________________
૧૪૭
આપ્તવાણી-૯ તને સમજણ પડી ને ? તું જ્યારથી આને જાણે ત્યારથી નોંધ રાખવાનું પછી ઓછું થાય. તું તો વહુનીયે નોંધ રાખે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : જે ‘વાઈફ' પોતાની કહેવાય. તેં એના પરેય નોંધ રાખી ?! અને એ હઉ નોંધ રાખે. તું આટલું બોલી ગયો હોય ને, તો તે કહે “મારો લાગ આવવા દો !' એ સાચો પ્રેમ નહીં, આસક્તિ કહેવાય. સાચો પ્રેમ તો ઊતરી ના જાય. અમારો પ્રેમ તદન સાચો હોય. અમે નોંધ જ રાખીએ નહીં ને !
પ્રશ્નકર્તા : આપની કૃપા થાય તો આવું થઈ જાય જલદી.
દાદાશ્રી : તે અમારી કંપા છે જ, પણ તારે જાતે કાઢવું નથી, ત્યાં શું થાય ?! ‘વહુએ આમ કર્યું, તેમ કર્યું” કરે. ત્યારે તું એવું નથી કરતો તે વહુનું નામ દે છે ?! તું નોંધ રાખે તો એ નોંધ રાખે. આ હું નોંધ રાખવાનું બંધ કરી દઉં છું, તો મારી નોંધ કોઈ રાખતું નથી. કોઈને વટું કરું તોય કોઈ નોંધ રાખતું નથી. એનું કારણ છે, કે મારી નોંધ બંધ છે. તો પછી તમારે નોંધ રાખીને શું કામ છે ?! પણ તું તો તારી વહુની નોંધ રાખે એટલે પછી વહુ તારી છોડે કે તને ? એ તો સારું થયું કે આ પૈણ્યો નથી, નહીં તો એ ય પછી ‘વાઈફની નોંધ રાખે ને ?! અમે કોઈ દહાડો કોઈની નોંધ રાખીએ જ નહીં ને ! અને બીજું, અમે કોઈને કોઈની વાત ના કરીએ.
૧૪૮
આપ્તવાણી-૯ એટલે પેલા આચારમાંથી છૂટવું હોય તો આચાર છૂટતાં પહેલાં પહેલી પ્રતીતિ બેસે. પછી પાછું એને અનુભવ થતો જાય. ત્યાર પછી પેલો આચાર છૂટે. એટલે એનાં ‘સાયન્ટિફિક રિઝલ્ટ’થી આવે ને ?! દાદરો ચઢવો હોય તો એકદમ ચઢી જવાય છે ? એ તો પગથિયે પગથિયે જ ચઢાય ને ! કંઈ એકદમ પગથિયું ના ચઢી જવાય.
આ નોંધ શબ્દ સાંભળ્યો જ નહોતો ને ? આ પહેલી વખત જ સાંભળ્યો ને ?
નોંધ' તો બંધાવે વેર ? એટલે નોંધ રાખવાની નહીં. નોંધ રાખીને શું ફાયદો કાઢયો અત્યાર સુધી ? આ તો દુ:ખ વધ્યાં ઊલ્ટાં !! માટે નોંધ જ ના રાખીએ. તેં જોયું નહીં કે આ ‘દાદાજી' નોંધ રાખતા નથી ?
પ્રશ્નકર્તા : એ આજે અનુભવમાં આવ્યું. નહીં તો તમે નોંધ નથી રાખતા એ ખબર પડે નહીં ને !
દાદાશ્રી : પણ તું જોતો હોઈશ ને, કે ‘દાદાજી' કશી નોંધ નથી રાખતા ?
પ્રશ્નકર્તા: હા, નોંધ નથી રાખતા. પણ આપને યાદ બધું જ હોય ને ! દાદાશ્રી : હા. યાદ હોય, પણ નોંધ ના હોય. પ્રશ્નકર્તા : એમાં શું ફેર, દાદા ?
દાદાશ્રી : નોંધ રાખે એટલે તો એના માટે મહીં વેર રાખ્યું હોય. અને યાદ એટલે તો અમેય સમજીએ કે આનામાં આટલી નબળાઈ રહેલી છે, એટલું જ ! તે નબળાઈ રહી છે, માટે અમે આશીર્વાદ આપવા માટે યાદ રાખીએ. બાકી, અમારે કંઈ નોંધ ના હોય. અમારે નોંધ હોય તો મારા પોતાના માટે વેર લેવાની વૃત્તિઓ થાય. તે હું નોંધ નથી રાખતો. અને એટલે તો મારી નોંધ તુંયે રાખતો નથી ને ! ‘દાદાજી” તને વઢયા હોય તોય તું નોંધ નથી રાખતો.
ભૂલ ભાંગવી, “સાયન્ટિફિક્લી' ? પ્રશ્નકર્તા : દાદા, આ જે નોંધ રખાય છે તેનું કારણ શું ?
દાદાશ્રી : આ નોંધથી શું નુકસાન છે એની એને ખબર જ નથી. હવે નુકસાનની એને સમજણ પડી ગઈ એટલે પછી નોંધ ઓછી થવાની.
તને પ્રતીતિ બેઠી કે આ તું નોંધ રાખે છે એ ખોટું છે. હવે તને એ અનુભવમાં આવતું જશે કે નોંધ ના રાખી તેનો મને ફાયદો થયો. નોંધ ના રાખી, તે પછી ધીમે ધીમે એને સ્વાદમાં આવતું જ જાય કે ખરેખર આ લાભકારી જ છે. પછી આચારમાં આવે. આ એની રીત !