________________
જીવની ઉત્ક્રાંતિમાં જ્યાં વિચારશક્તિ વિકાસને પામે છે તે મનુષ્યગતિ. એટલે ઊંચામાં ઊંચી ઉત્ક્રાંતિ.
વિચાર મિકેનિકલ કેવી રીતે ? ચર શબ્દ માત્ર મિકેનિકલ ! અને વિચર એટલે વિશેષ ચર. અચર એ આત્મા !
મન એટલે ગયા ભવનો સ્ટોક. તે આ ભવમાં ઉદયમાં આવે. જૂનું મન ડિસ્ચાર્જ થતું જાય ને નવું મન ચાર્જ થતું જાય. ડિસ્ચાર્જ એટલે નિરંતર એક્ઝોસ્ટ થયા કરે છે. માત્ર વિચારવું એ જ મનનો સ્વભાવ.
(૨.૪) મતની ઉપયોગિતા, મોક્ષમાર્ગે ! મનને મરાય ? મન તો છે મોક્ષે જવાનું નાવડું. એને કેમ કરીને તોડાય ? મન વગર તો કેમ કરીને જીવાય ? ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, મન જ બંધન અને મોક્ષનું કારણ છે.
‘મારું મન મને પજવે છે’ કરીને મનને મારી નંખાય ? નાવડું ઊંધે રસ્તે જતું હોય તો શું નાવિકથી નાવડાને તોડી નંખાય કે હોકાયંત્રની મદદથી કિનારા તરફ વાળી લેવાય ? જ્ઞાની પુરુષને ખોળો, તે તમને હોકાયંત્ર મૂકી આપે. પછી એ જ નાવડું કિનારે પુગાડે.
લોકસંજ્ઞાએ ચાલતા ધ્રુવકાંટાને ફેરવી જ્ઞાની સંજ્ઞાએ ચાલવા માંડે તો, મોક્ષ હાથવેંતમાં જ છે. જ્ઞાની લોકસંજ્ઞામાંથી જ્ઞાની સંજ્ઞામાં ફેરવી આપે, એટલે કે આખી દૃષ્ટિફેર કરાવે.
યોગ દ્વારા મનનો લય કરવા જનારા ક્યારેય મોક્ષે ના જઈ શકે. પાડાને વાંકે પખાલીને ડામ જેવી ગત થઈ.
મનમાં જાતજાતના વિચારો હેરાન કરે છે ? એ તો મન મનનો ધર્મ બજાવે જ. એમાં શું ગ્રહણ કરવું ને શું ના કરવું, તે “આપણે” જોવાનું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, અમારું મન એક્સિડંટ થયેલો જુએ તો બૂમ પાડે કે આપણો પણ થશે તો ? ત્યારે ‘નોંધ લીધી તારી વાતની, હવે બીજી વાત કર.” એમ કરીને આગળ. પછી મન બીજી
19)
વાત કરે ને ‘તારું કહેવું ખરું છે', મનનું માન્યું કે મન એક જ એ વિચારે કલાકો સુધી. મન ક્યારેય કોઈ વાતને કાયમ પકડીને બેઠેલું કોઈએ અનુભવ્યું છે ?
સાઈઠ વર્ષે મન ફરી શાદી કરવાનું કહે. અરે, રાંડવાનું હલ દેખાડે. તેથી કશું થઈ જાય ? મનને કહીએ, “ચાલ પૈણ્યા, ચાલ રાંડ્યો', હવે બીજી આગળ વાત કર. એટલે મન સાહેબ બીજી વાત કરે. મન મહા વિરોધાભાસી છે આ દેહમાં.
મન ‘એક્સિડંટ થશે તો એમ ચેતવે છે, એ કંઈ આપણને ભયભીત કરે છે ? આપણે ભય પામીએ એ આપણી ભૂલ. ત્યાં તો તેને ‘નોટેડ ઈટસ્ કન્ટેન્ટ્સ (જે બતાડ્યું તેની નોંધ કરી) કરીને આગળ એ છે જ્ઞાનદશા. વિચાર આવે ને તેમાં તન્મયાકાર થઈ ભોગવે તે અજ્ઞાનદશા.
મનને તો શું પણ કોઈનેય મારીને મોક્ષે જવાય ? મન ભલે ને જીવે. એ એના સ્થાનમાં ને “આપણે” આપણા સ્થાનમાં.
મન વર્તે છે રડારની જેમ. રડારનું કાર્ય શું ? માત્ર ઈન્ફર્મેશન્સ (માહિતીઓ) આપવી. એ કંઈ આપણને બીવાનું કહે છે ? હજાર ઈન્ફર્મેશન મન આપે, તે બધી કંઈ કામની હોય ? એમાંથી આપણા ધ્યેયને અનુરૂપ હોય એટલી જ માહિતીઓ ઝીલવી. બાકીની જવા દેવી. હવે એ ઈન્ફર્મેશન લઈ તેના પર શું એક્શન લેવું તે મનનું કામ નથી. જેમ રડાર પરનો સુપરવાઈઝર એક્શન લે છે તેમ અહીં પોતે' એક્શન લે.
મન ભય સિગ્નલ બતાડે તો “આપણે” શુદ્ધાત્માની ગુફામાં પેસી જવાનું. મન એને જેવા સંજોગો દેખાતા હોય, તે પ્રમાણે ઈન્ફર્મેશન્સ આપી એની ફરજ બજાવે છે.
દરેક ઈન્દ્રિય, મન, બુદ્ધિ, બધા પોતપોતાના ધર્મમાં જ છે. આમાં કોઈને ક્યાંય રાગ-દ્વેષ નથી, વીતરાગ જ છે. ત્યારે શું શુદ્ધાત્મા રાગીદ્વેષી છે ? ના. ત્યારે રાગ-દ્વેષી કોણ ? ‘હું જ ચંદુલાલ છું” એમ માની બેઠેલા તે.