________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨ ૧૭
૨૧૮
ઓફ માઈન્ડ ? (મનનાં માતા-પિતા કોણ છે ?) એનાં મા-બાપને ના જાણવાં જોઈએ ? કોનો આ છોકરો ? કેમ બોલતા નથી ?
પ્રશ્નકર્તા : કષાય ! દાદાશ્રી : ભાઈની વાત ખરી છે પણ એ ગપ્પામાં જાય પછી
ત્યાં,
મનનો એમ ને એમ તો જન્મ થાય નહીં. અમે તમને એમાં રૂપરેખા આપીએ; આખું તમને સમજાવી ના શકીએ. કારણ કે બીજું બધું અવર્ણનીય છે, શબ્દોથી વર્ણન કરી શકાય એવું નથી. એટલે જેટલું વર્ણન કરી શકાય એટલું કહીએ છીએ. આ મન, એનાં માબાપ હું જાણી ગયો છું. આની મા કોણ, એનો બાપ કોણ અને કેવી રીતે આ જગ્યું, એ હું જાણું છું. તે એમ શીખી જાય મારી પાસેથી કે આની મા કોણ, બાપ કોણ તો પછી મન જન્મે નહીં.
અત્યારે મનને કંટ્રોલ કરવું હોય તો પછી શું રસ્તો ?
પ્રશ્નકર્તા : શામ, દામ, દંડ, ભેદથી કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવાનો.
દાદાશ્રી : એમના કાબૂમાં તો આપણે આવ્યા છીએ. પણ મનને સમજાવનાર-પટાવનાર કોણ ? પોતે ?
પ્રશ્નકર્તા : અંદર બેઠેલો.
દાદાશ્રી : એ કોણ અને એ કોને ત્યાંથી લાવ્યો ? આ સેલ્ફમેડ (જાતે બનેલી) વસ્તુઓ છે, ભગવાને નથી કરી. વર્લ્ડ જ સેલ્ફ પ્રોડક્શન (પોતાનું ઉત્પાદન) છે. એટલે કોઈ બાપોય આપનાર છે નહીં. ફાધરમધર કોણ એ નહીં જાણવું જોઈએ ? એનો જન્મ શી રીતે થયો તે ? મા-બાપ વગર જન્મ થાય ખરો ? એમ ને એમ કોઈ વસ્તુનો જન્મ થાય નહીં. મનનાં જે ફાધર અને મધર છે, એને જો ઓળખે તે ભગવાન થાય.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) એ તો જડે અમેસ્કિત સાયન્ટિસ્ટોતે ! પછી અમેરિકામાં સાયન્ટિસ્ટોને (વૈજ્ઞાનિકો) અમે કહ્યું, કે ‘હુ ઈઝ ધી ફાધર એન્ડ હુ ઈઝ ધી મધર ઓફ માઈન્ડ ?” ત્યારે કહે છે,
અરે, એવું પૂછવાનું જ નહીં. માઈન્ડ તો ભગવાને આપેલું.” મેં કહ્યું, ‘ન હોય. ભગવાન કંઈ નવરો છે ? એણે માઈન્ડનાં કારખાનાં કાઢ્યાં છે કે દરેકને માઈન્ડ અક્કેકુ આપે ?” એટલે આવું કોઈ આનો કરનાર નથી. મનનો બનાવનાર કોઈ છે જ નહીં.
મન કંઈ ભગવાને બનાવ્યું નથી. ભગવાન આવું બનાવે નહીં. ભગવાન બનાવેને, તો એય કુંભાર થઈ જાત, ને એનો વેષ અવળો થઈ પડત. ભગવાન તો ‘આ કુંભાર’ શું કરી રહ્યો છે એ જોયા કરે છે. જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી. મહીં બેઠા છે ને જોયા કરે છે.
પ્રશ્નકર્તા : એ સાયન્ટિસ્ટોએ પહેલાં માઈન્ડની વાત કરી અને પછી કહે છે, માઈન્ડ જેવું કોઈ તત્ત્વ જ નથી.
દાદાશ્રી : ના, એવું તો કોઈ ના કહે. માઈન્ડ જ ના હોય એવું કહે છે ?
પ્રશ્નકર્તા : એ કહે છે કે જેને તમે મને કહો છો એ આ શરીરનું કર્તવ્ય છે.
દાદાશ્રી : પણ એને “માઈન્ડ' શબ્દ તો બોલેને ! કોઈ મન બોલે, કોઈ માઈન્ડ બોલે, પણ એમની ભાષાનો શબ્દ તો બોલેને ?
એટલે મન તો મુખ્ય વસ્તુ છે. મનને લઈને જ જગત આ ચિંતા ને કકળાટમાં પડ્યું છે. એટલે મન એમનું દુશ્મન જ છે. એ મનના ફાધર-મધર કોણ, કહો. એ તમારે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ વાંચવામાં આવેલું ?
પ્રશ્નકર્તા : ફાધર-મધર એને લાગે જ નહીં ને ! આ તો રૂપક