________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં.
૨૧૫
ઊંધા વિચારો બેસાડે છે, તેમાં જ લોકો રમ્યા કરે છે. એ સારું થયું કે અંગ્રેજોના આવ્યા પછી આપણી વિચાર શ્રેણી ફરી અને બધું હલાવ્યું. તે કેળવાયેલો લોટ થયો. પહેલાં તો ભાખરીયે ના થાય એની. આ વેઢમી થાય એવો લોટ કેળવાયો છે. હવે થોડા કેળવનારા મળી આવેને, બહુ સરસ.
મન શેમાં એડજસ્ટ (ગોઠવવું) કરવું એ મોટામાં મોટો સવાલ છે ને ? મન તો લઈ જઈએને આપણે ? આ હિમાલયમાં મન લઈ ગયા, તે મન હવે એડજસ્ટ શેમાં કરવું ? કંઈ મન એકાંતમાં એકાંત ભોગવે છે કોઈ દહાડોય ? એકાંતમાંયે મન કાંઈ પાંસરું રહેતું હશે ? વધારેમાં વધારે દિશામાં ફરતું થાય. એ તો ભીડમાં છૂટ થઈ કે મન ચગ્યા કરે કે આ લાવું ને તે લાવું, જે બંધન છે એ છૂટ્યું કે વિકલ્પોના નાદ ઉપર ચઢી જાય. આમ વિકલ્પોની પરંપરા ઊભી થાય.
(૮)
અંતે ખોયાં, મતતાં ફાધર-મધર !
દીધું મત પ્રભુએ ? આ તો લોકોએ કહ્યું કે મને તો ભગવાને આપ્યું છે. પણ ભગવાન નામનો ઉપર કોઈ હતો જ નહીં. પછી આપનારો કોણ ? તે આપનારો હોય તો પછી પાછો લેનારો હોય કોઈક. કોઈ આપનારોય નથી ને લેનારોયે નથી. જે છો તે તમે જ છો. આ મનની વાત બહાર પડી જ નથી અત્યાર સુધી. એ આપણે જ બહાર પાડી.
આ તો આપણે લીધે ઊભું થયેલું હોય તો આપણને એનો નિકાલ કરતાં આવડે. પણ એ વાત લોકો જાણતા જ નથી. લોક તો બધું, આખું જગત શું કહે કે આ મન ભગવાનનું આપેલું છે. અરે મૂઆ, ભગવાનનું આપેલું હોય તો તે કઈ કંપનીમાં બનાવ્યું એ મને કહે ? અને તે બધાનું સરખું હોય. પણ આ જુદું જુદું કેમ ? આ તો એમ જાણે કે ભગવાન ઉપર નવરો બેઠો બેઠો ઘડતો હશે ! ભગવાન તો એવું મન ક્યાંથી લાવે ? આ બધું તારું ઊભું કરેલું તંત્ર
મત ક્યાંથી જળ્યું ? વોટ ઈઝ માઈન્ડ (મન શું છે ?) હુ ઈઝ ધી ફાધર એન્ડ મધર