શું ના વિચારે ? પાંચ આજ્ઞા પાળવાનું નક્કી કરે ને, તો મન તો બાજુ એ
જ રહી જાય.
૩૨૭
કોયડા ઉકેલ્યે, મત ખુલ્લું !
મન જ્યાં જાય ત્યાં શું કરીને પાછું આવે છે ?
પ્રશ્નકર્તા : મન જાય પણ ત્યાં કશું હવે એ કરતું નથી, પાછું આવે છે.
દાદાશ્રી : સમાધિ લઈને આવે છે કે એમ ને એમ આવે છે ? પ્રશ્નકર્તા : હવે કંઈ વિકલ્પ થતો નથી.
દાદાશ્રી : હા. એટલે સમાધાન લઈને જ આવે છે. અસમાધાની મન એટલે જે મનનું સમાધાન નથી, એ ઊંઘવા ના દે. હવે એવું ના થાય. નિવેડો આવી જાય. આપણું જ્ઞાન છે તે તરત જ નિવેડો લાવી નાખે. ધીસ ઈઝ ધેટ (આ તે છે) નું જ્ઞાન હાજર રહે. હાજર રહે તેનું નામ જ્ઞાન. ભૂલી જવાય તેનું નામ જ્ઞાન જ નહીં. ભૂલી જવાય એનું
નામ અજ્ઞાન.
પ્રશ્નકર્તા : સત્સંગ એટલે મનના ખુલાસા કરવા ?
દાદાશ્રી : મન જે જે કોયડામાં ગૂંચાયું હોય તે કોયડામાંથી ખુલાસો કરો એટલે મન ખુલ્લું થઈ જાય. કોયડા ના ઉકેલે તો નકામું ગયું, પછી ઉપાધિ જ ને ?
મનોબળ વધે શાથી ?
જેમ આ ટિકિટને ગુંદર જો સુકાઈ ગયો હોય તો ટિકિટ છૂટી પડી જાય, તેમ મહીં ચીકાશ ઊડી જાય એટલે ખરી પડે.
હું ચા પીતો હતો ને એ બધું એની મેળે ખરી પડ્યું. નહીં તો એમ ને એમ ત્યાગ નહીં કરેલો. એની મેળે ખરી પડે ત્યારે છૂટી જાય.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
હા, જેનું મન નબળું હોય તેને કસરત કરવા માટે ત્યાગ કરવો જોઈએ, પણ જેનું મન જબરું હોય તેને ત્યાગ શેને માટે ?
પ્રશ્નકર્તા : પણ બધાનાં ક્યાં સબળા મન હોય છે ?
દાદાશ્રી : આ જબરા મનને નબળું કરે છે આ લોકો. હું ત્યાગ કરું કહે કે નબળું થાય. જેમ ત્યાગ કરતો જાય એમ નબળું થતું જાય. પ્રશ્નકર્તા : મનોબળ કેળવવા શું કરવું જોઈએ ? દાદાશ્રી : એને માટે તો આત્માને જાણવો પડે. ત્યાં સુધી મનોબળ ઉત્પન્ન થાય નહીં.
૩૨૮
નિશ્ચય કરે કોણ ?
પ્રશ્નકર્તા ઃ મારું મન નિર્બળ કેમ રહે છે ?
દાદાશ્રી : શરીર સારું રહે છે ને ? હૈં ? વળી મન તો છો ને નિર્બળ રહે, આપણને શો વાંધો છે ? બળવાન મન તો તમારું તેલ કાઢી નાખે. નિર્બળ શાને કહો છો ? બહુ જોશ નથી કરતું ?
પ્રશ્નકર્તા : સંકલ્પ નથી રહેતો ? એટલે કે પોતે જે કંઈ નિશ્ચય કરે, એને વળગી નથી રહી શકાતું.
દાદાશ્રી : નિશ્ચય મન કરતું જ નથી. એ તો પેમ્ફલેટો મૂક મૂક કર્યા કરે. નિશ્ચય તો બુદ્ધિ કર્યા કરે. એટલે બુદ્ધિની જરાક કચાશ છે. મન તો પેમ્ફલેટો ફેરવે કે અહીંથી આમ ચાલીને જઈશું. ટેક્સી કરી લઈશું, બધું બોલે, જેટલું હોય એટલું. પણ બુદ્ધિનો નિશ્ચય જોઈએ. એટલે નિશ્ચય થતો નથી ? ડિસિઝન જલ્દી લેવાતું નથી ?
પ્રશ્નકર્તા : નહીં.
દાદાશ્રી : એ બુદ્ધિ દોષ છે, મનનો વાંધો નથી. જલ્દી ડિસિઝન લેવાનું હોય તો જલ્દી લેવાય નહીં. તને આપણે અહીં જ્ઞાન આપીશું