________________
આપ્તવાણી-૯
૧૪૯ પ્રશ્નકર્તા : દાદાજી વઢયા હોય તોય પ્રેમ જ હોય.
દાદાશ્રી : હા, એટલે નોંધ ના રાખવી જોઈએ. નોંધ નહીં રાખો તો અડધું દુઃખ તો જતું રહેશે, એમ ને એમ જ !
જગતનાં લોકો નોંધ રાખતા હશે ? ધંધો જ એ, નોંધ રાખવાનો જ ધંધો. ‘મારું આમ કરી ગયા હતા ને તેમ કરી ગયા’ કહેશે.
હું નોંધ રાખતો નથી એટલે તમે મારી નોંધ રાખો નહીં. તમે નોંધ રાખો એટલે એ સામો નોંધ રાખે જ. તમે મારી દુકાનેથી કશુંક લઈ જાવ તો હું નોંધ રાખું. તો તમારી દુકાનમાં તમે નોંધ રાખ્યા વગર રહો ? હું જ નોંધ ના રાખું એટલે સામો મારી નોંધ ના રાખે. મારી જોડે કોણ નોંધ રાખે ! કશું વટું, કરું, ગમે તે કહું તોય ?! નોંધ ના રાખી એટલે થઈ ગયું, બધું આપણું જ થઈ ગયું ને ! નોંધ રાખવા જેવી નથી.
વ્યવસ્થિત ત્યાં તોંધ નહીં પેલું ‘રીલેટિવ' એ ભ્રાંતિવાળું જ્ઞાન છે. એમાંથી આ બધાની નોંધ રાખીએ કરીએ, તો એ નોંધ શેના હારુ કરવાની ? તારી ‘વાઈફ' જમતાં પહેલાં એમ કહી ગઈ કે, ‘તમારો સ્વભાવ ખરાબ છે. હું હવે મારે પિયરથી ત્યાં આવવાની નથી.” તોય આપણે નોંધ ના રાખીએ. કારણ કે એ બધું ‘વ્યવસ્થિત'ને તાબે છે ને ! એ કંઈ એના તાબામાં ઓછું છે ? આ એના તાબામાં છે કે “વ્યવસ્થિત'ના તાબામાં છે ? અને ત્યાં હવે તું નોંધ રાખે કે ‘એમ ?! આટલો બધો રોફ ?! ચાલ, હું જોઈ લઈશ !' તો શું થાય ? હલદીઘાટ શરૂ થઈ ગયું !
પ્રશ્નકર્તા : પેલી આવું કહે તો તે મગજ ફાટી જાય, બહુ ‘એક્સાઈટમેન્ટ’ આવી જાય.
દાદાશ્રી : હા, ‘એક્સાઈટમેન્ટ’ આવી જાય, અને માનસિક લઢાઈ શરૂ થઈ જાય. અને માનસિક લઢાઈ શરૂ થઈ એટલે પછી વાચિક લઢાઈ શરૂ થાય. અને વાચિક થયા પછી કાયિક લઢાઈ શરૂ થાય. એટલે આ બધાનું મૂળ જ, મૂળમાંથી જ ઊડાડી મૂકીએ તો ?! રૂટ’ ઊડાડી મૂકીએ કે ચોખું ! એટલે આ ભાંજગડમાં પડવા જેવું જ નથી.
૧૫૦
આપ્તવાણી-૯ એટલે આ નોંધ જ રાખવા જેવું નથી. ‘વ્યવસ્થિત’ શેને કહેવાય? કે જે વસ્તુની આપણે નોંધ જ ના રાખીએ. એનું નામ “વ્યવસ્થિત'. નોંધ રાખીએ એને ‘વ્યવસ્થિત’ કેમ કહેવાય ?
પણ એ સંસારમાં જ ખૂપાવે નોંધ જ કરવામાં ના આવે પછી ભાંજગડ જ ક્યાં રહી ? મોક્ષે જવું ને નોંધ કરવી, બે સાથે બને નહીં ને ! હવે લોકો નોંધ રાખ્યા વગર રહે ? અને મોક્ષે જવું હોય તો નોંધ છોડી દેવી પડે, નોંધની ‘બૂક કાઢી નાખવી પડે. અમારા જેવા ભોળા તે નોંધ લખાઈ તો લખાઈ ને ના લખાઈ તો કંઈ નહીં. એ દુકાન જ ના જોઈએ. દુકાનમાં અમારા લોકો નોંધય ના રાખે. ને લોકો તો નોંધવહી રાખે છે ને ? આ લોકો તો નોંધવહી બહુ રાખે. એક જોટો ચંદુભાઈ લઈ ગયા, એક જોટો ચતુરભાઈ લઈ ગયા, તે નોંધ લખે. ને સાંજે પાછા ચોપડામાં ટપકાવે, પણ નોંધ તો રાખે.
અમે દુકાનમાં એક ચોપડી રાખીએ, પણ મહીં લખવાનું ભૂલી જઈએ. એટલે ધંધો ના થાય. એટલે નોંધ એ સંસાર દીપાવે છે, પણ એ સંસારમાંથી નીકળવા ના દે. અને હવે અમારે તો નોંધ કરવાની ભાંજગડ જ નહીં, ચોપડી ઝાલવાની જ જરૂર નહીં. પેન ઝાલીને લખવાની શી જરૂર ? તે અમે ભલા ભોળા સારા કે નોંધ રાખીએ નહીં. અને મારી નોંધે ય કોઈ રાખતું નથી. એટલે અમે છૂટી જઈએ, ઉકેલ આવી જાય. નોંધ જ નહીંને, ભાંજગડ નહીં ! વાત મુદ્દાની નથી ?
તો તૂટયા ટેકા સંસારતા ! પ્રશ્નકર્તા: મુદાની વાત છે. પણ દાદા, આ તો એવું બને છે કે સંસારની અંદર નોંધ રાખવી જ જોઈએ, એવું શિક્ષણ મળેલું.
દાદાશ્રી : એ શિક્ષણની જરૂર છે. એટલે સંસારમાં રહેવું હોય ત્યાં સુધી એ શિક્ષણની જરૂર છે. પણ મોક્ષે જવું હોય તો, ‘નોંધ ન રાખવી જોઈએ’ એ શિક્ષણ મળવું જોઈએ.
પ્રશ્નકર્તા : આ સંસારમાં તો કહેશે “નોંધ કરો. આણે શું કર્યું,