________________
આપ્તવાણી-૯
૧૫૭ બીજો વાંધો ઊઠાવતું નથી. આ નોંધની જોખમદારી બહુ જ છે. પણ હવે નોંધની જોખમદારી સમજે તો ને !
નોંધ ત્યાં પુદ્ગલ સતા જ ! બાકી, નોંધ કર્યા વગર રહે નહીં ને ! મોટામાં મોટી અજ્ઞાનતાની નિશાની કઈ ? ત્યારે કહે, ‘નોંધ ' આપણું ‘જ્ઞાન’ મળ્યા પછી નોંધ એકલી ના રહેવી જોઈએ, બીજું બધું રહે. નોંધ ને પુદ્ગલ બે જોડે જ ઊભું રહે. નોંધ રહે ત્યાં સુધી પુદ્ગલ જ રહે. ત્યારે સત્તા પુદ્ગલની જ હોય. આત્માની સત્તા ના હોય.
એટલા માટે આ નોંધનું તો અમારે દસ-પંદર દહાડે બોલવું જ પડે. ચેતવ, ચેતવ કરવું પડે. આ નોંધ રાખવાથી તો સત્તાયે પુદ્ગલની હોય, પોતાની સત્તા ના હોય. બિલકુલેય સત્તા ના હોય.
નોંધ : અભિપ્રાય ! પ્રશ્નકર્તા: નોંધ અને અભિપ્રાયમાં ફેર શું છે ?
દાદાશ્રી : ફેર ને ! નોંધથી સંસાર ઊભો થાય અને અભિપ્રાયથી મન ઊભું થાય. નોંધ આખો સંસાર ઊભો કરી દે, આખોય ! હતો તેવો જ કરી નાખે, લીલે પાંદડે કરી નાખે.
પ્રશ્નકર્તા : પણ એ નોંધ કરો એટલે અભિપ્રાય બેસે ને ?
દાદાશ્રી : એ બરોબર છે પણ નોંધ એટલે અભિપ્રાય નહીં. અભિપ્રાય વસ્તુ તો આપણે નોંધ લીધા પછી આપીએ. નોંધ લીધી અને તે પછી સારું-ખોટું ગમે તે અભિપ્રાય આપીએ, પણ નોંધ લઈએ તો ! પણ નોંધ લેવી એ જ મોટામાં મોટો ગુનો છે. અભિપ્રાયનું તો ચલાવી લેવાય.
અભિપ્રાયથી તો મન ઊભું થયું. તેનો પાછો આપણે ને આપણે નિકાલ કરી નાખવાનો. પણ આ નોંધ તો ફરી સંસાર જ ઊભો કરે. નોંધનો ભૂલેલો પાછો ના આવે. નોંધનો ભૂલો પડ્યો એ પાછો આવે નહીં.
પ્રશ્નકર્તા : આ જે નોંધ લેવાય છે તે પહેલાં લેવાય ને પછી રૂપકમાં
૧૫૮
આપ્તવાણી-૯ બોલીને એનો અભિપ્રાય આપે ?
દાદાશ્રી : નોંધ લીધી એટલે પછી એ ‘સાઈડ'માં ચાલ્યું. આ દેહની ‘સાઈડ’ ચાલી બધી, પેલી ‘સાઈડ’ બંધ થઈ ગઈ. તેથી આ પક્ષમાં થઈ ગયો. એટલે પેલો આત્મા બંધ થઈ ગયો, આત્મા એ ઘડીએ હોય નહીં.
પ્રશ્નકર્તા : એટલે નોંધ લે છે તે ઘડીએ અંદર અભિપ્રાય છે કે..
દાદાશ્રી : અભિપ્રાયનો વાંધો નથી. અભિપ્રાય એટલું બધું જોખમ નથી. એ મનનું બંધારણ બાંધે એટલું જ જોખમ બધું નોંધનું.
પ્રશ્નકર્તા : અભિપ્રાય અને નોંધનો તફાવત હજુ ‘ડીટેલમાં સમજવો છે.
દાદાશ્રી : અભિપ્રાય થોડોક રહ્યો હશે તો વાંધો નથી. નોંધ તો એક ‘સેંટ' પણ ના હોવી જોઈએ. નોંધ એટલે પુદ્ગલ. નોંધ તો પુદ્ગલ પક્ષી જ ખાસ. નોંધ લે, એટલે હતો તેવો ને તેવો જ થઈ જાય. જેણે ‘જ્ઞાન’ ના લીધું હોય ને લીધું હોય, એમાં ફેર નહીં એનું નામ નોંધ.
પ્રશ્નકર્તા: પણ કોઈપણ વસ્તુની નોંધ લો ત્યારે જ અભિપ્રાય બેસે
- દાદાશ્રી : અભિપ્રાય તો એની પાછળ હોય જ. પણ અભિપ્રાય હશે તો વખતે ચલાવી લઈશું. પણ નોંધ ના હોવી જોઈએ. અભિપ્રાય આપ્યો એટલે, અભિપ્રાયથી તો ખાલી મન એકલું જ બંધાય. આ તમે અભિપ્રાય આપ્યો કે ‘કઢી ખારી છે' તો મન બંધાય. પણ નોંધ લો તો બનાવનાર ગુનેગાર ઠરે.
પ્રશ્નકર્તા : નોંધ એટલે કઈ રીતની નોંધ લેવાય તે ઘડીએ ?
દાદાશ્રી : “મને આ કહી ગયો, ફલાણું કહી ગયો, આમ કહી ગયો, તેમ કહી ગયો’ એવી બધી કેટલા પ્રકારની નોંધ ! આ ‘ચંદુભાઈ” હોટલમાં ગયા હતા તેવી નોંધ હું કરું તો એ ક્યો પક્ષ ? પુદ્ગલ પક્ષ ! બહુ જોખમ છે આ નોંધમાં તો.