________________
૧૫૪
આપ્તવાણી-૯ જ ના હોય, એને સંસારના લોકો શું કહે ? પૂર્વગ્રહ ગયો કહેવાય. નોંધને તો ‘પ્રેજયુડિસ’ કહો કે ગમે તે કહો, પણ એ નોંધ નુકસાનકારક છે, નોંધ એ જ તાંતો છે. સહેજેય દુ:ખ કેમ હોવું જોઈએ ? આ દુ:ખ જો કંઈક રહેતું હોય તો આનું જ, નોંધનું જ રહે. સુખના સમુદ્રમાં રહીએ, ને દુઃખ કેમ રહેવું જોઈએ ? સુખનો સમુદ્ર નથી આ ‘જ્ઞાન’ ?
પ્રશ્નકર્તા : છે દાદા, છે. દાદાશ્રી : તો ય પણ નોંધ રાખો છો ને ?
પ્રશ્નકર્તા : રહી જાય છે, દાદા.
આપ્તવાણી-૯
૧૫૩ તો ચાલશે ?” ત્યારે એ કહેશે, ‘ના, ખાવાનું તો જોઈએ ને !' પણ તોય એને નોંધ તો જીવાડે. નોંધ કશુંય છોડે નહીં.
‘તોંધતાસ'થી જુદાં “આપણે'! અને હજુ આ તાંતો છે, તે આ તાંતાને લીધે હજુ નોંધ રહે છે. હવે આમ તાંતો આપણને ના દેખાતો હોય, એની ખબર ના પડે. પણ એ નોંધ કરે ને, ત્યારે જાણવું કે તાંતો છે આ.
તમને કાલે કોઈ અપમાન કરી ગયો હોય, તો એની તમે નોંધ કરો તો હું જાણું કે તમને તાંતો છે. એ તાંતો બહુ જોખમકારક વસ્તુ છે. નોંધ બિલકુલ ના રહેવી જોઈએ. આ બધું કહેવાનો ભાવાર્થ એ જ કે એમ ને એમ કશું બને નહીં, બધું ‘વ્યવસ્થિત’ હોય છે. જ્યાં ‘વ્યવસ્થિત હોય ત્યાં નોંધ શું ? અને નોંધ એ તાંતો છે.
પ્રશ્નકર્તા : અભ્યાસ ના હોય તોય નોંધ લેવાઈ જ જાય છે.
દાદાશ્રી : હા, લેવાઈ જાય. પણ તે લેવાઈ જાય, તેને આપણે પછી ભૂંસી નાખવી કે આ નોંધ લેવાઈ ગઈ એ ભૂલ થઈ છે. એટલું જ બોલીએ ને, તો છૂટી જાય. આપણે એનાથી જુદા છીએ એવો અભિપ્રાય હોવો જોઈએ. એ નોંધ લેવાય છે એનાથી આપણે જુદા છીએ એવો અભિપ્રાય રહેવો જોઈએ. તો એ મતના નથી આપણે, એ અભિપ્રાય નથી આપણો. નહીં તો કશું બોલીએ નહીં, તો એ મતના થઈ જઈએ. આ તો અનાદિ કાળનો અભ્યાસ, પણ આ જ્ઞાન એવું છે કે એનાથી નોંધ બિલકુલેય રહે નહીં આ નોંધો કરીને તો બધી ઉપાધિ છે બળી !
પ્રશ્નકર્તા : નોંધનો જ અભ્યાસ કર્યો છે અમે.
દાદાશ્રી : હા, પણ તે અભ્યાસ છોડવો જ પડશે ને ! અત્યાર સુધી તો ‘તમે’ ‘ચંદુભાઈ’ હતા, પણ હવે ‘શુદ્ધાત્મા’ થયા. તો પછી એ બદલાયું ત્યારે આય બધું બદલાયને ? નોંધ તો છોડવી જ પડશે ને ? નોંધ ક્યાં સુધી ચાલશે ?! અમને કોઈ પ્રકારની નોંધ ના હોય. આટલા બધામાં, ગમે તે કશું કહે, પણ અમને નોંધ હોય જ નહીં. પહેલેથીયે નોંધ
દાદાશ્રી : હવે રાખશો નહીં, ને રખાઈ જાય તો પછી ભૂંસી નાખવું. બાકી તાંતો એટલે હઠે ચઢવું. આગ્રહ ! અમનેય કહેનારા કહી જાય કે ના કહી જાય ?
પ્રશ્નકર્તા : પણ હવે શા ઉપર તાંતા રાખવાના છે ?
દાદાશ્રી : હા, તાંતા રાખ્યા તે વળ્યા નહીં. ખાલી ચોપડી ભરાય એટલું જ પણ કશું વળે નહીં.
બદલાતાં કર્મોતી નોંધ શી ? કોઈ તમને કંઈ કહી જાય તો ત્યાં આગળ ન્યાય શું કહે છે ? એ કર્મના ઉદયે તમને કહી ગયો. હવે એ ઉદય તો એનો પૂરો થઈ ગયો, અને તમારોય ઉદય પૂરો થઈ ગયો. હવે તમારે લેવાદેવા ના રહી. હવે ફરી છે તે તમે એને તાંતો રાખીને જુઓ છો, ત્યારે પેલાં જ કર્મનો ઉદય તમે લાવો છો એટલે ગુંચવાડો ઊભો કરો છો. હવે પેલો બીજાં જ કર્મમાં હોય છે તે વખતે. સમજવા જેવી વાત છે ને ? પણ ઝીણી વાત છે.
આનો કોઈ ખુલાસો જ ના હોય ને, તાંતો રાખેલા હોય તે ? અને તાંતા રાખનારા માણસો ખુલાસો ખોળે ! તો એનો ક્યારે પાર આવે ?
એટલે ગઈ કાલે આપણું કોઈ અપમાન કરે ને એ માણસ આજે દેખીએ તો એ નવો જ લાગવો જોઈએ અને એ નવો જ હોય છે. પણ