________________
આપ્તવાણી-૯
પેલાએ શું કર્યું, તમારે શું કરવાનું છે !’
દાદાશ્રી : એ નોંધ રાખે, તો તમે સાચા સંસારી કહેવાવ. અને જ્યાં સુધી નોંધ છે ત્યાં સુધી સંસાર તમને ખસવા ના દે. નોંધ રાખો ત્યાં સુધી નહીં ખસાય. નોંધ નહીં રાખો એટલે સંસાર આથમ્યો !
૧૫૧
પ્રશ્નકર્તા : સંસારમાં એવું જોવા ટેવાયેલા કે આ બહુ ચોક્કસ માણસ છે, અને આ અચોક્કસ જોઈને થાય કે આ શું થયું ?!
દાદાશ્રી : એ અચોકસાઈ દેખાય છે એનું નામ જ કહીએ કે સંસારના ટેકાઓ બધા પડી ગયા. સંસારના ટેકાઓ પડી જાય એટલે સંસાર રહે ? સંસારના ટેકા તૂટયા એટલે સંસાર રહે નહીં ને ! સંસાર પડી જાયને ! લોકોને વિચારમાં આવી જાય કે આ શું થયું ! પણ એ
અચોકસાઈ હોય ત્યારે મોક્ષે જવાય. નહીં તો એમ ને એમ તો એનાં એ જ કપડાં ને એનાં એ જ વેશ ને આમ ચોકસાઈ, તેમ ચોકસાઈ, આના પૈસાની ચોકસાઈ, તે એમાં કંઈ દહાડો વળતો હશે કંઈ ? કશીયે નોંધ ના જોઈએ. આ તો આપણને કાલે કહી ગયો હોય તો બધી નોંધ હોય આપણી પાસે.
હવે લોકો શું કહે કે, ‘આ જ મોક્ષે જઈ શકે, આવી ચોકસાઈ હોય તો જ મોક્ષે જવાય.’ ને હું કહું છું કે ચોક્કસ ના હોય તે જ મોક્ષે જાય. દુકાનની નાદારી આવે ને ઉકેલ આવી જાય. જો મોક્ષે જવું હોય તો આ નાદારી કાઢવી પડશે. અહીં ચોક્કસ રહેવું છે ને ત્યાં મોક્ષે જવું, એ બે બને નહીં. નોંધ વગરનાં કેટલા માણસો હશે, આ બધા મુમુક્ષુઓ, મોક્ષની ઇચ્છાવાળા છે તેમાં ?
પ્રશ્નકર્તા : મોક્ષની ઈચ્છા તો શબ્દમાં જ રહી !
દાદાશ્રી : તેથી આ હું કહું છું કે અધ્યાત્મમાં કોણ આવ્યું ? આત્મસન્મુખ કોણ થયો ? બધી ઈચ્છા છોડીને હાથ છૂટા કરી નાખ્યા હોય ને નોંધ કશુંય ના હોય એ આત્મસન્મુખ થયો. સંસારમાં ચોક્કસ રહેવું ને આત્મસન્મુખ થવું, બે સાથે બની શકે નહીં. તેથી ભગવાને શું કહ્યું કે ઘેરથી અહીં આગળ આવતો રહે, જો મોક્ષે જવું હોય તો ! શા
આપ્તવાણી-૯
૧૫૨
સારુ ? હા, નહીં તો ઘરમાં રહેવું એ ચાલે નહીં.
એટલે આપણે અહીં આગળ એવું છે કે ઘરમાં રાખીને કરવાનું છે. એટલે હું શું કરાવું છું ? નોંધો બંધ રખાવી દો આપણે. ઘરમાં રહો ખરાં, પણ નોંધ વગરનાં ! કાઢી નાખો એ બધું. આ તેનો ડખો છે. નોંધ ના રાખવી. એ તો ત્યાં સંસારમાં રાખવાનું હતું તે અહીં નથી રાખવાનું, અહીં રાખવાનું તે ત્યાં નથી રાખવાનું.
‘સહમત' નહીં, તો
પ્રશ્નકર્તા : મોક્ષમાં જવું હોય તો હોય તો ત્યાં શું કરવાનું ?
આ
છૂટયા !
નોંધ કરવાની પ્રકૃતિ પડી ગઈ
દાદાશ્રી : ‘ચંદુભાઈ’ને કહેવાનું કે ‘હવે નોંધ ના કરશો.’
પ્રશ્નકર્તા : પણ આ પ્રકૃતિ જે નોંધ કરવાની છે, તેનું શું કરવું ? દાદાશ્રી : એ પ્રકૃતિ કરે તો ‘આપણને’ વાંધો નહીંને ! આ તો ‘આપણે’ અને એ, એમ બેઉ સહમત થઈને કરીએ છીએ. ‘આપણી’ સહમતિ ઊડી ગઈ, પછી એ નોંધ રહે જ નહીંને ! તે કરેય નહીં પછી, કંટાળી જાય. આપણે ના કરીએ તો સામો નોંધ કરે જ નહીં. મારી દુકાનમાંથી તમે માલ લઈ જાવ એની હું નોંધ ના રાખું, તો પછી તમેય ના રાખો. તમે જ કહેશો, “એ નોંધ નથી રાખતા, તો હું શું કરવા રાખું ?’ એવો કાયદો છેને !
પ્રશ્નકર્તા : આ નોંધ છોડવાની ત્યારે સહજ બને છે કે જ્યારે આપની ‘જલેબી’ ચાખવાની મળે છે ત્યારે.
દાદાશ્રી : હા, નહીં તો ના છૂટે.
પ્રશ્નકર્તા : નહીં તો ત્યાં સુધી નોંધ છોડવી એ તો બહુ કઠણ પડે.
દાદાશ્રી : અરે, માણસ તો મરી જાઉં, પણ નોંધ નહીં છોડું, પહાડ ઉપરથી પડતું મેલું, પણ નોંધ નહીં છોડું', કહેશે. કારણ કે એના આધારે હું જીવું છું એવું એને લાગે છે. આપણે કહીએ, ‘ખાવાનું લઈ લઈએ