________________
આપ્તવાણી-૯
૧૬૧ વીતરાગતાતી વાટે.... હવે નોંધ ના કરે તો જગતમાં વીતરાગ થઈ ગયો. નોંધ ના કરે એનું નામ વીતરાગ ! તે આપણે એવું નથી કહેતા કે “તું સંપૂર્ણ નોંધ ના કરીશ.’ પણ થોડી ઘણી ઓછી કરીશ તોય બહુ થઈ ગયું, એટલે પછી આપણને એમ માલમ પડે કે વીતરાગ થઈ ગયો લાગે છે. એના ઉપરથી આપણે એમ માનીએ કે કંઈક વીતરાગ દશા લાગે છે. છતાં ‘વીતરાગ' એવું ખરેખર બોલાય નહીં.
હવે આ વાતો સાંભળ સાંભળ કરવાથી બધું એની મેળે છૂટી જાય. આને માટે કંઈ ક્રિયા નથી કરવાની કે બે ઉપવાસ કરજો કે આમ કે તેમ કરજો. વાતને સમજવાની જ જરૂર છે.
[3] કોમનસેન્સ : વેલ્ડીંગ
કોમનસેન્સ'ની કચાશ ! આ વાણી રાગ-દ્વેષ વગરની છે. વીતરાગ વાણી છે. આ વાણી સાંભળે અને જો ધારણ કરે તો તેનું કલ્યાણ જ થઈ જાય. આ વાણી જો ધારણ કરે ને તો બધો રોગ જુલાબ વાટે નીકળી જાય ! અવગુણોનાં જે પરમાણુ છે ને, એ બધાં જુલાબ વાટે નીકળી જાય !
બધી વાતનો હું સાર કહું છું, અને આ બધો આખો અર્ક જ છે. અમારા અનુભવનો આ બધો નિચોડ છે. નહીં તો પુસ્તકમાં તો લખાતું હશે કે આજે ‘કોમનસેન્સ' કોઈને છે જ નહીં ! નહીં તો આવું વાંચીને તરત લોક અહીં આગળ “એપ્લાય” કરવા આવે કે “સાહેબ, મારામાં કોમનસેન્સ તો છે.” એવું વખતે કોઈ આવે ને, તો હું એને કહ્યું કે, “હેંડ જોઈએ, તારે ઘેર આવું, પંદર દહાડા રહું !” આ “કોમનસેન્સ’વાળા આવ્યા !
આ આવું કહીએ નહીં ને, તો માણસ પોતાની જાતને શું યે માની બેસીને ફરે છે કે આપણા જેવો તો કોઈ છે જ નહીં.
એવરી હેર એપ્લીકેબલ' ‘કોમનસેન્સ એટલે શું ? કે “એવરી હેર એપ્લીકેબલ,