________________
ના ગમતા વિચારો સામે...
૩૨૫
૩૨૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પણ આપણે તો મન પર લેવાનું. જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એનું નામ જ મન પર લીધું કહેવાય. મન પર તો લેવું જ જોઈએ ને ! અને મન પર આવે જ એ તો પછી.
આ ભાઈને તો કોઈ અપમાન કરે ત્યારે એની મેળે જ મન ઉપર બારી પડી જાય છે. તે મેં કહ્યું. “મન પર બારી ના પડવા દઈશ. આ તો અવસર કહેવાય છે.' તમને નથી લાગતું કે આપણે અવસર ગુમાવ્યો ?
પ્રશ્નકર્તા : એ બરોબર. પણ મન ઉપર એ ઇફેક્ટ થવા દે, પણ જ્ઞાતા-દ્રષ્ટા રહે તો એની ઇફેક્ટ થાય નહીં ને ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહે એટલે મન ઉપર લીધું જ કહેવાય. એટલે એ અવસર, તમારો સુઅવસર કહેવાય છે. જ્ઞાતા-દ્રષ્ટા એટલે તમારે એથી બીજું વધારે કશું કરવાનું રહ્યું જ નહીં ને ! આ તો એ જ્ઞાતા-દ્રષ્ટા નથી રહેતો, મન પર બારી જ પડી જાય છે.
એક માણસ બહેરો હોય, એને આપણે ગાળો ભાંડીએ તો એનો સંયમ દેખાય એ બહેરાનો સંયમ. એને સંયમ કેમ કહેવાય ? બહેરા માણસ પાસે ગાળો ભાંડે પછી કહે કે જો આ સાહેબ કેટલા બધા સંયમી છે ! ત્યારે આપણે કહીએ, ‘ઊભા રહો, હું એમનો સંયમ દેખાડું.” પછી બીજી રીતે સળી કરીએને, ત્યારે પાછું કષાય ઊભાં થાય. કારણ કે એને તો આ કાન બહેરા છે, એટલે એ તો ગાળો સાંભળશે નહીં. પણ બીજી ઇન્દ્રિયો બહેરી ના હોય ને ! પછી બીજી ઇન્દ્રિયોથી આપણે સળી કરીએ ત્યારે જાગૃત થઈ જાય પાછો.
આ તો શું કહે છે કે મારે બારી પડી જાય છે. એટલે એનો પૂરો લાભ ઊઠાવતો નથી પાછો. તને સમજાયું ને, લાભ શી રીતે ઊઠાવવો ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એને પૂરેપૂરું જાણીને જોવું, તોલ કરવો, કેટલા કેટલા
વજનનો ‘લોડ’ છે આ ગાળનો.
એટલે સંયમ એ તો મોટામાં મોટું સાધન કહેવાય. એવા ચાર સંયમ આખા દહાડામાં ક્ય હોય તો ચોકે ચોકે સોળ સંયમ શક્તિ સાંજે જમે થાય. અમારે જ્ઞાની પુરુષને આમ સંયમ શક્તિ વધ્યા કરે. કારણ કે અમને તો રોજ પાંચ-પચીસ સંયમ થઈ જ જાયને ! તો પછી પચીસ પચીસા છસ્સો પચીસ, સંયમ શક્તિ ભેગી થઈ જાય.
મત કાબૂમાં, પાંચ આજ્ઞાથી ! સંયમ પરિણામ ઉત્પન્ન થવાનું મુખ્ય સાધન જ જ્ઞાની પુરુષ છે. આ તો ઠેઠ સુધી કામ કાઢી લેવાનું છે. શાસ્ત્રકારોએ તો જ્ઞાની પુરુષની પાછળ પડી રહેવાનું કહ્યું છે પણ અત્યારે તો ફાઈલો એટલી બધી છે, તે શી રીતે માણસ જોડે પડી રહે ? પણ ભાવના ભાવીએ એટલે આપણને જેટલો ટાઈમ મળ્યો એટલો તો સાચો. અને સંયમ સુખ તો એનું કંઈ કહેવાપણું જ ના હોય ! આખી જિંદગીમાં કોઈ કાળમાં જોયું ના હોય એવું સંયમ સુખ ઉત્પન્ન થાય.
કેટલાકને તો રાગે પડી ગયું એટલે બહુ નથી આવતા, કો'ક કો'ક દહાડો આવે. પોતાને જોઈતું રાગે પડી ગયું ને ! એને કહેલું જ છે કે રાગે પડતા સુધી અહીં ફેરો માર માર કરજો. તોયે જ્ઞાની પાસે બેસે એનાં જેવી ઉત્તમ વસ્તુ જ નથી. તે છતાં પણ ના બેસાય તો વાંધો નથી પછી. પણ રાગે પડતા સુધી તો બહુ ભાવના રાખવી જોઈએ. સંયમ પરિણામ ઊભાં ના થાય, ત્યાં સુધી રાગે પડ્યું કહેવાય
નહીં.
પ્રશ્નકર્તા : અત્યારે રાતના સાડા બાર થયાં છે અને દાદા થાક્યાં હશે, એવું થયું તે કર્યું ધ્યાન કહેવાય ?
દાદાશ્રી : એ ધ્યાન તો ધર્મધ્યાન ગણાય, બહુ મોટું ધર્મધ્યાન. દાદા થાક્યા છે એવું ધ્યાન તમને થાય એ બહુ ઊંચું ધર્મધ્યાન કહેવાય. અને કો'કને એમ થાય કે આખો દહાડો અહીંને અહીં બેસી રહેવાનું,