________________
૧૬૦
આપ્તવાણી-૯ ડંખીલું કરી દે. એ ડંખ મારી ગયો હોય ને, તે પછી આપણું મન ડંખીલું થાય. એટલે કોઈનીયે નોંધ રાખશો નહીં. આ બધું તો ચાલ્યા જ કરે ને ! તેની નોંધ રાખવી નહીં, કર્મના ઉદયે બિચારો એ ભટક્યા કરતો હોય. નોંધ તો આવતા ભવનો સંસાર ઊભો કરે. નોંધ મન ઉપર ચઢતી નથી કે નોંધથી મન બંધાતું નથી. નોંધ તો ડંખીલું હોય છે, ડંખ રહે એનાથી. બહુ નોંધ ભેગી થાય ને, તો એ ડંખ માર્યા વગર રહે નહીં. એ ડંખ મારે, બદલો લે.
આપ્તવાણી-૯
૧૫૯ પ્રશ્નકર્તા : ‘આ કઢી ખારી છેએવી નોંધ કેવી રીતે લેવાય છે ?
દાદાશ્રી : નોંધ એટલે, “કઢી ખારી” બોલીએ છીએ તેની સાથે કરનાર કોણ છે તેના પર બધું જાય છે. નોંધ કર્તા જુએ અને અભિપ્રાય વસ્તુ જુએ !
જાગૃતિની જરૂર, તોંધતી તહીં ! પ્રશ્નકર્તા : ટૂંકામાં, જાગૃતિ હોય તો નોંધની ‘મશીનરી’ જ ના રહે.
દાદાશ્રી : ના રહે. તે જાગૃતિ મંદ તેની જ ભાંજગડ ને ! જાગૃતિ લાવવાની, નોંધ નહિ રાખવાની, એવું જો એ પોતે કરે ને, તો એટલું જાગ્રત થાય ને ! નહીં તો અમારું જોઈને કરાય. આ ‘દાદાજી’ને ‘ફલાણું આમ, તેમ' કશું કોઈ કહી જાય તોય મોઢા પર રેફ દેખાતી નથી. એનું કારણ ? અલ્યા, અહીં શાનું ‘રિઝલ્ટ' ખોળો છો ? મેં એની પર લેખ જ લખ્યો નથી ને ! એના પર ક્યાં ‘એસે' લખું ?! હું તો નોંધ જ ના રાખું ને ! એવાં તો બધાં કેટલાય આવે ને જાય. છતાંય પાછું એને મોંઢે. જે બોલું છું એવું હું નથી માનતો. પાછો છે તે શુદ્ધાત્મા ! નિર્દોષ !!. બાહ્ય નિર્દોષ ! આંતરિક શુદ્ધાત્મા !!! એવી દ્રષ્ટિથી અમે મોઢે બોલીએ. અને આમ તો અમારી એ પાટીદારિયા ભાષા, ભાષા તો જાય નહીં ને ! પણ નોંધ રાખવાની નહીં.
એટલે વાત જ સમજવાની છે. વધારે નુકસાન કરતું હોય તો આ નોંધ. અને વણિક લોકોને તો ખાસ, એ એક ચોપડી રાખે જ. અને આ બહેનો હલ રાખે આવડી ચોપડી. ‘પપ્પાજી આમ કહી ગયા ને મમ્મી આવું કહેતાં હતાં.’ એટલે દરેક માણસ નોંધ તો રાખે જ છે, છોડતા નથી. જ્ઞાન” લેતાં પહેલાં જે નોંધની ચોપડી હતી, નોંધવહી હતી, તે હજુ એમ ને એમ રહેવા દીધી છે. બીજું બધું આપી દીધું !
નોંધ, ત્યાં ડંખીલું મત ! હવે કેટલાકને લોકો માટે અભિપ્રાય નથી હોતો પણ ત્યારે એ નોંધ વધારે રાખે, ખાલી નોંધ રાખે છે. એ નોંધથી શું થાય ? કે આપણા મનને
પ્રશ્નકર્તા : નોંધ લેનાર કોણ ? અને અભિપ્રાય આપનાર કોણ ? દાદાશ્રી : એ બેઉ અહંકાર ! પ્રશ્નકર્તા : બુદ્ધિ નોંધ લે, એવું ખરું ?
દાદાશ્રી : બુદ્ધિને કશું લેવાદેવા નહીં. લેવા-દેવાનો ધંધો જ નહીં ને ! લેવાદેવાનો ધંધો જ અહંકારનો.
“જ્ઞાતી'તું સર્વાગ દર્શન આ નોંધ લેવી એ બહુ જુદી વસ્તુ છે. આ જે હું કહું છું એ વાત આમ મારી સમજમાં આવે પણ તે આમ દેખાડવું જરા અઘરું લાગે. કેટલાકને હું કહુંયે ખરો કે આ નોંધ રાખશો નહીં, ને એ સમજી જાય પાછા કે આની નોંધ રાખી તેની ભાંજગડ થઈ.
અમે કશી નોંધ ના રાખીએ. આ બધી અવસ્થાઓ ઊભી થાય, પણ નોંધ ના રાખીએ.
પ્રશ્નકર્તા : આપ શું જુઓ તે વખતે ?
દાદાશ્રી : અમે ‘હોલ ફોટોગ્રાફી’ લઈએ. આ એકલો જ દોડતો હતો એવી નોંધ ના રાખીએ.
પ્રશ્નકર્તા : એ ‘હોલ ફોટોગ્રાફી’માં એ દોડતો તો હોય જ ને ? દાદાશ્રી : એ મહીં હોય જ. પણ આમ ‘હોલ ફોટોગ્રાફી’ લઈએ.