________________
ના ગમતા વિચારો સામે...
ગરમીમાં પંખાની જરૂર પડે છે. ત્યારે એવું મન માટે ફેરવતા નથી આપણે. મનને એની એ જ સ્થિતિમાં રહેવા દઈએ છીએ. બિચારું પછી અકળાય છે. પછી કહે, ‘મારું મન એકાગ્ર થતું નથી.’ અલ્યા, શી રીતે એકાગ્ર થાય તે ?
૩૨૧
ત્યારે એવું મહીં ખરાબ વિચાર આવ્યા તો આપણે તરત સમજી જવાનું કે આ કઈ જાતની ટાઢ વાય. ત્યારે કહે, આ પૂર્વકર્મનો દોષ છે આ કંઈક. એટલે આપણે જોયા કરવાનું. કોઈ પણ દોષની આ બૂમ છે. માટે એને આપણે જોયા કરવાનું. તેમ આ એડજસ્ટમેન્ટ લેવું પડે. બાકી, મનનું ધ્યાન જ નહીં રાખવાનું ? મનને ઓઢાડવું જોઈએ. શાલ ઓઢાડવી જોઈએ. એને આ બધા મફલર પહેરાવવાં જોઈએ. આ દેહને એકલાને જ ? વાણીનેય મફલર પહેરાવવું જોઈએ. અમારી વાણી મફલર પહેરેલી હોય છે.
એ ત્યાગથી કરેલું કે સંયમથી ?
અમુક ધર્મના સાધુ-આચાર્યો બધાને મન હોય, પણ એમને એટલું હોય કે આ બાવીસ પરિષહ સહન કરેલા હોય ને, એટલે મન એડજસ્ટ થઈ ગયેલું હોય. મન એમાં રમે નહીં. અને તમારે કૂદાકૂદ કરી મેલે. હમણે ગોદડું પાથરેલું ના હોય ને ભોંયે સૂઈ રહેવાનું થાય તો મન કૂદાકૂદ કરે મહીં. આ નથી ફાવતું, આ આમ થાય છે, તેમ થાય છે. એટલે તમારે શું કરવું જોઈએ ? એક દહાડો શેતરંજી પાથરીને સૂઈ રહેવું અને એક દહાડો બે ગોદડાં પાથરીને સૂઈ જવું. આ સાધુ-આચાર્યો છે ને, એ બિચારા નીચે શેતરંજી એવું કશું પાથરીને તેની ઉપર સૂઈ જાય. હવે એ લોકો મનમાં શું કહે છે કે તમારે સંસારીઓથી આવું સૂઈ ના જવાય. ત્યારે મેં મહારાજને કહ્યું, ‘તમને સંસારીઓ સૂઈ જાય છે, એમાં તમને સૂવડાવ્યા હોય તો ઊંઘ ના આવે.’
પ્રશ્નકર્તા : એમને પેલી ટેવ પડી ગઈ ને.
દાદાશ્રી : એમને પેલી પ્રેક્ટિસ પડી ગઈ છે. આ જ્ઞાનથી નથી
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
કરેલું, ત્યાગથી કરેલું છે. સંયમથી કરેલું હોય તેનો વાંધો નહીં પણ આ તો ત્યાગથી કરેલું છે. એટલે એમને જો ત્રણ ગોદડામાં સૂવાડ્યા હોય, તો આખી રાત ગૂંચાયા કરે.
પ્રશ્નકર્તા : એમને એમ થાય ને કે આ દોષ કર્યો.
૩૨૨
દાદાશ્રી : ના, દોષ કર્યો નહીં. એમને આ પોચું પોચું લાગે એટલે જ ઊંઘ ના આવે અને આ લોકોને કઠણ લાગે એટલે ઊંઘ ના
આવે.
પ્રશ્નકર્તા : ચિત્ત એનાથી અળગું રહે તો ? કડક અને પોચાથી ચિત્ત અળગું રહે તો ?
દાદાશ્રી : એ ચિત્તનું કામ નથી, એ મનનું કામ છે.
પ્રશ્નકર્તા : હા, મન અળગું રહે તો ?
દાદાશ્રી : મન રહે નહીં ને ? મન તો સંયમથી જ અળગું રહે, જ્ઞાનદશા પામેલાં હોય તો જ.
પ્રશ્નકર્તા : જ્ઞાનદશા પામેલા હોય તો મનને જોયા કરે, એટલે અળગું રહે ?
દાદાશ્રી : હા, બસ. જોયા કરે એટલે મન અળગું રહે. પછી ભલે ને પા કલાક-અરધો કલાક ઊભું રહે. ઊભું રહે તોય જોયા કરે. હા, ધંધાની બાબતમાં કંઈ હોય ત્યાં આગળ અરધો કલાક વિચારમાં પડ્યા કરે, કે અમુક માણસો ઊઘરાણીનાં પૈસા નથી આપતાં તે અરધોઅરધો કલાક વિચાર આવી જાય, તે આપણે જોયા કરવું.
પેલા સાધુઓ જે ભેગું કરીને ખાય છે, તે આપણને એમ શીખવાડે છે કે આમ ભેગું કરીને ખાવ. તે આ ‘કાલે ચા સરસ હતી, આજ પીએ કે ફલાણું સરસ હતું.' એવું કશું ખબર ના પડે. એટલે જીભને ચોંટે નહીં.
પ્રશ્નકર્તા ઃ મન કૂદાકૂદ કરતું હોય તો એની પર આમ સંયમ