________________
૧૫૫
૧૫૬
આપ્તવાણી-૯ એ નથી દેખાતું તો આપણી ભૂલ થાય છે. આપણે બીજા રૂપમાં જોઈએ છીએ. પણ એ નવો જ હોય છે. એક કર્મ પતી ગયું એટલે એ બીજા કર્મમાં જ હોય. એ બીજા કર્મમાં હોય કે એના એ જ કર્મમાં હોય ?
પ્રશ્નકર્તા : બીજા કર્મમાં હોય.
દાદાશ્રી : અને આપણે એ જ કર્મમાં હોઈએ. તે કેટલો બધો ગંદવાડો કહેવાય ?! તમારે કોઈ ફેરો બને ખરી કે ભૂલ ?! નોંધ રાખો કે ?
પ્રશ્નકર્તા : પહેલાં તો નોંધ લેવાની ટેવ હતી, હવે નથી લેવાતી.
દાદાશ્રી : નથી લેવાતી ને ? નકામી ચોપડી બગાડવી. લોક તો નોંધવહી રાખે.
આમને એક જણ કહે કે ‘તમે પ્રકૃતિના નચાવ્યા નાચો છો. તમે ભમરડા છો.’ પણ તોય અમારે નોંધ નહીં રાખવાની. તે પછી હું એને વઢ્યો. મેં કહ્યું, ‘અલ્યા, આમને કહેવાતું હશે ? આ કઈ જાતનો માણસ છે તે ?” પણ એમણે નોંધ નહીં રાખી. અમે નોંધ ના રાખીએ. અમે એના મોઢા પર કહી દઈએ ખરા, પણ પછી નોંધ ના રાખીએ. નોંધ રાખવી એ તો ભયંકર ગુનો છે.
એટલે કોઈને દાદ નહીં, ફરિયાદ નહીં. કશું નહીં. કોઈ અપમાન કરી ગયો હોય તો તમારે મને દાદ-ફરિયાદ કરવાની ના હોય. દાદફરિયાદ નકામી ગઈ. બન્યું એ બરોબર છે, ન્યાય જ છે ને ? પ્રશ્ન જ ઊભો નહીં થતો ને ? એવું આ વિજ્ઞાન છે, ચોખ્ખું !
તોંધ લેવાતો આધાર ! પ્રશ્નકર્તા : નોંધ ખરેખર કેવી રીતે લેવાય છે, એનો એક દાખલો આપો ને !
દાદાશ્રી : અહીં રસ્તામાં તમે જતાં હો ને કોઈ તમને કહે કે, “આ ‘દાદા'ની પાછળ ના ફરો તો ચાલે. વગર કામના તમે બહુ ઉપાધિ કરો છો.” અને થોડુંઘણું એકાદ બે શબ્દો એવા બોલ્યા કે આપણને ના ગમે એવા, એટલે પછી આપણે નોંધ લઈએ કે “આવો માણસ, નાલાયક
આપ્તવાણી-૯ માણસ ક્યાંથી ભેગો થયો?’ એ નોંધ લઈએ. અગર તો ‘ગમે તેવું હોય તો પણ નોંધ લીધા વગર રહે નહીં. એટલે ‘ના ગમે' તો ય નોંધ લે અને ગમે' તો ય નોંધ લે.
સહેજ પણ અરુચિ ઉત્પન્ન થઈ કે નોંધ લઈ લે. અરુચિ થાય ને નોંધ ના લે તો મોક્ષ આપે. કોઈકે આપણને અરુચિ કરાવડાવી અને નોંધ ના લે તો મોક્ષ થાય. એ મોક્ષને માટે પગથિયું છે. પાછું એ પગથિયે એ ઉતરે. જે પગથિયે ચઢાય તે જ પગથિયે ઉતરે માણસ.
અભિપ્રાય આપવાનો અધિકાર(?)! પ્રશ્નકર્તા : હવે અભિપ્રાય જેમ છે તેમ કહીએ કોઈપણ જાતના ખરાબ ભાવ વગર, તો તેમાં શું ખોટું ?
દાદાશ્રી : જેમ છે તેમ કહી દો, એ અધિકાર છે તમને ? તમારી પાસે એ દ્રષ્ટિ જ નથી. યથાર્થ દ્રષ્ટિ વગર બોલાય નહીં. અભિપ્રાય શબ્દ તો આખો ય ઊડી ગયો. અભિપ્રાય તો “પુદ્ગલ, આત્મા છ તત્ત્વો જ છે, બીજો કોઈ અભિપ્રાય નહીં” – એવું હોવું જોઈએ.
બાકી અભિપ્રાય એટલે, કંઈક રાગ-દ્વેષ હોય તો જ અભિપ્રાય થાય. નહીં તો અભિપ્રાય થાય નહીં. ગમતું કે ના ગમતું હોય તો અભિપ્રાય થાય.
આપણને ચા ના ભાવી હોય તો આપણે અભિપ્રાય આપીએ કે આ ચા સારી નથી. એટલે ચાને આપણે વગોવ્યા વગર ના રહીએ. એ તો કયાં ગયું, પણ નોંધ લે. તેથી પેલા કરનાર માણસને પણ આપણે વગોવ્યા વગર ના રહીએ અને આ ચાનું વગોવણું કરે તેથી ચા જોડે શાદી થઈ છે તે બંધ થઈ જાય ને ? ના. માટે ઓછું લફરું એ સારું. દરેક વસ્તુનાં લફરાં ઓછાં હોય તે સારાં. અને હોય તો આવું ના નથી કહેતા અમે. કંઈ લફરાના સવાલ અમે નથી રાખતા. અમે તો આ અભિપ્રાયમાં કે આ નોંધ લે, તે ના કહીએ છીએ. તમે ખાવ, પીવો, ભાવે એ બાસુદી બનાવજોને ! બાસુદી બનાવીને ખાવ, તેની નોંધ આપણે નથી રાખતા. આપણે ત્યાં એનો વાંધો નહીં. ખાજો, પીજો ! આપણું વિજ્ઞાન