________________
ના ગમતા વિચારો સામે...
૩૧૯
૩૨૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ત્યાર પછી આ ભાઈ રોજ આવતો'તો, તે આવી ગયો. તે અમને થયું કે ચાલો, હવે નીકળવાનું થયું. ત્યાં સુધી અમે તૈયાર થઈને બેઠા હતા અને આ લોકો નવકાર મંત્ર બોલ્યા કરે. આપણે ટાઈમ નકામો જવા જ ના દઈએ. ગાડી આવે ત્યાં સુધી આપણે નમસ્કાર વિધિ બોલ્યા જ કરવાની.
પછી આ ભાઈ આવ્યો અને એ કંઈક ગયો હશે તે ઉતાવળમાં ને ઉતાવળમાં પેટ્રોલ પૂરાવાનું ભૂલી ગયો. એના મનમાં એમ કે પહોંચી વળાશે, એવું જ લાગે ને ઊતાવળમાં, કે દાદાજીને મોડું થઈ જશે.
તે આવું તો મારે ઘણા દાખલા બને, મારી અંગત બાબતમાં. મારે પેટ્રોલ ના હોય, તે બીજું હોય. એટલે પછી એની ગાડીમાં આવ્યા ને ત્યાં પેટ્રોલ ખલાસ થઈ ગયું ચાર રસ્તા આગળ. એટલે એના મનમાં બહુ દુ:ખ થયું. મેં કહ્યું, ‘આમાં દુ:ખ કરવાનું જ ક્યાં હોય ?” અહીં એક્સપ્લેનેશન (ખુલાસો) જ ના હોય મારે. ગાડી બંધ થઈ, એ આપણે જોવાનું જ નહીં. મેં કહ્યું, ‘એ જ વ્યવસ્થિત, એનું નામ જ વ્યવસ્થિત.” પછી કહે છે, “આપણે ફોન કરીને બીજી ગાડી બોલાવીએ.” મેં કહ્યું ના. આ આમ વ્યવસ્થિત છે. હવે હલાવશો નહીં.” અને રીક્ષાય ના મળે તો આ ચાર છોકરા આપણા ઊંચકીને ચાલે નિરાંતે તેની ગાડી. એટલે આ બધું સમાધાન જ થયા કરે. સેકન્ડ સેકન્ડે ‘વ્યવસ્થિત' જ છે, એ નિરંતર સમજવાનું છે. થોડું સમજાયું ?
પ્રશ્નકર્તા: સમજાયું.
દાદાશ્રી : ત્યારે સારું. આ જ્ઞાન જ એવું છે કે “દેહાભિમાને ગલિતે, વિજ્ઞાને પરમાત્મન, યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાધાય.' પણ એ શાસ્ત્રોમાં લખેલું એ એમ ને એમ જ છે. શાસ્ત્રમાંને શાસ્ત્રમાં જ રહ્યું.
જ્યાં જ્યાં મન જાય છે ત્યાં સમાધાનને પામે છે, પણ એ ક્યારે કે જેનું દેહાભિમાન ગળી ગયું છે. અહંકાર તમારો ઊડી ગયો નથી. (ડિસ્ચાર્જ) અહંકાર ના હોય તો સંડાશય ના થાય, એને
હલાવશો નહીં. પણ આ દેહાભિમાન ગયેલું છે. એટલે ‘હું કર્તા છું અને આ દેહ હું છું' એ ભાન ઊડી ગયું એટલે દેહાભિમાન ગયેલું કહેવાય.
‘દેહાભિમાને ગલિત, વિજ્ઞાને પરમાત્મન’ એટલે ‘હું શુદ્ધાત્મા છું' એ જેણે જાણ્યું, ‘હું શુદ્ધાત્મા છું' એની પ્રતિતિ બેઠી. પછી “યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાધાય.’ આવું અમને જ્ઞાન થયું, તેને બીજે દહાડે શરૂ થઈ ગયું હતું. તે જ્યાં મન જાય ત્યાં સમાધાન. ગાળો ભાંડતો હોય ત્યાં સમાધાન, પૈસા ન આપતો હોય તોય સમાધાન, દરેક કામમાં સમાધાન. કોઈ સાડી પહેરે તોય સમાધાન, કોઈ કોટ-પાટલૂન પહેરે તોય સમાધાન, બધું સમાધાન. ત્યારે આપણે સમજી ગયા કે આ કોઈનાથી કશું થઈ શકે એવું છે નહીં. સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના કર્યા સિવાય કોઈ કાર્ય થાય એવું નથી. બનવાનું છે એ બનશે એવું બોલાય નહીં. એ તો જગતના લોકો બોલે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બાઝે કે તરત એ પછી કાર્ય થઈ જાય.
આ તો બધા બાવાઓએ શું કરવા માંડ્યું ? મનને કચડ કચડ કર્યું. જો વાટીવાટીને ચટણી બનાવ બનાવ કરે છે. મેરગાંડિયા. એ ચટણી કરવાની ચીજ છે ? એ કોઠાં ધાયા તે, કે કોઠાંની ચટણી, કરીએ ? જ્ઞાન શું કહે છે ? ‘દેહાભિમાને ગલિત, વિજ્ઞાને પરમાત્મન, યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાધાય.”
સાચવ્યો દેહ, રહી ગયું મત ! દેહની જરૂરિયાત પ્રમાણે તો આપીએ છીએ, ટાઢ વખતે ત્યારે આવું હીટર ચાલુ કરે, રજાઈઓ-બજાઈઓ, શાલ, મફલર બધાં ઓઢે. અને મનને કોઈ સ્થિતિમાં સપ્લીમેન્ટ જ નથી કરતાં. મનને તો ચોમાસું આવે કે શિયાળો આવે, એવું ને એવું. બિચારાને, કોઈ દહાડો એને ઓઢવાનું નહીં, કશુંય નહીં. તેથી મન સામું થાય છે કે એને કશું જ નહીં ? તે આ દેહને જ બધું ? આ દેહને જુઓ ને, આવું સારું ખાવાનું મૂકે છે. હવે એવું આખો દહાડો મૂકીએ તો શું થાય ? અત્યારે